logo-img
Ind Vs Aus Indian Team Defeats Australia To Take 2 1 Lead In The Series

IND vs AUS; ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને હરાવીને સીરિઝમાં 2-1 થી આગળ! : દરેક ભારતીય બોલરે વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાને માત્ર 119 માં ઓલઆઉટ કરી

IND vs AUS; ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને હરાવીને સીરિઝમાં 2-1 થી આગળ!
Published by: Offbeat Team
| Last Updated: Nov 06, 2025, 01:16 PM IST

India vs Australia 4th T20I Highlights: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 સીરિઝની ચોથી મેચ કેરારા (ગોલ્ડ કોસ્ટ) ના હેરિટેજ બેંક સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 48 રનથી જીતી લીધી હતી. આ જીત સાથે, ભારત હવે સીરિઝમાં 2-1 થી આગળ છે. અંતિમ મેચ 8 નવેમ્બરના રોજ રમાશે. જો ભારત તે મેચ જીતી જાય તો તે સીરિઝ પણ જીતી લેશે. ઓસ્ટ્રેલિયન કેપ્ટન મિશેલ માર્શે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો, ભારતે ઓસ્ટ્રેલિયા માટે 168 રનનો લક્ષ્યાંક મૂક્યો. ઓસ્ટ્રેલિયા તેને ચેસ કરવામાં નિષ્ફળ ગઈ અને માત્ર 119 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ.

ભારતની બેટિંગ હાઇલાઇટ્સ

આ મેચમાં, અભિષેક શર્મા અને શુભમન ગિલે ભારત માટે ઇનિંગની શરૂઆત કરી. ઝેવિયર બાર્ટલેટે પહેલી જ ઓવરમાં બેન દ્વારશુઇસના બોલ પર અભિષેક શર્માનો કેચ છોડી દીધો. ત્યારપછી અભિષેક શર્મા વધુ 26 રન બનાવી શક્યો, પરંતુ સાતમી ઓવરમાં એડમ ઝામ્પાએ તેને આઉટ કર્યો. 10 ઓવર પછી, ભારતનો સ્કોર 75-1 હતો. ભારતને 12 મી ઓવરમાં બીજો ઝટકો લાગ્યો જ્યારે શિવમ દુબે 22 રન બનાવીને આઉટ થયો. ભારતનો સ્કોર ત્યારે 88 રન હતો. દુબેએ તેની ઇનિંગમાં એક ફોર અને એક સિક્સર ફટકારી. ભારતને 15 મી ઓવરમાં ત્રીજો ઝટકો લાગ્યો જ્યારે શુભમન ગિલ 46 રન બનાવીને આઉટ થયો. ભારતને 16મી ઓવરમાં ચોથો ઝટકો લાગ્યો જ્યારે કેપ્ટન સૂર્યા 20 રન બનાવીને આઉટ થયો. 17 મી ઓવરમાં, તિલક વર્મા 5 રન બનાવીને આઉટ થયો. જીતેશે પણ 3 રન બનાવીને આઉટ થયો. 19 મી ઓવરમાં સુંદર 12 રન બનાવીને આઉટ થતાં ભારતને સાતમી વિકેટ ગુમાવી દીધી હતી. અંતિમ ઓવરમાં અર્શદીપે પણ પોતાની વિકેટ ગુમાવી દીધી. અને અંતે ભારતે ઓસ્ટ્રેલિયાને 168 રનનો લક્ષ્યાંક આપ્યો.

ઓસ્ટ્રેલિયન ટીમનું પ્રદર્શન

ઓસ્ટ્રેલિયાનો દાવ Matt Short અને Mitchell Marsh એ ઇનિંગ્સની શરૂઆત કરી હતી. બંનેએ શાનદાર શરૂઆત કરી. જોકે, 5 મી ઓવરમાં અક્ષર પટેલે શોર્ટને આઉટ કર્યો. શોર્ટ 25 રન બનાવીને આઉટ થયો. 9 મી ઓવરમાં અક્ષરે ફરી ઇંગ્લિશને આઉટ કર્યો. ત્યારે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 67 હતો. 10 મી ઓવરમાં શિવમ દુબેએ કેપ્ટન માર્શને આઉટ કર્યો. માર્શ 30 રન બનાવીને આઉટ થયો. 12 મી ઓવરમાં શિવમ દુબેએ ટિમ ડેવિડને આઉટ કર્યો, જે 14 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારપછી 14 મી ઓવરમાં અર્શદીપે ફિલિપને આઉટ કર્યો. ત્યારે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 98 રન હતો. વરુણે 15 મી ઓવરમાં ઓસ્ટ્રેલિયાને છઠ્ઠો ઝટકો આપ્યો, મેક્સવેલને આઉટ કર્યો. ત્યારપછી, 17 મી ઓવરમાં, સુંદરે સ્ટોઇનિસને આઉટ કર્યો. સુંદરે ત્યારપછીની બીજી જ બોલ પર બાર્ટલેટને પણ આઉટ કર્યો. બુમરાહને 18 મી ઓવરમાં દ્વારશુઇસને બોલિંગ કરતી વખતે તેની પહેલી સફળતા મળી. અને વોશિંગ્ટન સુંદરે અંતિમ વિકેટ મેળવી. અને ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 119 રનમાં ઓલઆઉટ કરીને ચોથી મેચમાં 48 રનથી જીત મેળવી. ભારતીય ટીમે 5 મેચની સીરિઝમાં 2-1ની લીડ મેળવી. અને અક્ષર પટેલને મળ્યો પ્લેયર ઓફ ધ મેચનો એવાર્ડ.

બોલરોએ સારું પ્રદર્શન કર્યું.

આ મેચમાં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું. અક્ષર પટેલે બે વિકેટ લીધી, જ્યારે શિવમ દુબેએ પણ બે વિકેટ લીધી. સુંદરે ત્રણ વિકેટ લીધી, જ્યારે અર્શદીપ, વરુણ અને જસપ્રીત બુમરાહ દરેકે એક વિકેટ લીધી. માત્ર 6 જ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન બે-અંક સુધી પહોંચી શક્યા.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now