Home Gujarat Inflation Hits Uttarayan In Vadodara

ઉત્તરાયણને નડી મોંઘવારી? : પતંગ–દોરાના ભાવ વધારાથી ગ્રાહકોની પાંખી હાજરી, વેપારીઓને આર્થિક નુકસાનનો ડર

ઉત્તરાયણને નડી મોંઘવારી?
Published by: Offbeat Team
| Last Updated: Jan 10, 2026, 08:30 AM IST

Uttarayan 2025 : વડોદરા શહેરમાં રંગબેરંગી પતંગો અને ઉત્સાહનો પર્વ ગણાતી ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, પરંતુ દર વર્ષની સરખામણીએ આ વર્ષે શહેરના પતંગ બજારોમાં ખાસ રોનક જોવા મળી રહી નથી. મોંઘવારીના માર અને પતંગ–દોરાના ભાવમાં થયેલા નોંધપાત્ર વધારાને કારણે ગ્રાહકો ખરીદીથી દૂર રહેતા વેપારીઓ ચિંતામાં મુકાયા છે. વેપારીઓના જણાવ્યા અનુસાર, પતંગ અને દોરાના ભાવમાં આ વર્ષે 20 થી 30 ટકા સુધીનો વધારો થયો છે.

ચાલુ વર્ષે પતંગ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા કાગળ, કામડી, દોરા સહિતના કાચા માલના ભાવમાં થયેલા વધારાની સીધી અસર તૈયાર પતંગો પર પડી છે. પરિણામે પતંગબાજીનો આનંદ સામાન્ય મધ્યમ વર્ગ માટે થોડો મોંઘો બની ગયો છે. વેપારીઓ કહે છે કે ગત વર્ષની તુલનામાં આ વર્ષે ગ્રાહકો ઓછા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે, જેના કારણે વેચાણમાં ઘટાડો નોંધાયો છે.

વડોદરા શહેરના મુખ્ય વેપારી વિસ્તારો જેમ કે રાવપુરા, માંડવી, ગેડીગેટ, દિવાળીપુરા સહિતના વિસ્તારોમાં પતંગોના મોટા સ્ટોલ અને દુકાનો સજાઈ ગઈ છે, પરંતુ બજારમાં ગ્રાહકોની પાંખી હાજરી વેપારીઓની ચિંતા વધારી રહી છે. ઉત્તરાયણને હવે થોડા જ દિવસો બાકી હોવા છતાં બજારમાં જોઈએ તેવી ભીડ હજુ સુધી જોવા મળી નથી. વેપારીઓના મતે મંદી અને મોંઘવારીના કારણે લોકો ખર્ચ કરતા ખચકાઈ રહ્યા છે.

સ્થાનિક વેપારીઓ સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે આ વર્ષે પતંગ અને દોરાના ભાવ અપેક્ષા કરતા વધારે વધ્યા છે. જોકે, બજારમાં નવી વેરાયટીની પતંગો ઉપલબ્ધ છે. ખાસ કરીને બાળકોને આકર્ષે તેવી કાર્ટૂનવાળી પતંગો અને ‘સિન્દૂર પતંગ’ ખાસ લોકપ્રિય બની રહી છે. અવનવી ડિઝાઈન અને થીમ આધારિત પતંગો પતંગપ્રેમીઓ માટે બજારમાં મુકાઈ છે, પરંતુ ઊંચા ભાવ સાંભળીને ઘણા ગ્રાહકો ખરીદી કરતા અટકી રહ્યા છે.

વેપારીઓને આશા છે કે ઉત્તરાયણના છેલ્લાં બે-ત્રણ દિવસોમાં ગ્રાહકો બજારમાં ઉમટી પડશે અને વેચાણમાં વધારો થશે. જો આવું નહીં થાય તો વેપારીઓને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે. હવે જોવાનું એ રહેશે કે અંતિમ દિવસોમાં ઉત્તરાયણનો રંગ બજારમાં ખીલશે કે બજારો સુમસામ જ રહેશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

જંબુસર હાઈવે પર ત્રાટક્યો કાળમુખો ટ્રક: બસ સ્ટેન્ડ પાસે ઊભેલા શ્રમિક પરિવારને કચડ્યો, 11 વર્ષની બાળકીનું મોત

જંબુસર હાઈવે પર ત્રાટક્યો કાળમુખો ટ્રક

અમરેલીમાં વિકાસનો મહાકુંભ: CM ભૂપેન્દ્ર પટેલે રૂ. 700 કરોડના 24 પ્રોજેક્ટ્સનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત!

અમરેલીમાં વિકાસનો મહાકુંભ

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની જ્વાળામાં ગુજરાતનો એક્સપોર્ટ ઉદ્યોગ: 5,500 કન્ટેનરો વિદેશી પોર્ટ પર અટવાયા, કરોડોનું નુકસાન!

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની જ્વાળામાં ગુજરાતનો એક્સપોર્ટ ઉદ્યોગ

આવતા આઠવાડિયે ગુજરાત પ્રવાસે આવશે કેજરીવાલ અને ભગવંત માન: શું સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનું પ્લાન? AAPના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ આપી જાણકારી

આવતા આઠવાડિયે ગુજરાત પ્રવાસે આવશે કેજરીવાલ અને ભગવંત માન

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નિધન: અચાનાક પૂર્વ કાયદા મંત્રી ઉદેસિંહ બારીયાના નિધનથી સ્થાનિક રાજકારણમાં શોકનું મોજું!

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નિધન

ચૂંટણી પહેલા પાટીદારોનું મહાસંમેલન: "જંગ માટે તૈયાર રહેજો", પરસોત્તમ રૂપાલાનું ઈશ્વરિયાથી સમાજને આહવાન

ચૂંટણી પહેલા પાટીદારોનું મહાસંમેલન
Play Video

81 બોલમાં 14 છગ્ગા, 21 ચોગ્ગા, 193 રન ફટકાર્યા! ક્રિકેટનો નવો 'ધુરંધર': તોડી શકે છે ક્રિસ ગેલનો રેકોર્ડ, આ ટૂંક સમયમાં ટીમ ઇન્ડિયામાં રમતો દેખાશે આ ગુજરાતી છોકરો

81 બોલમાં 14 છગ્ગા, 21 ચોગ્ગા, 193 રન ફટકાર્યા! ક્રિકેટનો નવો 'ધુરંધર'

સાણંદ-વિરમગામ હાઇવે પર કાળમુખું પાણી: ખાડાનું પાણી પીતા જ 33 ઘેટાં-બકરાના ટપોટપ મોત, માલધારીઓમાં ભારે રોષ!

સાણંદ-વિરમગામ હાઇવે પર કાળમુખું પાણી
Play Video

ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર; ચૂંટણી પહેલાં જ કોંગ્રેસને મોટો ઝટકો: ગેનીબેન ઠાકોરના ગઢમાં ગાબડું, ભાજપમાં જોડાયા વાવ-થરાદના કોંગ્રેસના મોટા નેતાઓ

ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર; ચૂંટણી પહેલાં જ કોંગ્રેસને મોટો ઝટકો

"મારી કે મુહિસની ઉપર કંઈ પણ થયું તો જવાબદાર મારો પરિવાર": રાજુલાની નેહાનો ચોંકાવનારો વીડિયો વાયરલ

"મારી કે મુહિસની ઉપર કંઈ પણ થયું તો જવાબદાર મારો પરિવાર"
Play Video

સુરેન્દ્રનગર હાઇવે પર વહેલી સવારે કાળમુખો અકસ્માત: 2 ના કરુણ મોત, 4 ઇજાગ્રસ્ત!

સુરેન્દ્રનગર હાઇવે પર વહેલી સવારે કાળમુખો અકસ્માત

Earthquake; શું જાપાન જેવી થશે ગુજરાતની હાલત?: કેમ વારંવાર ધ્રૂજી રહી છે ધરા? જાણો ગુજરાતના કયા જિલ્લાઓમાં છે ભૂંકપનું સૌથી વધુ જોખમ

Earthquake; શું જાપાન જેવી થશે ગુજરાતની હાલત?

છોટાઉદેપુર કેન્સર હોસ્પિટલના દરવાજે તાંત્રિક વિધિ: મૃતકનો 'જીવ લેવા' મંત્રોચ્ચાર અને અગ્નિ પ્રગટાવાતા ભારે ફાળ!

છોટાઉદેપુર કેન્સર હોસ્પિટલના દરવાજે તાંત્રિક વિધિ

યોગ ગુરુ પ્રદીપ ક્યાંથી નકલી નોટ છાપતાં શીખ્યો?: સુરત નકલી નોટ કૌભાંડ કેસમાં મોટો વળાંક

યોગ ગુરુ પ્રદીપ ક્યાંથી નકલી નોટ છાપતાં શીખ્યો?

એક સાથે ત્રણ મુસીબતો આવશે, આ વખતે આવી બન્યું સમજો!: વરસાદ, વાવાઝોડા અને તોફાની પવનની અંબાલાલ પટેલની ખતરનાક આગાહી

એક સાથે ત્રણ મુસીબતો આવશે, આ વખતે આવી બન્યું સમજો!
Play Video

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે": વડોદરામાં હર્ષ સંઘવીની ગર્જના, 725 કરોડના વિકાસકાર્યોની ભેટ

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે"
Play Video

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર: વર્ષ 2023-24 ની વર્ગ 1 અને 2 ની ભરતીના ઇન્ટરવ્યૂની તારીખો જાહેર, જાણો ક્યારથી શરૂ થશે પ્રક્રિયા

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર
Play Video

ગુજરાતના માછીમારોની જીત: ડીઝલમાં ભાવ વધારો કેન્દ્ર સરકારે પાછો ખેંચ્યો, જૂના રાહત દરે જ મળશે જથ્થો

ગુજરાતના માછીમારોની જીત
Play Video

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ: રોગી કલ્યાણ સમિતિના નામે લાખોની ઉચાપત, નશાબંધી વિભાગના ક્લાર્ક સહિત 3 સામે ગુનો

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ: અત્યાધુનિક 'નૂતન ચેરિટી ભવન' અને કમાન્ડ સેન્ટરનું લોકાર્પણ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ