Home Sports Cricket Team India Former Kkr Player Arya Desai Created History In Cricket League He Can Break Chris Gayles Record

81 બોલમાં 14 છગ્ગા, 21 ચોગ્ગા, 193 રન ફટકાર્યા! ક્રિકેટનો નવો 'ધુરંધર' : તોડી શકે છે ક્રિસ ગેલનો રેકોર્ડ, આ ટૂંક સમયમાં ટીમ ઇન્ડિયામાં રમતો દેખાશે આ ગુજરાતી છોકરો

81 બોલમાં 14 છગ્ગા, 21 ચોગ્ગા, 193 રન ફટકાર્યા! ક્રિકેટનો નવો 'ધુરંધર'
Published by: OBS Bureau
Last Updated: Mar 22, 2026, 11:08 AM IST

T20 World Cup બાદ હવે શરૂ થશે IPL ટુર્નામેન્ટ. દેશભરમાં છવાયેલો રહેશે ક્રિકેટનો ફિવર. ત્યારે ક્રિકેટના આ મહાકુંભ પહેલાં એક યુવા ખેલાડીએ સૌ કોઈનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. તેણે માત્ર 81 બોલમાં 14 છગ્ગા અને 21 ચોગ્ગા સાથે ઉભા ઉભા 193 રન ફટકારી દીધા છે. આ સાથે જ હવે તેનો ટાર્ગેટ ક્રિકેટ ઈતિહાસના 'યુનિવર્સ બોસ' કહેવાતા વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ ક્રિકેટર ક્રિસ ગેલનો રેકોર્ડ તોડવાનો છે. કોણ છે આ ખેલાડી જાણો વિગતવાર...

‘એટેક જ મારો પ્લાન હતો’

મેચ બાદ આર્યએ જણાવ્યું કે, આધુનિક ક્રિકેટ ખાસ કરીને વર્લ્ડ કપ જેવી ટૂર્નામેન્ટમાં ઝડપી સ્કોરિંગ મહત્વનું બની ગયું છે. “મારો પ્લાન શરૂઆતથી જ એટેક કરવાનો હતો અને હું ખુશ છું કે હું તેમાં સફળ રહ્યો,” એમ તેણે કહ્યું.

આર્ય દેસાઈની 193 રનની ઐતિહાસિક ઇનિંગઃ

ડાયમંડ સિટી Surat હવે માત્ર ટેક્સટાઈલ અને ડાયમંડ માટે જ નહીં, પરંતુ ક્રિકેટના ઉભરતા તારાઓ માટે પણ જાણીતી બની રહી છે. આઈપીએલ 2026ની શરૂઆત પહેલાં જ શહેરના યુવા બેટ્સમેન Arya Desai એ એવી ઇનિંગ રમી છે કે સ્થાનિક ક્રિકેટ જગતમાં જ નહીં, પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે. સુરત ક્રિકેટ લીગ (SCL)માં લુથ્રા પેગાસસ તરફથી રમતા આર્ય દેસાઈએ માત્ર 81 બોલમાં 193 રન ફટકારીને ટી-20 ક્રિકેટમાં દુર્લભ સિદ્ધિ હાંસલ કરી. તેની આ ઇનિંગ દરમિયાન તેણે 14 છગ્ગા અને 21 ચોગ્ગા ફટકાર્યા, એટલે કે કુલ 168 રન માત્ર બાઉન્ડ્રીથી જ મેળવ્યા. 238.27ના સ્ટ્રાઈક રેટ સાથે રમાયેલી આ ઇનિંગે દર્શકોને સ્તબ્ધ કરી દીધા હતા.

શરૂઆતથી જ આક્રમક અંદાજઃ

કૈલાશ સ્પોર્ટ્સ ક્લબ સામે રમાયેલી મેચમાં આર્ય ઓપનિંગ કરવા આવ્યો અને પ્રથમ બોલથી જ હુમલો શરૂ કર્યો. બોલરોને કોઈ રાહત ન આપતા તેણે મેદાનના ચારેય ખૂણે શોટ્સ રમ્યા. તેની બેટિંગમાં આત્મવિશ્વાસ અને નિર્ભયતા બંને સ્પષ્ટ જોવા મળ્યા.

ગેલનો રેકોર્ડ જોખમમાં?

આર્યની આ ઇનિંગ બાદ આઈપીએલના દિગ્ગજ Chris Gayle નો 175 રનનો ઐતિહાસિક રેકોર્ડ ફરી ચર્ચામાં આવી ગયો છે. ગેલે આ ઇનિંગ Royal Challengers Bangalore માટે રમી હતી, જે આજે પણ આઈપીએલનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર છે. જોકે, આર્યના તાજા પ્રદર્શનને જોતા નિષ્ણાતો માને છે કે તે ભવિષ્યમાં આ રેકોર્ડને પડકાર આપી શકે છે.

IPL સાથેનો કનેક્શનઃ

22 વર્ષીય આર્ય દેસાઈ અગાઉ Kolkata Knight Riders ટીમનો ભાગ રહી ચૂક્યો છે. તેણે ગુજરાત માટે રણજી ટ્રોફીમાં તેમજ વેસ્ટ ઝોન માટે દુલિપ ટ્રોફીમાં પણ પ્રતિનિધિત્વ કર્યું છે. તેની આ ઇનિંગ તેને આગામી આઈપીએલ ઓક્શનમાં હોટ પ્રોપર્ટી બનાવી શકે છે.

આ ઐતિહાસિક ઇનિંગ બાદ સ્થાનિક ક્રિકેટ એસોસિએશન, કોચ અને ચાહકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે, આર્ય દેસાઈ પાસે તે તમામ ગુણ છે જે તેને ભારતીય ક્રિકેટનું આગામી મોટું નામ બનાવી શકે. સુરતમાંથી ઉગેલો આ નવો તારો હવે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચ પર કેટલો તેજસ્વી બને છે, તે જોવું રસપ્રદ રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now