Home Gujarat Amreli Rajula Family Dispute Hindu Girl Muslim Boy Marriage

"મારી કે મુહિસની ઉપર કંઈ પણ થયું તો જવાબદાર મારો પરિવાર" : રાજુલાની નેહાનો ચોંકાવનારો વીડિયો વાયરલ

"મારી કે મુહિસની ઉપર કંઈ પણ થયું તો જવાબદાર મારો પરિવાર"
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 22, 2026, 08:16 AM IST

અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાંથી એક દંપતિ દ્વારા સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કર્યા બાદ મામલો ચર્ચામાં આવ્યો છે. જેમાં રાજુલાની હિન્દુ યુવતી નેહાએ તેના જ ગામના મુસ્લિમ યુવક મુહિસ પિરાણી સાથે લગ્ન કર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે.

આ મામલે નેહાએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો છે, જેમાં તેને કહ્યું કે, "અમે લોકોએ ત્રણ મહિના પહેલા હિન્દુ રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કરી લીધા છે અને જમાતખાના મુજબ પણ લગ્ન કરી લીધા છે. અમે લોકો ત્રણ મહિનાથી સાથે રહીએ છીએ. અત્યારે અમારા ફેમિલીવાળાને ખબર પડી છે, તો અત્યારે એ લોકો પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપે છે. હિન્દુ પરિષદવાળાને ખબર પડે છે, એટલે એ લોકો રાજકીય મુદ્દો બનાવે છે."

"હું બધાને કહી દેવા માંગુ છું કે આ મારી પર્સનલ લાઈફ છે, હું આમાં ખુશ છું. કોઈને મારી પર્સનલ લાઈફમાં ઈન્ટરફિયર કરવાની જરૂર નથી અને અમે બંને લોકો ખુશ છીએ. સો પ્લીઝ, બધાને વિનંતી છે કે અમને અમારી લાઈફ જીવવા દો." એમ નેહાએ કહ્યું.

આ સમગ્ર મામલે યુવતીએ પરિવારવાળાને જવાબદારી સોંપતા કહ્યું કે, "જો તેની ફેમિલી કે મુહિસની ઉપર કાંઈ પણ થયું, મારી ઉપર કાંઈ પણ થયું તો તેની જવાબદારી મારી ફેમિલીની રહેશે. કોઈપણ જાતની મુશ્કેલી આવી, કોઈપણ જાતની ધાક-ધમકી આપવામાં આવે છે, તો એ પણ જાતની કોઈપણ જાતની અમારી ઉપર મુશ્કેલી આવી, તો એ બધાની જવાબદારી મારી ફેમિલીની રહેશે. એમાં જેટલા પણ સાથીદાર છે; હિન્દુ પરિષદવાળા છે, બજરંગ દળવાળા છે અથવા અન્ય જે બધા પોલિટિક્સવાળા છે, એ બધાનો સાથ-સહકાર મારી ફેમિલીને મળે છે, અને એ બધાની જવાબદારી, અમારી જવાબદારી બધી એ મારી ફેમિલી ઉપર રહેશે જો અમારી ઉપર કંઈ પણ મુશ્કેલી આવી તો."

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now