BCCI announces Test squad against South Africa: BCCI એ સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. રિષભ પંત વાઇસ-કેપ્ટન તરીકે ટીમમાં પાછા ફર્યા છે. 2025-27 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સાઇકલમાં આ ભારતની ત્રીજી ટેસ્ટ સીરિઝ હશે. શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ આ ટીમમાં કયા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને પંતની જગ્યાએ કોને પડતો મૂકવામાં આવ્યો છે તે જાણો.
ટેસ્ટ સીરિઝની સાથે IND-A vs SA-A ટીમની પણ કરી જાહેરાત
BCCI એ બુધવારે એક પ્રેસ રિલીઝમાં ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત કરી. રાષ્ટ્રીય ટીમની સાથે, બોર્ડે સાઉથ આફ્રિકા 'A' સામે 3 મેચની વનડે સીરિઝ માટે ભારત 'A' ટીમની પણ જાહેરાત કરી. તિલક વર્માને તેના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ ખેલાડી ઋષભ પંત સાથે ટીમમાં પાછો ફર્યો છે
પંતને ઈંગ્લેન્ડ પ્રવાસની ચોથી ટેસ્ટમાં ઈજા થઈ હતી, જેમાં તેના પગના અંગૂઠામાં ફ્રેક્ચર થયું હતું. તે પછી તે એશિયા કપ, વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ સીરિઝ અને ઓસ્ટ્રેલિયા પ્રવાસમાંથી બહાર થઈ ગયો. તે 100 દિવસથી વધુ સમય પછી ફરીથી ટીમ ઈન્ડિયા માટે રમતો જોવા મળશે. આકાશ દીપ પણ ટીમમાં પાછો ફર્યો છે. પંતના આગમનથી એન. જગદીશનને ટીમમાંથી બહાર કરવાની ફરજ પડી હતી. આકાશ દીપને ફાસ્ટ બોલર પ્રસિધ કૃષ્ણાની જગ્યાએ લેવામાં આવ્યો છે.
સાઉથ આફ્રિકા સામે ભારતની ટેસ્ટ ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર, વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કે. એલ રાહુલ, સાઈ સુદર્શન, દેવદત્ત પડિકલ, ધ્રુવ જુરેલ, રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, આકાશ દીપ.
ઈન્ડિયા vs સાઉથ આફ્રિકા ટેસ્ટ શેડ્યૂલ
પ્રથમ ટેસ્ટ - 14 થી 18 નવેમ્બર, સવારે 9:30 વાગ્યાથી (ઇડન ગાર્ડન્સ)
બીજી ટેસ્ટ - 22 નવેમ્બર થી 26 નવેમ્બર, સવારે 9:30 વાગ્યાથી (આસામ ક્રિકેટ એસોસિએશન).





















