logo-img
Gujarat Agriculture Minister Jitu Vaghani Announced An Agricultural Relief Package Of Rs 947 Crore

કૃષિ મંત્રી જીતુ વાઘાણીની પૂરગ્રસ્ત ખેડૂતોને દિવાળીની ભેટ : રાજ્ય બજેટમાંથી રૂ.૩૮૪ કરોડ ઉમેરી કુલ રૂ.૯૪૭ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર

કૃષિ મંત્રી જીતુ વાઘાણીની પૂરગ્રસ્ત ખેડૂતોને દિવાળીની ભેટ
Published by: Offbeat Team
| Last Updated: Oct 20, 2025, 02:40 PM IST

ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ભારે વરસાદથી થયેલ પાક નુકસાન માટે અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચુકવવા માટે કૃષિ રાહત પેકેજની રાજ્યના કેબિનેટ કક્ષાના કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા ભાવનગર ખાતે જાહેર કરવામાં આવ્યું .

ઓગષ્ટ/સપ્ટેમ્બર-૨૦૨૫ માસમાં થયેલ ભારે વરસાદને કારણે જુનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ-થરાદ જીલ્લામાં પાક નુકસાનીના અહેવાલો મળતાં જુદા જુદા જીલ્લા વહીવટીતંત્ર તરફથી ૫ જીલ્લાના ૧૮ તાલુકાઓના ૮૦૦ ગામોમાં સર્વે કરી પાક નુકસાનીના અહેવાલો આપવામાં આવેલ .

જેમાં ખરીફ ઋતુમાં વાવેતર કરેલ પાકો પૈકી મુખ્યત્વે દિવેલા, ઘાસચારો, બાજરી, કપાસ, મગફળી, શાકભાજી અને કઠોળ પાકોમાં તેમજ બહુવર્ષાયુ દાડમ જેવા બાગાયતી પાકોમાં નુકસાન થયાનું જણાયેલ છે.

રાજ્ય સરકાર તરફથી આ ૫ જિલ્લાઓના ૧૮ તાલુકાઓના નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવાનું નક્કી કરવામાં આવેલ છે. જેના માટે SDRF ની જોગવાઈ મુજબ રૂ.૫૬૩ કરોડ અને રાજય સરકાર દ્વારા રાજ્ય બજેટ માંથી કુલ રૂપિયા રૂ.૩૮૪ કરોડની વધારાની સહાય ઉમેરી કુલ રૂ.૯૪૭ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવા નિર્ણય કરેલ છે.

વાવ-થરાદ અને પાટણ જીલ્લાના વરસાદી પાણીની સમસ્યાની મુક્તિ માટે 2500 કરોડ

આ ઉપરાંત, વાવ-થરાદ અને પાટણ જીલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં વિશેષ ભૌગોલિક પરિસ્થિતિના કારણે ભારે વરસાદ અને નદીઓના પુરની પરિસ્થિતિમાં વારંવાર ખેતીલાયક જમીનમાં લાંબા સમય સુધી પાણી ભરાવવાની સમસ્યા ઉપસ્થિત થાય છે. આ સમસ્યાના કાયમી ઉકેલ/નિવારણ માટે Flood Mitigation Measures તરીકે ખાસ પ્રોજેક્ટ (Special Project) રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકવાનું નક્કી કરેલ છે. આ ખાસ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર તરફથી અલગથી રૂ.૨૫૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવશે.

રાજ્ય સરકારે પાક નુકસાની સહાય માટે નિયત કરેલા ધોરણો

અ) ખરીફ ૨૦૨૫-૨૬ ઋતુના વાવેતર કરેલ બિનપિયત ખેતી પાકોમાં ૩૩ % કે તેથી વધુ નુકસાન માટે SDRF ના નોર્મ્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં પ્રતિ

હેક્ટર મળવાપાત્ર રૂ. ૮, ૫૦૦/- ની સહાય તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂ.૩, ૫૦૦/- એમ કુલ રૂ.૧૨,૦૦૦/- પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨(બે) હેકટરની મર્યાદામાં સહાય.

બ) વર્ષાયુ/પિયત પાકોના ૩૩ % કે તેથી વધુ નુકસાન માટે SDRF ના નોર્મ્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં પ્રતિ હેક્ટર મળવાપાત્ર રૂ. ૧૭,૦૦૦/- ની સહાય તેમજ રાજય બજેટ હેઠળ રૂ.૫,૦૦૦/- એમ કુલ રૂ.૨૨,૦૦૦/- પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨(બે) હેકટરની મર્યાદામાં સહાય.

ક) બહુવર્ષાયુ બાગાયતી પાકોમાં ૩૩ % કે તેથી વધુ નુકસાન માટે SDRF ના નોર્મ્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં મળવાપાત્ર રૂ.૨૨,૫૦૦/- ની સહાય તેમજ રાજય બજેટ હેઠળ રૂ.૫,૦૦૦/- એમ કુલ રૂ.૨૭,૫૦૦/- પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨(બે) હેકટરની મર્યાદામાં સહાય.

s) આ ઉપરાંત, વાવ-થરાદ અને પાટણ જિલ્લામાં ભારે વરસાદને કારણે હજુ સુધી પાણી ભરાયેલ હોય તેવા વિસ્તારોના અસરગ્રસ્ત ખેડૂતોને વધુ આર્થિક સહાય મળી રહે તે માટે રાજ્ય સરકારશ્રી તરફથી ઉદાર અભિગમ અપનાવીને આ વિસ્તારના અસરગ્રસ્ત ખેડૂતોને જમીન સુધારણાની કામગીરી માટે રાજ્ય બજેટ માંથી ખાસ કિસ્સામાં ઉદાર હાથે રૂ.૨૦,૦૦૦/- પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨(બે) હેકટરની મર્યાદામાં સહાય.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now