અમદાવાદમાં વેપારીઓને ફસાવી રૂપિયા પડાવનાર યુવતી પોલીસને હાથે લાગી છે, સ્વરૂપવાન યુવતી અને તેનાં સાગરીતોએ ભેગા મળી બે વેપારીઓ પાસેથી લાખો રૂપિયા અને દાગીનાં પડાવી લીધા હતા. હીના ઉર્ફે શીતલ ઉર્ફે જાનવી વાળોદરા નામની યુવતીની નરોડા પોલીસે ધરપકડ કરી છે, મૂળ રાજકોટની આ યુવતીએ પોતાના સાગરીતો સાથે મળીને પ્રેમજાળમાં ફસાવી રાતોરાત પૈસાદાર બનવાના સપના જોયા હતા.
2024માં હનીટ્રેપની બે ફરિયાદો નોંધાઈ હતી
અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2024માં હનીટ્રેપની બે ફરિયાદો નોંધાઈ હતી, જેમાં એક ફરિયાદમાં રાજસ્થાનનાં રિયલ એસ્ટેટના વેપારીને આ યુવતીએ શીતલ પટેલના નામે વ્હોટ્સએપ મેસેજ કરી નરોડા મળવા બોલાવ્યો હતો. જ્યાં વેપારીએ યુવતી સાથે ખરીદી કરી અને બાદમાં રોડ પર અચાનક એક ગાડીમાં 3 શખ્સો આવ્યા અને પોતાની પત્ની સાથે વેપારી શું કરે છે, તેમ કહીને બળાત્કારનાં ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી 50 લાખ રૂપિયા માંગ્યા હતા. વેપારીનું અપહરણ કરી એક લાખ રોકડા અને 2.40 લાખનાં દાગીનાં પડાવી તમામ ફરાર થઈ ગયા હતા.
યુવતીની નરોડા પોલીસે ધરપકડ કરી
હીના ઉર્ફે શીતલ ઉર્ફે જાનવી વાળોદરા નામની યુવતીની નરોડા પોલીસે ધરપકડ કરી છે, મૂળ રાજકોટની આ યુવતીએ પોતાના સાગરીતો સાથે મળીને પ્રેમજાળમાં ફસાવી રાતોરાત પૈસાદાર બનવાના સપના જોયા હતા. જોકે તેને ખબર ન હતી કે તેને રૂપિયાના મહેલના બદલે જેલમાં જવું પડશે. અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2024માં હનીટ્રેપની બે ફરિયાદો નોંધાઈ હતી, જેમાં એક ફરિયાદમાં રાજસ્થાનનાં રિયલ એસ્ટેટના વેપારીને આ યુવતીએ શીતલ પટેલના નામે વ્હોટ્સએપ મેસેજ કરી નરોડા મળવા બોલાવ્યો હતો.
પોલીસે આરોપીઓને દબોચ્યા
આ બન્ને ફરિયાદો નોંધાયા બાદ નરોડા પોલીસે તે સમયે જયરાજસિંહ બોરીચા, વિજય સગર અને મંગળુભાઈ ખાચરની ધરપકડ કરી હતી. જોકે વેપારીઓને ફસાવીને મળવા બોલાવનાર મુખ્ય આરોપી એક વર્ષથી ફરાર હતી. તેને પકડી પાડવામાં હવે સફળતા મળી છે. નરોડા પોલીસે આ ગુનામાં સંડોવાયેલી સ્વરૂપવાન યુવતીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે. આ ટોળકીનાં આરોપીઓમાં યુવતી રાજકોટની, જ્યારે જયરાજ અમરેલીનો, વિજય રાજકોટ અને મંગળુ બોટાદનો રહેવાસી છે.




















