Google Diwali Offer: Google આ દિવાળી પર તેના યુઝર્સ માટે એક શાનદાર ઓફર રજૂ કરી છે. કંપનીએ તેના Google One Cloud Storage ની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. મર્યાદિત સમય માટે, યુઝર્સ માત્ર ₹11 પ્રતિ મહિને 2TB સુધીનો ક્લાઉડ સ્ટોરેજ મેળવી શકે છે. આ પ્લાન સાથે, યુઝર્સને Google Drive, Google Photos અને અન્ય AI ફીચર્સનું ઍક્સેસ પણ મળશે.
ઓફરની માન્યતા અને શરતો
આ ખાસ દિવાળી ઓફર 31 ઓક્ટોબર સુધી માન્ય છે. જો તમે આ ડીલનો લાભ લેવા ઈચ્છો ચો, તો ઉતાવળ કરો, કારણ કે સમય મર્યાદિત છે. આ ગુગલ ઓફર હેઠળ, વપરાશકર્તાઓ 30GB થી 2TB સુધીના પ્લાનમાંથી પસંદગી કરી શકે છે, અને દરેક પ્લાન પ્રથમ ત્રણ મહિના માટે માત્ર ₹11 પ્રતિ મહિને શરૂ થાય છે. આનો અર્થ એ છે કે, પ્રથમ 90 દિવસ માટે કુલ ખર્ચ ફક્ત ₹33 થશે. તે પછી, પસંદ કરેલા પ્લાનની કિંમત તેના સામાન્ય દરે પાછી આવશે.
Google One ની સામાન્ય કિંમત અને બચત
Google One વિવિધ જરૂરિયાતોને અનુરૂપ અનેક સ્ટોરેજ સ્તરો પ્રદાન કરે છે. દરેક પ્લાનની માસિક કિંમત અલગ હોય છે, પરંતુ જો વપરાશકર્તાઓ વાર્ષિક સબ્સ્ક્રિપ્શન પસંદ કરે તો તેઓ 37% સુધી બચાવી શકે છે. આ ઓફર ખાસ કરીને એવા લોકો માટે ફાયદાકારક છે જેઓ ફોટા, વિડિઓઝ અને દસ્તાવેજોને લાંબા સમય સુધી સાચવવા ઈચ્છે છે.
Google One દિવાળી ઓફરને ક્લેમ કેવી રીતે કરવી
આ ઓફરનો લાભ લેવા માટે નીચે આપેલા સરળ પગલાં અનુસરો.
તમારા સ્માર્ટફોન પર Google One એપ ખોલો.
તમારા Gmail એકાઉન્ટથી સાઇન ઇન કરો.
ઉપર ડાબી બાજુએ ત્રણ-લાઇન મેનૂ પર ટેપ કરો.
Membership Plans પર જાઓ.
તમને જોઈતો સ્ટોરેજ પ્લાન પસંદ કરો અને “Get Discount” પર ક્લિક કરો.
તમારી ચુકવણી પદ્ધતિ ચકાસો.
છેલ્લે, Subscribe બટન પર ક્લિક કરીને તમારા પ્લાનને એક્ટિવ કરો.




















