Home Tech/Gadgets Samsung Galaxy A57 And A37 Will Be Launched On This Day Know About Ai Features And Battery

Samsung Galaxy A57 અને A37 આ દિવસે થશે લોન્ચ! : જાણો એડવાન્સ AI ફીચર્સ અને બેટરી વિશે

Samsung Galaxy A57 અને A37 આ દિવસે થશે લોન્ચ!
Published by: OBS Bureau
Last Updated: Mar 21, 2026, 08:45 AM IST

Samsung એ આખરે Samsung Galaxy A સિરીઝના આગામી મોડેલ્સ, Galaxy A57, Galaxy A37 ની લોન્ચ તારીખ જાહેર કરી દીધી છે. છેલ્લા ઘણા અઠવાડિયાથી આ ફોન સમાચારમાં હતા અને હવે સેમસંગે આગામી અઠવાડિયા માટે તેમના લોન્ચિંગનું સમયપત્રક નક્કી કર્યું છે. લોન્ચિંગ તારીખની પુષ્ટિ થતાં જ બજારમાં આ સ્માર્ટફોનની ચર્ચાઓ વધુ તેજ થઈ ગઈ છે. કંપનીના આ આગામી મિડ-રેન્જ સ્માર્ટફોન્સમાં ઘણા આકર્ષક ફીચર્સ આપવમાં આવશે, જે લોન્ચિંગ પહેલા રિપોર્ટ્સમાં લીક થઈ ગયા છે. આ સ્માર્ટફોનમાં 50mp નો મુખ્ય કેમેરો, AMOLED ડિસ્પ્લે અને 5000mAh સુધીની બેટરી આપવામાં આવી શકે છે.જાણો આ બંને સ્માર્ટફોન વિશેની સંપૂર્ણ માહિતી.

Samsung Galaxy A57 અને Galaxy A37 ની લોન્ચ તારીખ

Samsung Galaxy A57 અને Galaxy A37 લોન્ચ તારીખ 25 માર્ચ નક્કી કરવામાં આવી છે. સેમસંગે સત્તાવાર રીતે આ જાહેરાત કરી છે. Samsung Galaxy A57 અને Galaxy A37 ના લગભગ તમામ ફીચર્સ લોન્ચ પહેલા જ રિપોર્ટ્સમાં લીક થઈ ગયા છે. ફોનમાં 120Hz રિફ્રેશ રેટ સાથે 6.7-ઇંચની OLED પેનલ હશે. સુરક્ષા માટે ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવશે. આ સ્માર્ટફોનમાં 5000mAh ની બેટરી હશે, જે 45W ના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે. કંપની આ ફોનના કેમેરાના પાછળના ભાગમાં 50mp નો ટ્રિપલ કેમેરા સેટઅપ ઓફર કરી શકે છે.

સેમસંગ ગેલેક્સી A57 ના ફીચર્સ (સંભવિત)

સેમસંગ ગેલેક્સી A57 માં મેટલ યુનિબોડી છે. ફોન 6.9mm જાડા અને 179 ગ્રામ વજનનો છે. બેઝલ્સ પાતળા હોવાનું કહેવાય છે. કંપની કેમેરા પર ધ્યાન કેન્દ્રિત કરશે. પાછળના કેમેરામાં 50mp નો મુખ્ય કેમેરો, 4K સપોર્ટ સાથે 12mp નો અલ્ટ્રાવાઇડ કેમેરા સામેલ હોવાની અપેક્ષા છે. ત્રીજો કેમેરા 5mp નો મેક્રો લેન્સ હોઈ શકે છે. ફ્રન્ટ કેમેરા 12mp નો હોવાની અપેક્ષા છે. ફોન એન્ડ્રોઇડ 16-બેસ્ડ One UI 8.5 પર ચાલશે તેવું કહેવાય છે. તેમાં AI સર્ચ ફીચર પણ હશે. કંપની Exynos 1680 ચિપસેટ પ્રદાન કરી શકે છે. કૂલિંગ સેટઅપ પણ પ્રદાન કરી શકાય છે.

સેમસંગ ગેલેક્સી A37 ના ફીચર્સ (સંભવિત)

ગેલેક્સી A37 ના ફીચર્સ પણ રિપોર્ટ્સમાં લીક થઈ ગયા છે. ગેલેક્સી A37 માં Exynos 1480 નું પ્રોસેસર જોવા મળી શકે છે. ફોનમાં 50mp નો મુખ્ય કેમેરા સાથે ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ હોવાની અપેક્ષા છે. OIS સપોર્ટ પણ અપેક્ષિત છે. ફોનમાં 8mp નો અલ્ટ્રાવાઇડ કેમેરા અને 5mp નો મેક્રો કેમેરા પણ સામેલ હોઈ શકે છે. ફોનમાં 45W ચાર્જિંગ સપોર્ટ સાથે 5000mAh બેટરી હશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now