Home Gujarat Girl Dies In Accident On Bhayli Road Vadodara

વડોદરાના ભાયલી રોડ પર અકસ્માત : મોપેડ પરથી કાબૂ ગુમાવતા ડિવાઈડર સાથે અથડાઈ 20 વર્ષીય યુવતીનું મોત, સારવાર પહેલાં જ દમ તોડ્યો

વડોદરાના ભાયલી રોડ પર અકસ્માત
Published by: Offbeat Team
| Last Updated: Jan 05, 2026, 05:20 PM IST

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ભાયલી રોડ પર એક ગમખ્વાર અને કમકમાટીભર્યો અકસ્માત સર્જાયો હતો, જેમાં ગંભીર રીતે ઘાયલ મોપેડ સવાર 20 વર્ષીય યુવતીનું હોસ્પિટલ પહોંચતા પહેલાં જ રસ્તામાં મોત નીપજ્યું હતું. આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.

મળતી માહિતી અનુસાર, ભાયલી રોડ પર પ્રિયા ટોકીઝ અને શેલ પેટ્રોલ પંપની નજીક રહેતી 20 વર્ષીય નેત્રા હિમાંશુ વ્યાસ મોપેડ પર જઈ રહી હતી. દરમિયાન અચાનક મોપેડ પરથી તેનો કાબૂ છૂટી જતાં વાહન સીધું જ રોડના ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાયું હતું. ટક્કર એટલી ભયાનક હતી કે મોપેડનો કુરચો બોલી ગયો હતો અને નેત્રાને માથા સહિત શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.

અકસ્માત થતાં જ આસપાસથી પસાર થતાં વાહનચાલકો અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તરત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત નેત્રાને સારવાર માટે ગોત્રી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, રસ્તામાં જ તેની હાલત વધુ બગડતાં હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ નેત્રાએ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ માં ફરજ પરના તબીબોએ તપાસ બાદ તેને મૃત જાહેર કરતાં પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.

યુવતીના અચાનક અવસાનની જાણ થતા પરિવારના સભ્યો હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા. આ ગોઝારા અકસ્માતને પગલે ભાયલી રોડ પર થોડા સમય માટે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી, જેને પોલીસે નિયંત્રિત કરી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માત અંગે તપાસ શરૂ કરી હતી.

શહેરમાં સતત વધી રહેલા માર્ગ અકસ્માતો ફરી એકવાર ચિંતાજનક બન્યા છે. ખાસ કરીને પશ્ચિમ વિસ્તારના વ્યસ્ત માર્ગો પર વાહનચાલકો દ્વારા ગતિમર્યાદાનું પાલન અને સાવચેતી રાખવાની જરૂરિયાત ઊભી થઈ છે. આ દુર્ઘટનાએ એક યુવાન જીવન અચાનક છીનવી લીધું હોવાનું દુઃખ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ગુજરાતમાં આગામી દિવસોમાં વધશે ગરમીનો પારો: કમોસમી વરસાદની ઘાત ટળી

ગુજરાતમાં આગામી દિવસોમાં વધશે ગરમીનો પારો

જંબુસર હાઈવે પર ત્રાટક્યો કાળમુખો ટ્રક: બસ સ્ટેન્ડ પાસે ઊભેલા શ્રમિક પરિવારને કચડ્યો, 11 વર્ષની બાળકીનું મોત

જંબુસર હાઈવે પર ત્રાટક્યો કાળમુખો ટ્રક

અમરેલીમાં વિકાસનો મહાકુંભ: CM ભૂપેન્દ્ર પટેલે રૂ. 700 કરોડના 24 પ્રોજેક્ટ્સનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત!

અમરેલીમાં વિકાસનો મહાકુંભ

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની જ્વાળામાં ગુજરાતનો એક્સપોર્ટ ઉદ્યોગ: 5,500 કન્ટેનરો વિદેશી પોર્ટ પર અટવાયા, કરોડોનું નુકસાન!

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની જ્વાળામાં ગુજરાતનો એક્સપોર્ટ ઉદ્યોગ

આવતા આઠવાડિયે ગુજરાત પ્રવાસે આવશે કેજરીવાલ અને ભગવંત માન: શું સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનું પ્લાન? AAPના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ આપી જાણકારી

આવતા આઠવાડિયે ગુજરાત પ્રવાસે આવશે કેજરીવાલ અને ભગવંત માન

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નિધન: અચાનાક પૂર્વ કાયદા મંત્રી ઉદેસિંહ બારીયાના નિધનથી સ્થાનિક રાજકારણમાં શોકનું મોજું!

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નિધન

ચૂંટણી પહેલા પાટીદારોનું મહાસંમેલન: "જંગ માટે તૈયાર રહેજો", પરસોત્તમ રૂપાલાનું ઈશ્વરિયાથી સમાજને આહવાન

ચૂંટણી પહેલા પાટીદારોનું મહાસંમેલન
Play Video

81 બોલમાં 14 છગ્ગા, 21 ચોગ્ગા, 193 રન ફટકાર્યા! ક્રિકેટનો નવો 'ધુરંધર': તોડી શકે છે ક્રિસ ગેલનો રેકોર્ડ, આ ટૂંક સમયમાં ટીમ ઇન્ડિયામાં રમતો દેખાશે આ ગુજરાતી છોકરો

81 બોલમાં 14 છગ્ગા, 21 ચોગ્ગા, 193 રન ફટકાર્યા! ક્રિકેટનો નવો 'ધુરંધર'

સાણંદ-વિરમગામ હાઇવે પર કાળમુખું પાણી: ખાડાનું પાણી પીતા જ 33 ઘેટાં-બકરાના ટપોટપ મોત, માલધારીઓમાં ભારે રોષ!

સાણંદ-વિરમગામ હાઇવે પર કાળમુખું પાણી
Play Video

ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર; ચૂંટણી પહેલાં જ કોંગ્રેસને મોટો ઝટકો: ગેનીબેન ઠાકોરના ગઢમાં ગાબડું, ભાજપમાં જોડાયા વાવ-થરાદના કોંગ્રેસના મોટા નેતાઓ

ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર; ચૂંટણી પહેલાં જ કોંગ્રેસને મોટો ઝટકો

"મારી કે મુહિસની ઉપર કંઈ પણ થયું તો જવાબદાર મારો પરિવાર": રાજુલાની નેહાનો ચોંકાવનારો વીડિયો વાયરલ

"મારી કે મુહિસની ઉપર કંઈ પણ થયું તો જવાબદાર મારો પરિવાર"
Play Video

સુરેન્દ્રનગર હાઇવે પર વહેલી સવારે કાળમુખો અકસ્માત: 2 ના કરુણ મોત, 4 ઇજાગ્રસ્ત!

સુરેન્દ્રનગર હાઇવે પર વહેલી સવારે કાળમુખો અકસ્માત

Earthquake; શું જાપાન જેવી થશે ગુજરાતની હાલત?: કેમ વારંવાર ધ્રૂજી રહી છે ધરા? જાણો ગુજરાતના કયા જિલ્લાઓમાં છે ભૂંકપનું સૌથી વધુ જોખમ

Earthquake; શું જાપાન જેવી થશે ગુજરાતની હાલત?

છોટાઉદેપુર કેન્સર હોસ્પિટલના દરવાજે તાંત્રિક વિધિ: મૃતકનો 'જીવ લેવા' મંત્રોચ્ચાર અને અગ્નિ પ્રગટાવાતા ભારે ફાળ!

છોટાઉદેપુર કેન્સર હોસ્પિટલના દરવાજે તાંત્રિક વિધિ

યોગ ગુરુ પ્રદીપ ક્યાંથી નકલી નોટ છાપતાં શીખ્યો?: સુરત નકલી નોટ કૌભાંડ કેસમાં મોટો વળાંક

યોગ ગુરુ પ્રદીપ ક્યાંથી નકલી નોટ છાપતાં શીખ્યો?

એક સાથે ત્રણ મુસીબતો આવશે, આ વખતે આવી બન્યું સમજો!: વરસાદ, વાવાઝોડા અને તોફાની પવનની અંબાલાલ પટેલની ખતરનાક આગાહી

એક સાથે ત્રણ મુસીબતો આવશે, આ વખતે આવી બન્યું સમજો!
Play Video

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે": વડોદરામાં હર્ષ સંઘવીની ગર્જના, 725 કરોડના વિકાસકાર્યોની ભેટ

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે"
Play Video

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર: વર્ષ 2023-24 ની વર્ગ 1 અને 2 ની ભરતીના ઇન્ટરવ્યૂની તારીખો જાહેર, જાણો ક્યારથી શરૂ થશે પ્રક્રિયા

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર
Play Video

ગુજરાતના માછીમારોની જીત: ડીઝલમાં ભાવ વધારો કેન્દ્ર સરકારે પાછો ખેંચ્યો, જૂના રાહત દરે જ મળશે જથ્થો

ગુજરાતના માછીમારોની જીત
Play Video

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ: રોગી કલ્યાણ સમિતિના નામે લાખોની ઉચાપત, નશાબંધી વિભાગના ક્લાર્ક સહિત 3 સામે ગુનો

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ