Ahmedabad Fire Incident : અમદાવાદના નરોડા રોડ પર મેમ્કો પાસે આવેલા અંબિકા એસ્ટેટમાં આવેલી અંબિકા લાકડાની ફેક્ટરીમાં આજે અચાનક ભયાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગવાની ઘટનાથી આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 8 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી.
ત્રણ લોકોનું રેસ્ક્યુ કરાયું
પ્રાથમિક માહિતી મુજબ ફેક્ટરીમાં લગભગ પાંચ જેટલા લોકો ફસાયા હોવાની માહિતી મળી હતી. આગ દરમિયાન ફેક્ટરીમાં ફસાયેલા ત્રણ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાંથી ત્રણેયની હાલત ગંભીર હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું હતું. ફસાયેલા પૈકી એક વ્યક્તિને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ફાયર બ્રિગેડએ આગ પર કાબૂ મેળવવા કામગીરી હાથધરી
આગ લાગવાના કારણો અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જ્યારે ફાયર બ્રિગેડ દ્વારા આગ સંપૂર્ણ રીતે કાબૂમાં લેવા માટે સતત પ્રયત્નો ચાલુ રાખવામાં આવ્યા હતા.





















