Home Gujarat City Bus Falls Into A Rain Gutter In Vadodara One Woman Dies 5 Passengers Injured

વડોદરાના વાઘોડિયા રોડ પર સીટી બસને નડ્યો અકસ્માત : ટ્રેલર સાથે ભટકાઈ સીટી બસ વરસાદી કાંસમાં ખાબકી ,મહિલા મુસાફરનું મોત,અનેક ઘાયલ

વડોદરાના વાઘોડિયા રોડ પર સીટી બસને નડ્યો અકસ્માત
Published by: Offbeat Team
| Last Updated: Jan 05, 2026, 05:40 PM IST

વાઘોડિયા રોડ પર રવાલ ચોકડી નજીક આજે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આજવા–નિમેટા રોડ પર રવાલ ક્રોસિંગ પાસે વળાંક લઈ રહેલા ટેલર સાથે પાછળથી આવતી સીટી બસ અથડાતાં બસ રોડની બાજુની વરસાદી કાંસમાં ખાબકી ગઈ હતી. બસમાં મુસાફરી કરી રહેલી એક મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું, જ્યારે ચારથી પાંચ જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, સીટી બસ વડોદરાથી આજવા તરફ જઈ રહી હતી. બસમાં અંદાજે 15 જેટલા મુસાફરો સવાર હતા. રવાલ ક્રોસિંગ નજીક રસુલાબાદ તરફના વળાંકમાં આગળ જઈ રહેલ ટેલર વળાંક લઈ રહ્યો હતો, તે દરમિયાન પાછળથી આવતી બસના ચાલકે બેફામ ઝડપે બસ હંકારતા ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરિણામે બસ ટેલરના પાછળના ભાગે જોરદાર રીતે અથડાઈ હતી. અથડામણ બાદ બસનું સંતુલન બગડતાં તે રોડની બાજુમાં આવેલી વરસાદી કાંસમાં ખાબકી ગઈ હતી, જેના કારણે બસમાં બેઠેલા મુસાફરોની ચીચીયારીઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.

બસમાં ડ્રાઈવર સીટ નજીક બેઠેલી એક વૃદ્ધ મહિલાને ચહેરા અને માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. મહિલાનું મોઢું ગંભીર રીતે છુંદાઈ જતાં ઘટનાસ્થળે જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે બસમાં બેઠેલા અન્ય પાંચથી સાત મુસાફરોને હાથ, પગ અને શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ પહોંચી હતી.

ઘટનાની જાણ થતાં સ્થાનિક રાહદારીઓએ તાત્કાલિક વાઘોડિયા પોલીસ તથા ઇમરજન્સી સેવા 108ને જાણ કરી હતી. થોડી જ વારમાં ઘટનાસ્થળે એક પછી એક એમ્બ્યુલન્સની સાયરનો સંભળાવા લાગી હતી.ઘાયલ મુસાફરોને 108 એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

પોલીસ તપાસમાં અકસ્માતમાં મોતને ભેટેલી મહિલાની ઓળખ વાઘોડિયાના જુના રામપુરા વિસ્તારમાં રહેતા ચંપાબેન મહેશભાઈ વસાવા તરીકે થઈ હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો હતો. અકસ્માત બાદ બસનો ચાલક અને કંડકટર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. ટેલર ટ્રકના ચાલક ક્રિષ્નાસિંગ તીર્થરાજસિંહ ચૌહાણ મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. વાઘોડિયા પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ગુજરાતમાં આગામી દિવસોમાં વધશે ગરમીનો પારો: કમોસમી વરસાદની ઘાત ટળી

ગુજરાતમાં આગામી દિવસોમાં વધશે ગરમીનો પારો

જંબુસર હાઈવે પર ત્રાટક્યો કાળમુખો ટ્રક: બસ સ્ટેન્ડ પાસે ઊભેલા શ્રમિક પરિવારને કચડ્યો, 11 વર્ષની બાળકીનું મોત

જંબુસર હાઈવે પર ત્રાટક્યો કાળમુખો ટ્રક

અમરેલીમાં વિકાસનો મહાકુંભ: CM ભૂપેન્દ્ર પટેલે રૂ. 700 કરોડના 24 પ્રોજેક્ટ્સનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત!

અમરેલીમાં વિકાસનો મહાકુંભ

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની જ્વાળામાં ગુજરાતનો એક્સપોર્ટ ઉદ્યોગ: 5,500 કન્ટેનરો વિદેશી પોર્ટ પર અટવાયા, કરોડોનું નુકસાન!

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની જ્વાળામાં ગુજરાતનો એક્સપોર્ટ ઉદ્યોગ

આવતા આઠવાડિયે ગુજરાત પ્રવાસે આવશે કેજરીવાલ અને ભગવંત માન: શું સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનું પ્લાન? AAPના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ આપી જાણકારી

આવતા આઠવાડિયે ગુજરાત પ્રવાસે આવશે કેજરીવાલ અને ભગવંત માન

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નિધન: અચાનાક પૂર્વ કાયદા મંત્રી ઉદેસિંહ બારીયાના નિધનથી સ્થાનિક રાજકારણમાં શોકનું મોજું!

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નિધન

ચૂંટણી પહેલા પાટીદારોનું મહાસંમેલન: "જંગ માટે તૈયાર રહેજો", પરસોત્તમ રૂપાલાનું ઈશ્વરિયાથી સમાજને આહવાન

ચૂંટણી પહેલા પાટીદારોનું મહાસંમેલન
Play Video

81 બોલમાં 14 છગ્ગા, 21 ચોગ્ગા, 193 રન ફટકાર્યા! ક્રિકેટનો નવો 'ધુરંધર': તોડી શકે છે ક્રિસ ગેલનો રેકોર્ડ, આ ટૂંક સમયમાં ટીમ ઇન્ડિયામાં રમતો દેખાશે આ ગુજરાતી છોકરો

81 બોલમાં 14 છગ્ગા, 21 ચોગ્ગા, 193 રન ફટકાર્યા! ક્રિકેટનો નવો 'ધુરંધર'

સાણંદ-વિરમગામ હાઇવે પર કાળમુખું પાણી: ખાડાનું પાણી પીતા જ 33 ઘેટાં-બકરાના ટપોટપ મોત, માલધારીઓમાં ભારે રોષ!

સાણંદ-વિરમગામ હાઇવે પર કાળમુખું પાણી
Play Video

ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર; ચૂંટણી પહેલાં જ કોંગ્રેસને મોટો ઝટકો: ગેનીબેન ઠાકોરના ગઢમાં ગાબડું, ભાજપમાં જોડાયા વાવ-થરાદના કોંગ્રેસના મોટા નેતાઓ

ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર; ચૂંટણી પહેલાં જ કોંગ્રેસને મોટો ઝટકો

"મારી કે મુહિસની ઉપર કંઈ પણ થયું તો જવાબદાર મારો પરિવાર": રાજુલાની નેહાનો ચોંકાવનારો વીડિયો વાયરલ

"મારી કે મુહિસની ઉપર કંઈ પણ થયું તો જવાબદાર મારો પરિવાર"
Play Video

સુરેન્દ્રનગર હાઇવે પર વહેલી સવારે કાળમુખો અકસ્માત: 2 ના કરુણ મોત, 4 ઇજાગ્રસ્ત!

સુરેન્દ્રનગર હાઇવે પર વહેલી સવારે કાળમુખો અકસ્માત

Earthquake; શું જાપાન જેવી થશે ગુજરાતની હાલત?: કેમ વારંવાર ધ્રૂજી રહી છે ધરા? જાણો ગુજરાતના કયા જિલ્લાઓમાં છે ભૂંકપનું સૌથી વધુ જોખમ

Earthquake; શું જાપાન જેવી થશે ગુજરાતની હાલત?

છોટાઉદેપુર કેન્સર હોસ્પિટલના દરવાજે તાંત્રિક વિધિ: મૃતકનો 'જીવ લેવા' મંત્રોચ્ચાર અને અગ્નિ પ્રગટાવાતા ભારે ફાળ!

છોટાઉદેપુર કેન્સર હોસ્પિટલના દરવાજે તાંત્રિક વિધિ

યોગ ગુરુ પ્રદીપ ક્યાંથી નકલી નોટ છાપતાં શીખ્યો?: સુરત નકલી નોટ કૌભાંડ કેસમાં મોટો વળાંક

યોગ ગુરુ પ્રદીપ ક્યાંથી નકલી નોટ છાપતાં શીખ્યો?

એક સાથે ત્રણ મુસીબતો આવશે, આ વખતે આવી બન્યું સમજો!: વરસાદ, વાવાઝોડા અને તોફાની પવનની અંબાલાલ પટેલની ખતરનાક આગાહી

એક સાથે ત્રણ મુસીબતો આવશે, આ વખતે આવી બન્યું સમજો!
Play Video

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે": વડોદરામાં હર્ષ સંઘવીની ગર્જના, 725 કરોડના વિકાસકાર્યોની ભેટ

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે"
Play Video

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર: વર્ષ 2023-24 ની વર્ગ 1 અને 2 ની ભરતીના ઇન્ટરવ્યૂની તારીખો જાહેર, જાણો ક્યારથી શરૂ થશે પ્રક્રિયા

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર
Play Video

ગુજરાતના માછીમારોની જીત: ડીઝલમાં ભાવ વધારો કેન્દ્ર સરકારે પાછો ખેંચ્યો, જૂના રાહત દરે જ મળશે જથ્થો

ગુજરાતના માછીમારોની જીત
Play Video

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ: રોગી કલ્યાણ સમિતિના નામે લાખોની ઉચાપત, નશાબંધી વિભાગના ક્લાર્ક સહિત 3 સામે ગુનો

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ