logo-img
Chatgpt Group Chat Feature Launch

હવે ChatGPTમાં ચેટ પણ કરી શક્શે યુઝર્સ : આવશે ગ્રુપચેટનું ઑપ્શન, ચાલી રહ્યું છે ટેસ્ટિંગ

હવે ChatGPTમાં ચેટ પણ કરી શક્શે યુઝર્સ
Published by: Offbeat Team
| Last Updated: Nov 14, 2025, 04:30 PM IST

OpenAI હવે ChatGPT ને એક નવા મોડમાં રજૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. કંપની એવી સુવિધા લાવી રહી છે જે યુઝર્સને તેમના મિત્રો અને પરિવાર સાથે એકસાથે સંવાદ કરવાની તક આપશે. આ નવું ફીચર એક કોમન ચેટ સ્પેસ તરીકે કાર્ય કરશે જ્યાં બધાને પોતાના વિચારો મૂકવાની મંજૂરી રહેશે અને ChatGPT માર્ગદર્શક તરીકે જોડાયેલ રહેશે. હાલમાં આ સુવિધા ન્યુઝીલેન્ડ જાપાન દક્ષિણ કોરિયા અને તાઇવાનમાં ટેસ્ટ કરવામાં આવી રહી છે.

આ ફીચરનો ઉપયોગ કરવા ChatGPT પર દેખાતા લોકોના આઇકોન પર ટેપ કરીને નવી ગ્રુપ ચેટ બનાવી શકાય છે. જો ચાલુ ચેટ દરમિયાન કોઇ નવા સભ્યને ઉમેરવામાં આવે છે તો ChatGPT પ્રાઈવસી જાળવવા માટે મૂળ સંવાદની એક અલગ નકલ તૈયાર કરે છે. આમંત્રણ માટે લિંક મોકલીને પણ અન્ય યુઝર્સને જોડાવી શકાય છે અને એક ગ્રુપમાં મહત્તમ 20 લોકો જોડાઈ શકે છે. ચેટમાં પ્રથમ વખત પ્રવેશતી વખતે નામ યુઝરનેમ અને ફોટો ઉમેરવાની પ્રોફાઇલ સેટ કરવાની જરૂર પડે છે. સાઇડબારમાં ખાસ વિભાગ મારફતે ગ્રુપ ચેટને સરળતાથી શોધી શકાશે.

ગ્રુપ ચેટ શરૂ થતા ChatGPT વિવિધ પ્રકારની સહાય પૂરી પાડી શકે છે. વીકએન્ડ ટ્રિપનું આયોજન કરવું હોય અથવા જરૂરી વસ્તુઓની યાદી બનાવવાની મદદ જોઈએ ત્યારે તે માર્ગદર્શન આપશે. ગ્રુપમાં જોડાયેલા યુઝર્સ તેને વિચારો અને સૂચનો માટે ટેગ કરીને મદદ લઈ શકે છે. OpenAI એ ChatGPT ને એવી રીતે તૈયાર કર્યો છે કે તે સંવાદ દરમ્યાન ક્યારે પ્રતિભાવ આપવો અને ક્યારે મૌન રહેવું તેની પસંદગી સમજદારીથી કરી શકે. જરૂર પડે ત્યારે તે ઇમોજી દ્વારા પણ પ્રતિભાવ આપી શકે છે અને યુઝર્સ ઇચ્છે ત્યારે તેને સીધો ઉલ્લેખ કરીને જવાબ મેળવી શકે છે.

આ સુવિધામાં પ્રાઈવસી પર વિશેષ ધ્યાન અપાયું છે. ગ્રુપ ચેટ્સને વ્યક્તિગત ચર્ચાઓથી સંપૂર્ણપણે જુદા રાખવામાં આવી છે અને ChatGPT ગ્રુપ ચર્ચાઓમાં પર્સનલ મેમરીનો ઉપયોગ નહીં કરે. નાબાલિક યુઝર્સને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ સામગ્રી ફિલ્ટર કરવાની સુવિધા છે અને માતાપિતા ઇચ્છે તો આ ફીચર પૂરેપૂરું નિષ્ક્રિય પણ કરી શકે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now