logo-img
Big Price Cut For Tata Punch After Gst Reduction

GST ના ઘટાડા પછી Tata Punch ની કિંમતમાં મોટો ઘટાડો! : જાણો ડિઝાઇન, એન્જિન, સેફટી, ફીચર્સ અને માઈલેજની માહિતી

GST ના ઘટાડા પછી Tata Punch ની કિંમતમાં મોટો ઘટાડો!
Published by: Offbeat Team
| Last Updated: Sep 05, 2025, 11:46 AM IST

GST New Rate 2025: દેશની સૌથી લોકપ્રિય અને સસ્તી કોમ્પેક્ટ SUV Tata Punch છે. કારણ કે તે ઓછી કિંમતે SUV જેવો દેખાવ અને સુવિધાઓ આપે છે. પરંતુ તાજેતરના GST ઘટાડાથી તે ગ્રાહકો માટે વધુ સસ્તી બની ગઈ છે. જાણો આ કાર GST ના ઘટાડા પછી કાર કેટલી સસ્તી થશે?

GST ઘટાડા પછી Tata Punch કેટલી સસ્તી થશે?

પહેલા Tata Punch પર 28% GST લાગુ હતો. આનો અર્થ એ થયો કે, વાસ્તવિક કિંમતમાં ટેક્સ ઉમેર્યા પછી, શરૂઆતની કિંમત 6 લાખ રૂપિયા સુધી પહોંચતી હતી. જો આ ટેક્સ દૂર કરવામાં આવે તો પંચની કિંમત લગભગ 4,68,750 રૂપિયા થઈ જશે. નવા GST દર 22 સપ્ટેમ્બર 2025 થી લાગુ થશે. હવે 28% ને બદલે, ફક્ત 18% GST ચૂકવવો પડશે. આનો અર્થ એ થયો કે, ગ્રાહક પર ટેક્સનો બોજ ઓછો થશે અને શરૂઆતના મોડલની કિંમત લગભગ 5,53,125 રૂપિયા થશે. આ રીતે, નવરાત્રી અને તહેવારોની સિઝન દરમિયાન Tata Punch પહેલા કરતા હજારો રૂપિયા સસ્તામાં ઉપલબ્ધ થશે.

Tata Punch ની ડિઝાઇન કેવી છે?

Tata Punch તેના મજબૂત અને SUV સ્ટાઇલના લુક માટે જાણીતી છે. તેનો બાહ્ય ભાગ Tata Harrier અને Safari જેવી મોટી SUVs થી પ્રેરિત છે. આગળના ભાગમાં સ્પ્લિટ હેડલેમ્પ્સ, LED DRLs અને પ્રોજેક્ટર હેડલેમ્પ્સ આપવામાં આવ્યા છે. બાજુથી જોવામાં આવે તો, ચોરસ વ્હીલ કમાનો, કાળો ક્લેડીંગ અને 16-ઇંચના ડાયમંડ-કટ એલોય વ્હીલ્સ તેને વધુ સ્પોર્ટી બનાવે છે. પાછળના ભાગમાં, LED ટેલ લેમ્પ્સ અને છત પર માઉન્ટેડ સ્પોઇલર કારને પ્રીમિયમ ફિનિશ આપે છે.

Punch નો ઇન્ટીરીયર ભાગ

Punch નું ઇન્ટીરીયરમાં ડ્યુઅલ-ટોન બ્લેક અને ગ્રે થીમમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે તેને મોર્ડન અને વિશાળ જગ્યા ધરાવતો લુક આપે છે. ડેશબોર્ડ પર 10.25 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ ઇન્સ્ટોલ છે, જે નવા યુગની જરૂરિયાતોને પૂર્ણ કરે છે. આ ઉપરાંત, સેમી-લેથરેટ સીટ કોન્ટ્રાસ્ટ સ્ટીચિંગ સાથે આપવામાં આવી છે. આરામ અને સુવિધા માટે ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, ક્રુઝ કંટ્રોલ અને વોઇસ-ઓપરેટેડ સનરૂફ પણ સામેલ છે.

Tata Punch સેફટી અને ફીચર્સ

Tata Punch સલામતીની દ્રષ્ટિએ પણ મજબૂત છે. તેને ગ્લોબલ NCAP તરફથી 5-સ્ટાર પ્રોટેક્શન અને 4-સ્ટાર બાળ સેફટી રેટિંગ મળ્યું છે. તેમાં ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, ABS અને EBD, રિવર્સ પાર્કિંગ સેન્સર, રીઅર વ્યૂ કેમેરા અને ISOFIX ચાઇલ્ડ સીટ એન્કર છે. ઉપરાંત, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (iTPMS) જેવા ફીચર્સ પણ ઉપલબ્ધ છે.

એન્જિન અને માઈલેજ

Tata Punch માં 1.2-લિટર Revotron પેટ્રોલ એન્જિન છે, જે 87bhp પાવર અને 115Nm ટોર્ક જનરેટ કરે છે. તે 5-સ્પીડ મેન્યુઅલ અને AMT ગિયરબોક્સ બંને સાથે ખરીદી શકાય છે. તેના CNG વેરિઅન્ટમાં, એન્જિન 72bhp પાવર અને 103Nm ટોર્ક આપે છે. કંપનીનો દાવો છે કે CNG વર્ઝનનું માઈલેજ 26.99 કિમી/કિલોગ્રામ સુધી જાય છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now