આપણે એવી ઘણી ફિલ્મોમાં જોયુ છે કે કાર હવામાં ઉડતી હોય છે.... આવા દ્રશ્યો જોઈને આપણા મનમાં એવું પણ થાય છે કે કાશ!.... આપણી પાસે એવી કાર હોય જે હવામાં ઉડવા લાગે..... ઘણીવાર લાંબા ટ્રાફિકજામમાં આપણે ફસાયા હોય ત્યારે પણ એવો વિચાર આવે કે- જો મારી કાર ઉડતી હોત તો કેટલી શાંતિ થઈ જાત... આવા વિચારોને આપણે પાછા પણ વાળી દેતા હોઈએ છીએ... કારણકે આપણે એવું માનીએ છીએ કે આવું ફિલ્મોમાં અને કલ્પનાઓમાં થાય... વિમાન-હેલિકોપ્ટર હવામાં ઉડે ત્યા સુધી બરાબર છે, બાકી આ કાર-સ્કૂટર તો હવામાં ના ઉડે.... પરંતુ જે તમને કલ્પના લાગતી હતી, હવે તે હકીકત બની ગઈ છે.....
આપણે એકથી એક ચડિયાતી કાર વિશે સાંભળતા આવ્યા છીએ કે આ કાર તો રસ્તા પર હવામાં વાત કરતા સડસડાટ ભાગે છે... કોઈ કાર હવામાં તેજ ગતિએ ચાલે ત્યારે આપણે આવું બોલીએ છીએ, પરંતુ તમે ક્યારેય સાચ્ચે જ કોઈ કારને હવામાં ઉડતી જોઈ છે? અથવા તેના વિશે સાંભળ્યું છે?... જો તમારો જવાબ ના છે.... તો અમે તમને જે બતાવવા જઈ રહ્યા છે, તે જોઈને તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં આવે....
હવામાં ઉડતી કાર જોઈ સૌ હેરાન
સોશિયલ મીડિયામાં કેટલાક વીડિયો વાયરલ થયા છે, આ વીડિયોમાં જોઈ શકાય છે કે કાર હવામાં ઉડી રહી છે... જેમ વિમાન રનવે પર દોડે અને પછી ઉડાન ભરે.... તેમ અહીં કાર થોડી દોડે અને તે બાદ હવામાં ઉડવા લાગે છે... આ વીડિયો જેને જોયો તે હેરાન થઈ રહ્યો છે, તેના મનમાં સવાલ ઉઠી રહ્યા છે કે કાર કેવી રીતે ઉડવા લાગી?... રસ્તા પર દોડતી ઈલેકટ્રિક કાર અચાનક હવામાં જઈને ઉડવા લાગે છે...
આ વીડિયો અમેરિકન કંપની એલેફ
એરોનોટિક્સના સોશિયલ મીડિયા પેજ પર શેર કરવામાં આવ્યો છે... કાર ટેસ્ટિંગનો આ વીડિયો સોશિયલ મીડિયામાં
જબરદસ્ત વાયરલ થયો છે... તમે વીડિયોમાં જે
કાર જોઈ રહ્યા છો તે પ્રોટોટાઈપ છે જેને એલેફ મોડલ ઝીરો નામ આપવામાં આવ્યું છે... આ પ્રકારની કાર જો સફળ થાય તો તેને
ઓટોમોબાઈલ ક્ષેત્રમાં મોટી ક્રાંતિ તરીકે જોવામાં આવશે.. આ અનોખી કારનું પરીક્ષણ
કેલિફોર્નિયામાં એક સુરક્ષિત અને બંધ રસ્તા પર કરવામાં આવ્યું... હાલ આ કંપની કારનું ટ્રાયલ રન કરી રહી છે,
જો આ કાર તમામ પરિમાણોમાં પાસ થાય તો કંપની
તેના કોમર્શિયલ મોડલને પણ લોન્ચ કરી શકે છે....
આવું પહેલીવાર જોવા મળી રહ્યુ છે જ્યારે કોઈ કાર રસ્તા પરથી સીધી હવામાં
ઉડવા લાગે...
કારની ખાસિયતો જાણી લો
આ કારની ખાસિયતો પર કંપની કહી રહી છે કે ભવિષ્યમાં આ પ્રકારની કાર ટ્રાફિકજામથી બચવા માટેના શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થશે... એલેફ એરોનોટિક્સના દાવા મુજબ તેમણે દુનિયાની પહેલી એવી કાર બનાવી જે રસ્તા પર દોડી શકે છે અને હવામાં ઉડાન પણ ભરી શકે છે... કંપનીના દાવા મુજબ આ કાર રસ્તા પર 320 કિમી સુધી ચલાવી શકાશે તો તેની ઉડાન ક્ષમતા 177 કિમી સુધીની રહેશે... હાલ આ કારમાં બે લોકો માટે જ બેસવાની સુવિધા છે, જેને ઓટોપાયલોટ મોડમાં પણ ચલાવી શકાશે... કારમાં 8 રોટર લાગ્યા છે, જેની મદદથી કારને હવામાં ઉડાવી શકાય છે...
કેટલામાં મળશે ઉડતી કાર?
જો આ કારનો કોમર્શિયલ લોન્ચ થાય તો તેની અંદાજિત કિંમત 2.5 કરોડ રૂપિયાથી વધારે હોઈ શકે છે... મહત્વનું છે કે આ કંપનીને 3,300થી વધુ પ્રિ ઓર્ડર મળી ચૂક્યા છે.... એડવાન્સ ઈન્કવાયરી જોઈને અંદાજો મેળવી શકાય છે કે લોકોમાં આ ઉડતી કારને લઈ કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે... હાલ તો સોશિયલ મીડિયા પર ઉડતી કારને લઈ સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારની પ્રતિક્રિયાઓ મળી રહી છે.... પરંતુ પ્રોટોટાઈપ કાર પણ ઉડતી હોય તો તે મોટી ઉપલબ્ધિ છે, આ વાતને નકારી શકાય નહીં..




















