Australia vs England Ashes Series: ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની એશિઝ સીરિઝ 21 નવેમ્બરથી શરૂ થવાની છે. ઓસ્ટ્રેલિયાએ આ પાંચ મેચની સીરિઝની પ્રથમ ટેસ્ટ મેચ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. પેટ કમિન્સ પ્રથમ ટેસ્ટમાં કેપ્ટન તરીકે જોવા મળશે નહીં. પેટ કમિન્સ ઈજાને કારણે બહાર થઈ ગયા છે. ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં સ્ટીવ સ્મિથ ફરીથી ઓસ્ટ્રેલિયન ટીમની કેપ્ટનસી કરશે. માર્નસ લાબુશેન પણ ટેસ્ટ ટીમમાં ફરીથી આવશે.
પ્રથમ એશિઝ ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયા ટીમ: સ્ટીવ સ્મિથ (કેપ્ટન), સીન એબોટ, સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી (વિકેટકીપર), બ્રેન્ડન ડોગેટ, કેમેરોન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લ્યોન, મિશેલ સ્ટાર્ક, જેક વેધરલ્ડ અને બ્યુ વેબસ્ટર.
સ્ટીવ સ્મિથને કેપ્ટન બનાવ્યો
સ્ટીવ સ્મિથને એશિઝ સીરિઝની પ્રથમ ટેસ્ટ મેચ માટે કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. પેટ કમિન્સ પણ પ્રથમ ટેસ્ટ માટે ટીમ સાથે પર્થ જઈ શકે છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના પસંદગીકારોને આશા છે કે, પેટ કમિન્સ બીજી ટેસ્ટથી ટીમમાં પાછા ફરી શકે છે. સેમ કોન્સ્ટાસને ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાંથી બહાર રાખવામાં આવ્યો છે. વેસ્ટ ઇન્ડીઝ સીરિઝમાં સેમ કોન્સ્ટાસે સારું પ્રદર્શન કરવામાં સફળ રહ્યો ન હતો. સેમ કોન્સ્ટાસે વેસ્ટ ઇન્ડીઝ સામેની સીરિઝમાં 6 ઇનિંગ્સમાં માત્ર 50 જ રન બનાવ્યા હતા.
એશિઝ સીરિઝનું શેડ્યૂલ
ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની એશિઝ સીરિઝ 21 નવેમ્બર, 2025 થી શરૂ થવાની છે. આ પાંચ મેચની ટેસ્ટ સીરિઝ 4 જાન્યુઆરી, 2026 સુધી ચાલશે. સીરિઝની પહેલી મેચ પર્થમાં રમાશે.
તારીખ | મેચ | સ્થળ |
|---|---|---|
21-25 નવેમ્બર, 2025 | પહેલી ટેસ્ટ | Perth Stadium, Perth |
4-8 ડિસેમ્બર, 2025 | બીજી ટેસ્ટ | The Gabba, Brisbane |
17-21 ડિસેમ્બર, 2025 | ત્રીજી ટેસ્ટ | Adelaide Oval, Adelaide |
26-30 ડિસેમ્બર, 2025 | ચોથી ટેસ્ટ | MCG, Melbourne |
4-8 જાન્યુઆરી, 2026 | પાંચમી ટેસ્ટ | SCG, Sydney |





















