ACC એશિયા કપ 2025 9 સપ્ટેમ્બરથી દુબઈમાં શરૂ થવા જઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. જ્યાં ટીમમાં કેટલાક ફેરફારો જોવા મળી રહ્યા છે.ભારતીય ટીમ ફેબ્રુઆરી 2025 થી કોઈ T20 મેચ રમી નથી. આ પરિસ્થિતિમાં ક્રિકેટ ફેન્સ આશા રાખી રહ્યા હતા કે ટુર્નામેન્ટથી ટીમ ઈન્ડિયાનો કેમ્પ યોજાઈ શકે છે. આને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. આ સાથે તારીખ પણ બહાર આવી છે.
ACC એશિયા કપ 2025 9 સપ્ટેમ્બરથી ચાલુ થશે
મીડિયા રિપોર્ટ મુજબ ટીમ ઈન્ડિયા 4 કે 5 સપ્ટેમ્બરના રોજ એશિયા કપ 2025 માટે દુબઈ રવાના થશે. આ સાથે એ પણ સામે આવ્યું છે કે ટીમ ઈન્ડિયા ટુર્નામેન્ટ પહેલા કોઈપણ કેમ્પમાં ભાગ લેશે નહીં. IPL પછી બધા ભારતીય ખેલાડીઓ T20 ફોર્મેટમાં રમવાના છે. આ પરિસ્થિતિમાં ફેન્સની નજર ખેલાડીના પ્રદર્શન પર રહેશે. ટીમ ઈન્ડિયા આ ટુર્નામેન્ટ સાથે T20 વર્લ્ડકપ 2026 માટે પણ તૈયારી શરૂ કરશે.
એશિયા કપ માટેની ભારતીય ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, હર્ષિત રાણા.