ICC T20I બેટ્સમેન અને બોલર્સની રેંકિંગ્સ
ભારતીય ક્રિકેટ ટીમ આગામી દિવસોમાં એશિયા કપ રમવાની છે. આ વખતે આ ટુર્નામેન્ટ T20 ફોર્મેટમાં રમાઈ રહી છે. એશિયા કપ 9 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં જાણો કે, ICC T20I રેન્કિંગમાં કેટલા ભારતીય ખેલાડીઓનો સમાવેશ થાય છે. જો આપણે ICC રેન્કિંગ જોઈએ તો, બેટિંગ અને બોલિંગ બંનેમાં ભારતીય ખેલાડીઓનું વર્ચસ્વ છે.
ICC મેન્સ T20I બેટિંગ રેન્કિંગ
ICC ના T20 બેટિંગ રેન્કિંગમાં ટોપ10 માંથી ચાર ભારતીય ખેલાડીઓનો છે. આમાંથી ત્રણ ખેલાડીઓને એશિયા કપ માટે ભારતીય ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યા છે. ભારતના ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્મા ICC મેન્સ T20I બેટિંગ રેન્કિંગમાં ટોપ પર છે. અભિષેક શર્મા 829 રેટિંગ પોઈન્ટ સાથે બેટ્સમેનોની T20 રેન્કિંગમાં નંબર વન છે. તિલક વર્મા 804 રેટિંગ પોઈન્ટ સાથે આ યાદીમાં બીજા નંબર પર છે. ભારતની T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ 739 રેટિંગ પોઈન્ટ સાથે છઠ્ઠા નંબર પર છે. યશસ્વી જયસ્વાલ 673 રેટિંગ પોઈન્ટ સાથે ICC T20 બેટિંગ રેન્કિંગમાં 10મા ક્રમે છે.
ICC મેન્સ T20I બોલિંગ રેન્કિંગ
ICC મેન્સ T20 આંતરરાષ્ટ્રીય બોલિંગ રેન્કિંગમાં ત્રણ ભારતીય બોલરોનો સમાવેશ થાય છે. આ ત્રણ ખેલાડીઓમાંથી બે ખેલાડીઓને એશિયા કપ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. વરુણ ચક્રવર્તી 704 રેટિંગ પોઈન્ટ સાથે ICC T20 બોલિંગ રેન્કિંગમાં 4 નંબર પર છે. રવિ બિશ્નોઈ T20 બોલિંગ રેન્કિંગમાં 674 રેટિંગ પોઈન્ટ સાથે 7મા ક્રમે છે. આ યાદીમાં અર્શદીપ સિંહનું નામ પણ સામેલ છે. અર્શદીપ 653 રેટિંગ પોઈન્ટ સાથે ICC T20 રેન્કિંગમાં 10મા ક્રમે છે.
જાણો કયા ખેલાડીઓ સ્ક્વાડમાં સામેલ નથી
બેટ્સમેન ની વાત કરીએ તો, યશસ્વી જયસ્વાલને એશિયા કપ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. અને બોલિંગમાં વાત કરીએ તો, રવિ બિશ્નોઈને એશિયા કપ 2025 માટે સ્ક્વાડમાં સામેલ કરવામાં આવેલ નથી.