logo-img
Ajinkya Rahane Has Stepped Down As Captain Of The Mumbai Team

Ajinkya Rahane એ મુંબઈ ટીમની કેપ્ટનશીપ છોડી : નવા કેપ્ટનને તૈયાર કરવાનો સમય, રહાણે બાદ નવો કેપ્ટન કોણ?

Ajinkya Rahane એ મુંબઈ ટીમની કેપ્ટનશીપ છોડી
Published by: Offbeat Team
| Last Updated: Aug 21, 2025, 10:45 AM IST

આગામી ઘરેલુ સિઝન પહેલા, અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણેએ મુંબઈની કેપ્ટનશીપ છોડી દીધી છે. 37 વર્ષીય રહાણે માને છે કે, હવે એક નવા ખેલાડીને કેપ્ટન તરીકે તૈયાર કરવો જોઈએ. રહાણેએ સ્પષ્ટતા કરી કે તે ફક્ત કેપ્ટનશીપ છોડી રહ્યો છે, નિવૃત્તિ નહીં. રહાણે ત્રણેય ફોર્મેટમાં મુંબઈ માટે બેટ્સમેન તરીકે રમવાનું ચાલુ રાખશે.

અજિંક્ય રહાણેએ X પર લખ્યું, 'મુંબઈ ટીમની કેપ્ટનશીપ કરવી અને ચેમ્પિયનશિપ જીતવી મારા માટે ખૂબ જ સન્માનની વાત રહી છે. નવી ડોમેસ્ટિક સિઝન પહેલા, મને લાગે છે કે હવે નવા લીડરને તૈયાર કરવાનો સમય છે. તેથી, હું કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો છે. હું એક ખેલાડી તરીકે સંપૂર્ણપણે સમર્પિત રહીશ અને મુંબઈ ક્રિકેટ એસોસિએશન સાથે વધુ ટાઇટલ જીતવાનો પ્રયાસ કરીશ.'

અજિંક્ય રહાણે કેપ્ટનશીપ કેવી હતી?

અજિંક્ય રહાણેની કેપ્ટનશીપ હેઠળ, મુંબઈએ 7 વર્ષ પછી 2023-24 માં રણજી ટ્રોફી જીતી હતી, ત્યારબાદ તેણે ટાઇટલ મેચમાં વિદર્ભને હરાવ્યું હતું. આ ઉપરાંત, મુંબઈની ટીમે અજિંક્ય રહાણેની કેપ્ટનશીપ હેઠળ ઈરાની કપ (2024-25) અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (2022-23) પણ જીતી હતી. રણજી ટ્રોફી 2025-26 15 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. આમાં, મુંબઈની પહેલી મેચ જમ્મુ અને કાશ્મીર સામે હશે. અજિંક્ય રહાણેએ અત્યાર સુધીમાં 201 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 14,000 રન બનાવ્યા છે. રહાણેએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 માં કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) ની કેપ્ટનશીપ કરી હતી, જ્યાં તેણે 13 મેચોમાં 390 રન બનાવ્યા હતા. હવે પ્રશ્ન એ પણ ઊભો થઈ રહ્યો છે કે KKR તેમને IPL 2026 માટે કેપ્ટન તરીકે જાળવી રાખશે કે નહીં.

નવો કેપ્ટન કોણ બનશે?

મુંબઈ પાસે શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, યશસ્વી જયસ્વાલ અને સરફરાઝ ખાન જેવા ખેલાડીઓ છે. યશસ્વી જયસ્વાલ ટીમ ઈન્ડિયામાં ખૂબ જ વ્યસ્ત હોવાથી, પસંદગીકારો ઐયર અથવા સૂર્યકુમારને કેપ્ટન બનાવી શકે છે. શ્રેયસ ઐયર અને સૂર્યકુમાર લાંબા સમયથી ટેસ્ટ ક્રિકેટ રમ્યા નથી.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now