Rohit-Virat: ભારતીય ક્રિકેટ ઇતિહાસના બે સૌથી લોકપ્રિય ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલી, હવે તેમના કરિયરના અંતિમ તબક્કામાં છે. બંનેએ ટેસ્ટ અને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી રિટાયર થઈ ગયા છે. જ્યારે ODI ક્રિકેટમાંથી પણ તેમના નિવૃત્તિ અંગેની ચર્ચાઓ ચાલી રહી છે. રોહિત અને કોહલી ટૂંક સમયમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર રમતા જોવા મળશે. તે પહેલાં, ચાલો ODI ક્રિકેટના તેમના શાનદાર રેકોર્ડ્સ જોઈએ.
300+ રન ચેઝમાં રોહિત-કોહલીનું પ્રદર્શનODI ક્રિકેટમાં 300 થી વધુ રનના ચેસ કરવા કોઈપણ બેટ્સમેન માટે સહેલું કામ નથી, પરંતુ ભારતીય ટીમના બે મહાન બેટ્સમેન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ વારંવાર આ કામ કરીને બતાવ્યું છે. રોહિત શર્માએ અત્યાર સુધી 32 ઇનિંગ્સમાં 1621 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન રોહિત શર્માની એવરેજ 57.89 અને સ્ટ્રાઈક રેટ 98.5 છે. તેમાં પાંચ સેંચુરી પણ ફટકારી છે અને તેના કુલ રનના 56.80 ટકા ચોગ્ગા અને છગ્ગાથી આવ્યા છે. અને, વિરાટ કોહલી આ બાબતમાં પણ આગળ છે. તેણે 35 ઇનિંગ્સમાં 1914 રન બનાવ્યા છે. વિરાટ કોહલીની એવરેજ 59.81 અને સ્ટ્રાઈક રેટ 106.1 છે. ખાસ વાત એ છે કે, આ ઇનિંગ્સમાં તેણે નવ શતક ફટકાર્યા છે અને તેના 52.40 ટકા રન બાઉન્ડ્રીથી આવ્યા છે.
વનડેમાં સ્પિનરો સામે સૌથી વધુ છગ્ગારોહિત શર્માના નામે વનડે ક્રિકેટમાં ઘણી સિદ્ધિઓ છે. તેણે અત્યાર સુધી સ્પિન બોલરો સામે 114 છગ્ગા ફટકાર્યા છે અને આ બાબતમાં તે વિશ્વ ક્રિકેટમાં નંબર વન છે. તેના પછી વેસ્ટ ઈન્ડિઝનો બેટ્સમેન ક્રિસ ગેલ આવે છે, જેણે 108 છગ્ગા ફટકાર્યા છે. સાઉથ આફ્રિકાના એબી ડી વિલિયર્સે સ્પિનરો સામે 98 છગ્ગા ફટકાર્યા છે, જ્યારે ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ 91 છગ્ગા ફટકાર્યા છે. પાકિસ્તાનના શાહિદ આફ્રિદી (89), ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન ઇયોન મોર્ગન (88) અને ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલ (88) પણ આ યાદીમાં સામેલ છે. આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે રોહિત શર્માએ માત્ર ફાસ્ટ બોલરો સામે જ નહીં પરંતુ, સ્પિનરો સામે પણ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. આ જ કારણ છે કે, તેને વનડે ક્રિકેટમાં સૌથી ખતરનાક બેટ્સમેન માનવામાં આવે છે.
ટી20 ક્રિકેટમાં ભુવનેશ્વર કુમારનું પ્રભુત્વભારતના અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની બોલિંગથી એક વધુ વર્ચસ્વ સ્થાપિત કર્યું છે. જેમા 86 ઇનિંગ્સમાં 298.3 ઓવર ફેંકી છે અને આ સમયગાળા દરમિયાન એક પણ નો-બોલ ફેકી નથી. આ સિદ્ધિ તેને વિશ્વના સૌથી શિસ્તબદ્ધ ફાસ્ટ બોલરોમાંનો એક બનાવે છે. તેના પછી નામિબિયાના ડેવિડ વીસનો નંબર આવે છે, જેમણે 54 ઇનિંગ્સમાં 180.4 ઓવર ફેંકી છે. જર્સીના ચાર્લ્સ પેર્ચાર્ડે 47 ઇનિંગ્સમાં 168.5 ઓવર, ઓસ્ટ્રેલિયાના આકિબ ઇકબાલે 47 ઇનિંગ્સમાં 166.1 ઓવર અને ઇંગ્લેન્ડના ડેવિડ વિલીએ 43 ઇનિંગ્સમાં નો-બોલ નાખ્યા વિના 144.1 ઓવર ફેંકી છે.