એશિયા કપના 17માં સિઝનનો મંચ સજી ચૂક્યો છે. ટીમ ઇન્ડિયા ફરી એક વખત પડોશી દેશ પાકિસ્તાન સાથે આમના-સામના માટે તૈયાર છે. પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં જ્યારે જ્યારે બંને ટીમે આમને-સામને આવી છે ત્યારે ક્રિકેટ પ્રેમીઓ માટે રોમાચંક મેચ બની જાય છે. આગામી મેગા મેચ પહેલા એશિયા કપમાં બંને ટીમોના પ્રદર્શન કેવું રહ્યું છે??
18 વખત આસમે સામને આવી
એશિયા કપના અત્યાર સુધીના 16 સિઝન પૂરા થઇ ચૂક્યા છે. જેમાં વનડે અને ટી20 બંને ફોર્મેટ સામેલ છે. પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાનની ટીમ અત્યાર સુધી 18 વખત આસમે સામને આવી ચૂકી છે. જ્યાં ટીમ ઇન્ડિયાનું પલડું પાકિસ્તાન સામે હંમેશા ભારે રહ્યુ છે.ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ 18 માંથી 10 જ્યારે પાકિસ્તાન 18 માંથી 6 વાર જ સફળતા મેળવી ચૂક્યુ છે. આ સિવાય બે મેચ ડ્રો રહી હતી.
ટીમ ઇન્ડિયા સૌથી સફળ ટીમ
ટીમ ઇન્ડિયા એશિયા કપની સૌથી સફળ ટીમ રહી છે. ભારતીય ટીમે પ્રતિષ્ઠિટ ટૂર્નામેન્ટના ખિતાબ આઠ વખત કબ્જો જમાવ્યો છે. જ્યારે પાકિસ્તાનની ટીમે બે વાર જ સફળતા હાંસલ કરી છે. બીજી સૌથી સફળ ટીમ શ્રીલંકા છે. જેણે છ વાર ટ્રોફી જીતી છે.
એશિયા કપ માટે ભારતીય ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, હર્ષિત રાણા.
એશિયા કપ માટે પાકિસ્તાનની ટીમ
સલમાન આગા (કેપ્ટન), અબરાર અહેમદ, ફહીમ અશરફ, ફખર જમાં, હારિસ રઉફ, હસન અલી, હસન નવાઝ, હુસૈન તલત, ખુશદિલ શાહ, મોહમ્મદ હારિસ (વિકેટકીપર),મોહમ્મદ નવાઝ, મોહમ્મદ વસીમ, સાહિબજાદા ફરહાન, સૈમ અય્યુબ, સલમાન મિર્જા, શાહીન આફ્રીદી અને સુફિયાન મુકીમ.