Virat અને Rohit ના ODI રિટાયરમેન્ટ: T20 વર્લ્ડ કપ 2024 જીત્યા પછી, રોહિત શર્મા અને વિરાટ કોહલીએ અચાનક એક એવો નિર્ણય લીધો જેની કોઈ ક્રિકેટ ચાહકે અપેક્ષા પણ નહોતી કરી. વર્લ્ડ કપ ટ્રોફી ઉપાડવાની સાથે, રોહિત શર્મા અને વિરાટ કોહલીએ T20 ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. ત્યાર પછી, ટીમ ઈન્ડિયા બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હાર્યા પછી, રોહિત શર્માએ પણ 7 મેના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. તેના પાંચ દિવસ પછી, 12 મેના રોજ, વિરાટ કોહલીએ પણ ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. વિરાટ કોહલી અને રોહિત શર્મા બંનેની વનડેમાંથી રિટાયરમેન્ટ અંગે પણ અટકળો ચાલી રહી છે. આ અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ બધું સ્પષ્ટ કહી દીધું છે.
વિરાટ-રોહિત પર રાજીવ શુક્લાનું મોટું નિવેદન
UP-T20 લીગની યુટ્યુબ ચેનલ પર રાજીવ શુક્લા સાથેનો એક પોડકાસ્ટ શેર કરવામાં આવ્યો છે. આમાં BCCI ના ઉપપ્રમુખ રાજીવ શુક્લાને પૂછવામાં આવ્યું હતું કે, શું રોહિત શર્મા અને વિરાટ કોહલીને સચિન તેંડુલકરની જેમ વિદાય મળશે? આ પ્રશ્નના જવાબમાં રાજીવ શુક્લાએ કહ્યું કે, તેઓ ક્યારે નિવૃત્ત થયા. 'રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને હાલમાં વનડે રમી રહ્યા છે'. રાજીવ શુક્લાએ કહ્યું કે,'BCCI ની ખૂબ જ સ્પષ્ટ નીતિ છે, અમે કોઈપણ ખેલાડીને નિવૃત્તિ લેવાનું કહેતા નથી, ખેલાડીએ પોતાનો નિર્ણય પોતે લેવાનો હોય છે અને તે જે પણ નિર્ણય લે છે, અમે તેનું સન્માન કરીએ છીએ.'
વિરાટ-રોહિત માટે રાજીવ શુક્લાનું શું કીધું?
રાજીવ શુક્લાને કહેવામાં આવ્યું હતું કે, જ્યારે પણ રોહિત અને વિરાટ નિવૃત્તિ લેશે, ત્યારે BCCI એ તેમને સારી વિદાય આપવી જોઈએ. આના પર રાજીવ શુક્લાએ કહ્યું કે,'પુલ આવશે, પછી જ અમે કહીશું કે તેને કેવી રીતે પાર કરવો. રાજીવ શુક્લાએ કહ્યું કે, વિરાટ કોહલી ખૂબ જ ફિટ છે, અને રોહિત શર્મા પણ ખૂબ સારું રમે છે, તમે લોકો હમણાં વિદાય વિશે કેમ ચિંતિત છો'. રાજીવ શુક્લાએ પોતાના શબ્દોથી સ્પષ્ટ કરી દીધું કે, રોહિત શર્મા અને વિરાટ કોહલી હાલમાં ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યા નથી.