logo-img
Utility News Lifestyle Government Assistance Under The National Food Security Act

સરકારની રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા અંતર્ગત સહાય : BPL રેશનકાર્ડ ધારક સિવાયના આ પરિવારોને મળશે રાહતદરે અનાજ, આ રીતે કરો અરજી

સરકારની રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા અંતર્ગત સહાય
Published by: Offbeat Team
| Last Updated: Oct 09, 2025, 12:17 PM IST

ભારત સરકાર દ્વારા વર્ષ 2013 માં NESA - રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા અંતર્ગત BPL રેશનકાર્ડ ધારક સિવાયના જરૂરિયાતમંદ BPL અને APL-1 રેશનકાર્ડ ધારક પરિવારોને સરકાર તરફ થી સસ્તા અનાજની દુકાન મારફતે દરમહિને વ્યક્તિ દીઠ અમુક ચોક્કસ માત્રામાં રાહતદરે અનાજ આપવામાં આવે છે. જેનો લાભ લેવા માટે અરજદારે દાવા-અરજી કરવાની હોય છે. તો ચાલો જાણીએ અરજી કરવા માટે શું ડોક્યુમેન્ટ જોઈશે અને કેવી રીતે અરજી કરવી...

દાવા અરજી સાથે જરૂરી પુરાવા

  • રેશન કાર્ડ

  • લાઈટબીલ/વેરાબિલ/ગેસબીલ

  • માલિકીનું મકાન ન હોય તો- ભાડાકરાર (જો ભાડે રહેતા હોય તો) / જો મકાન સરકાર દ્વારા ફાળવવામાં આવ્યું હોય તો, એલોટમેન્ટ લેટર

  • આધારકાર્ડ (કુટુંબના દરેક સભ્યોની)

  • ગેસબુક

  • કુટુંબના મુખ્ય સભ્યની બેંક પાસબુક (કુટુંબ ની મુખ્ય સભ્ય તરીકે ઘરની મહીલાને રાખવી જેથી ભવિષ્યમાં વધુ સરકારી યોજનાઓનો લાભ મળી શકે.)

દાવા અરજી માટે ફોર્મ ક્યાં મળશે અને આવેદન ક્યાં કરવું?

તમારી સ્થાનિક સસ્તા અનાજ ની દુકાન, ઝોન કચેરી, મામલતદાર કચેરી, તાલુકા કચેરી (જે-તે ઝોન કે જીલ્લા માં જેમને સત્તા આપેલી હોય ત્યાં)

ઓનલાઇન ફોર્મ ડાઉનલોડ કરવા માટે લિંક

https://drive.google.com/file/d/180Zk1D6Dlo5glVv644UGo72XIFzywEni/view?usp=sharing

અરજીની પ્રક્રિયા

  • દરેક પુરવાઓની ઝેરોક્ષ કરાવવી.

  • જે-તે કચેરીએ કોર્મ જમા કરાવી ત્યાંથી અધિકૃત પેનલ દ્વારા સર્વે કરવામાં આવશે. અને સર્વે ને આધારે આપ NFSA યોજના માટે લાયક છો કે નહિ તે નક્કી કરી આપને દર મહીને લાભ મળવાપાત્ર થઈ જશે. (જે-તે અધિકારી ના નિર્ણય પર સર્વે કરવામાં આવે છે.)

નોંધ- જો રેશન કાર્ડમાં નામ ઉમેરવું કે કમી કરવાનું બાકી હોય તો તાકીદે કરાવવું પછી અરજી કરવી હિતાવહ રહેશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now