આજે દેશભરના 12 રાજ્યોમાં SIR પ્રક્રિયા શરૂ થઈ છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળમાં આ મુદ્દા પર અશાંતિ જોવા મળી રહી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તેમના પક્ષના હજારો કાર્યકરો આજે SIR વિરુદ્ધ વિરોધ કરવા માટે રસ્તા પર ઉતર્યા હતા. મમતા બેનર્જીએ તેમના ભત્રીજા અને TMC મહાસચિવ અભિષેક બેનર્જી સાથે કૂચનું નેતૃત્વ કર્યું હતું.
SIR દ્વારા ચૂંટણીમાં ગોટાળા
તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ પર SIR દ્વારા ચૂંટણીમાં ગોટાળા કરવાનો આરોપ લગાવ્યો છે. વિરોધમાં, મુખ્યમંત્રીએ રેડ રોડ પર બી આર આંબેડકરની પ્રતિમાથી 3.8 કિલોમીટર લાંબી રેલી શરૂ કરી. આ કૂચ રવિન્દ્રનાથ ટાગોરના પૈતૃક ઘર જોરાસાંકો ઠાકુરબારી સુધી યોજાશે.
TMC સમર્થકો મમતા બેનર્જી સાથે જોડાયા
SIR વિરુદ્ધ કૂચમાં હજારો TMC સમર્થકો મમતા બેનર્જી સાથે જોડાયા. સમર્થકોએ વિવિધ સૂત્રોચ્ચાર ધરાવતા બેનરો તેમજ ધ્વજ સાથે વિરોધ નોંધાવ્યો હતો. કેટલાક સૂત્રોચ્ચાર કેન્દ્ર સરકાર વિરુદ્ધ પણ કર્યા હતા, તો કેટલાક ચૂંટણી પંચ વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કર્યા હતા.





















