પશ્ચિમ આફ્રિકન દેશ માલીમાં જેહાદી આતંક ચરમસીમાએ પહોંચી ગયો છે. અલ-કાયદા અને ISIS જેવા આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા જૂથોએ અહીં આતંકની બધી હદો વટાવી દીધી છે. ગુરુવારે અહીં ઓછામાં ઓછા પાંચ ભારતીય નાગરિકોનું પણ અપહરણ કરવામાં આવ્યું હતું. માલીના સુરક્ષા દળોના જણાવ્યા અનુસાર, કુબ્રી નજીક એક સશસ્ત્ર આતંકવાદીએ ઓછામાં ઓછા પાંચ ભારતીયોનું અપહરણ કર્યું હતું. તેઓ એક ઇલેક્ટ્રિશિયન કંપનીમાં કામ કરતા હતા.
આતંકવાદી ભયને કારણે, બાકીના કર્મચારીઓને માલીની રાજધાની બામાકોમાં ખસેડવામાં આવ્યા છે. હજુ સુધી કોઈ સંગઠને અપહરણની જવાબદારી સ્વીકારી નથી. હાલમાં માલી લશ્કરી શાસન હેઠળ છે, આતંકવાદી હુમલાઓ ઘણીવાર અલ-કાયદા અને ISIS સાથે જોડાયેલા હોય છે. હાલમાં માલી આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠનો અને આતંકવાદીઓએ ફ્યુલ બ્લૉકેદ લગાવ્યું છે.
માલીમાં વિદેશીઓને નિશાન બનાવવા એ સામાન્ય બાબત છે. કટ્ટરપંથી જૂથો ઘણીવાર વિદેશીઓને મારી નાખે છે અથવા તેમનું અપહરણ કરે છે. 2012 માં તખ્તાપલટ થયો થયો હતો, અને ત્યારથી શાંતિ ભાગ્યે જ જોવા મળી છે. ગત મહિને જ, આતંકવાદીઓએ બે અમીરાત અને એક ઈરાની નાગરિકનું અપહરણ કર્યું હતું. 50 મિલિયન ડોલરની ખંડણી ચૂકવ્યા પછી તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.
માલીમાં, આતંકવાદી અને જેહાદી જૂથો વારંવાર ખંડણી માટે લોકોનું અપહરણ કરે છે. તેઓ વિદેશી ઇજનેરો અને કર્મચારીઓને નિશાન બનાવે છે અને પછી કંપનીઓ પાસેથી મોટી રકમની માંગણી કરે છે. JNIM ના આતંકવાદીઓ આ જ કરી રહ્યા છે. માલીમાં આ આતંકવાદી પ્રવૃત્તિઓએ વિદેશી કંપનીઓ માટે એક મહત્વપૂર્ણ પડકાર ઉભો કર્યો છે.




















