Russia Helicopter Crash News : રશિયામાં એક ગમખ્વાર અકસ્માત થયો છે. રશિયાના દાગેસ્તાન પ્રજાસત્તાકમાં કેસ્પિયન સમુદ્ર કિનારા પર એક કામોવ Ka-226 હેલિકોપ્ટર ક્રેશ થતાં પાંચ લોકોના મોત થયા છે. ત્યારે બે લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.
પાંચ લોકોએ ગુમાવ્યા જીવ
આ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત થયા હતા, જેમાંથી ચાર એક જ ઇલેક્ટ્રો-મિકેનિકલ પ્લાન્ટ (KEMZ)ના કર્મચારીઓ હતા. આ માહિતીની કંપનીએ 8 નવેમ્બરે પુષ્ટિ કરી હતી. મૃતકોમાં હેલિકોપ્ટરના ફ્લાઇટ મિકેનિક અને પ્લાન્ટના ડેપ્યુટી જનરલ ડિરેક્ટરનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માત દાગેસ્તાનના અચી-સૂ ગામ પાસે કેસ્પિયન સાગર ક્ષેત્રમાં થયો હતો.
અમેરિકાના પ્રતિબંધનો સામનો કરતી કંપનીના કર્મચારી હતા
રશિયન સરકારી મીડિયાએ શરૂઆતમાં અહેવાલ આપ્યો હતો કે આ હેલિકોપ્ટર પ્રવાસીઓને લઈ જઈ રહ્યું હતું. જોકે, પાછળથી સ્પષ્ટ થયું કે તેમાં એક સંરક્ષણ કંપનીના કર્મચારીઓ સવાર હતા. હજુ સુધી અકસ્માતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી અને તેની તપાસ ચાલી રહી છે.




















