ભારતીય સેનાએ જમ્મુ અને કાશ્મીરમાં એક મોટું ઓપરેશન શરૂ કર્યું છે. સેનાએ કુપવાડામાં બે ઘુસણખોરોને ઠાર માર્યા છે. સેનાએ આ ઓપરેશનને 'Operation Pimple' નામ આપ્યું છે. ચિનાર કોર્પ્સે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં શોધખોળ હજુ પણ ચાલુ છે. સેનાએ જણાવ્યું હતું કે ગુપ્તચર એજન્સી તરફથી ઇનપુટ મળ્યો હતો કે કુપવાડામાં ઘૂસણખોરી થઈ છે. તેના આધારે સેનાએ કુપવાડાના કેરન સેક્ટરમાં સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન આતંકવાદીઓની શંકાસ્પદ ગતિવિધિઓ જોવા મળી. તરત જ સેનાએ આતંકવાદીઓને ઘેરી લેવાનું શરૂ કર્યું. આતંકવાદીઓએ સેના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. જવાબમાં સેનાએ પણ ગોળીબાર કર્યો.
આતંકવાદીઓ માટે સર્ચ ઓપરેશન ઉપરાંત, જમ્મુ અને કાશ્મીર જેલોમાં કેદીઓની તપાસ કરવામાં આવી છે. કાઉન્ટર ઇન્ટેલિજન્સ કોમ્યુનિકેશન ડિવાઇસીસ તપાસવા માટે કામગીરી કરી રહ્યું છે. વધુમાં, જમ્મુ જિલ્લામાં પોલીસે સિમ કાર્ડ ડીલરોના પરિસરમાં દરોડા પાડ્યા છે. અત્યાર સુધીમાં 70 થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે.





















