ભારતના મોબાઇલ બજારમાં સસ્તા ફીચર ફોન હવે મિની સ્માર્ટફોન જેવા બની ગયા છે. પરંપરાગત કોલિંગ અને SMS ઉપરાંત હવે તેમાં YouTube, OTT એપ્સ અને UPI પેમેન્ટ જેવી આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. સૌથી મોટી વાત એ છે કે આ ફોનની કિંમત 3,000 રૂપિયાથી ઓછી છે.
નોકિયા 105 ક્લાસિક – ₹974
નોકિયાનો વિશ્વસનીય કીપેડ ફોન હવે બિલ્ટ-ઇન UPI સપોર્ટ સાથે આવે છે. લૉંગ બેટરી લાઇફ, વાયરલેસ FM રેડિયો જેવી સુવિધાઓ તેને સસ્તો અને ઉપયોગી બનાવે છે.
HMD 110 4G – ₹2,299
HMDના આ મોડેલમાં YouTube વિડિઓઝ, UPI પેમેન્ટ અને બેક કેમેરા જેવી સ્માર્ટ સુવિધાઓ આપવામાં આવી છે. લૉંગ બેટરી લાઇફ, ટાઇપ-C ચાર્જિંગ અને વાયરલેસ FM રેડિયો તેને વધુ આકર્ષક બનાવે છે.
JioBharat V4 4G – ₹799
જિયોનું આ મોડેલ સૌથી સસ્તું છે, જેમાં JioTV, JioCinema અને JioSaavn જેવી એપ્સની ઍક્સેસ સાથે JioPay દ્વારા ડિજિટલ પેમેન્ટની સુવિધા મળે છે. LED ટોર્ચ અને ડિજિટલ કેમેરો પણ છે, જોકે આ ફોન ફક્ત Jio નેટવર્ક પર જ કાર્યરત છે.
લોકો માટે ફાયદાકારક
આ નવા ફીચર ફોન ખાસ કરીને એવા લોકોને માટે લાભદાયક છે જેઓ સ્માર્ટફોન ખરીદી શકતા નથી અથવા વધારે સુવિધાઓની જરૂર નથી. ઓછી કિંમતે હવે તેઓને મનોરંજન, ડિજિટલ પેમેન્ટ અને કનેક્ટિવિટીનો અનુભવ મળી રહ્યો છે.