Samsung એ અમુક વૈશ્વિક બજારોમાં નવા Galaxy Buds 3 FE લોન્ચ કર્યા છે. આ નવા TWS ઇયરબડ્સ કંપનીની ગેલેક્સી બડ્સ 3 સીરિઝનો ભાગ છે અને તેમાં સ્ટેમ ડિઝાઇનની સાથે ઘણી અપગ્રેડેડ સુવિધાઓ છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ ઇયરબડ્સ વધુ સારી કોલ ગુણવત્તા, ANC અને AI-આધારિત સ્માર્ટ સુવિધાઓ સાથે આવે છે. આ ઇયરબડ્સની કિંમત, કલર વિકલ્પ, ફંક્શન, બેટરી, અને AI ફીચર્સ વિશે જાણો.
કિંમત અને કલર વિકલ્પ
કિંમત અને વેચાણની વાત કરીએ તો, સેમસંગ Galaxy Buds 3 FE ની કિંમત યુએસમાં $149.99 (લગભગ રૂ. 13,000) રાખવામાં આવી છે. આ કિંમત અગાઉના મોડલ કરતાં $50 વધુ છે, જે $99.99 માં લોન્ચ કરવામાં આવ્યા હતા. આ ઇયરબડ્સની ખરીદી 4 સપ્ટેમ્બરથી કરી શકાશે. કલર વિકલ્પની વાત કરીએ તો, આમાં બે કલર મળશે, જે કાળો અને ગ્રે માં ઉબલબ્ધ થશે. સેમસંગ Galaxy Buds 3 FE માં સ્ટેમ આધારિત ડિઝાઇન છે, જે કંપનીની અગાઉની ડિઝાઇનથી અલગ છે. દરેક ઇયરબડનું વજન 5 ગ્રામ છે જ્યારે કેસનું વજન 41.8 ગ્રામ છે. તેમાં ડાયનેમિક ડ્રાઇવર્સ છે અને નિયંત્રણ માટે Blade પર પિંચ ઇન્ટરેક્શન સપોર્ટ ઉપલબ્ધ છે. વપરાશકર્તાઓ સ્વાઇપ હાવભાવ દ્વારા વોલ્યુમ પણ નિયંત્રણ કરી શકે છે.
ફંક્શન
તેમાં ક્રેડલ પર એક સમર્પિત પેરિંગ બટન છે, જે ગેલેક્સી ડિવાઇસ વચ્ચે સ્વિચ કરવાનું સરળ બનાવે છે. આ ઉપરાંત, ઓટો સ્વિચ ફીચર પણ છે, જે ડિવાઇસની ઑડિઓ એક્ટિવિટી શોધી કાઢે છે અને કનેક્શનને શિફ્ટ કરે છે. Galaxy Buds 3 FE માં એક્ટિવ નોઇઝ કેન્સલેશન (ANC) અને ક્રિસ્ટલ ક્લિયર કોલ ટેકનોલોજી આપવામાં આવી છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ ટેકનોલોજી મશીન લર્નિંગ મોડલનો ઉપયોગ કરે છે, જેના કારણે કોલ દરમિયાન યુઝરનો અવાજ સ્પષ્ટ રીતે સંભળાય છે અને બેકગ્રાઉન્ડ નોઇઝ બ્લોક થઈ જાય છે.
બેટરી અને AI ફીચર્સ
AI ફીચર્સ વિશે વાત કરીએ તો, તેમાં Google Gemini આસિસ્ટન્ટ માટે “Hey Google” વોઇસ કમાન્ડ, લાઇવ ટ્રાન્સલેશન, Listening Mode અને Conversation Mode જેવા વિકલ્પો છે. બેટરી બેકઅપ વિશે વાત કરીએ તો, કંપનીનો દાવો છે કે, ANC બંધ હોય ત્યારે Samsung Galaxy Buds 3 FE 8.5 કલાકનો બેકઅપ આપશે, જ્યારે ચાર્જિંગ કેસ સાથે તેનો કુલ 30 કલાક ઉપયોગ કરી શકાય છે. તે જ સમયે, જ્યારે ANC ચાલુ હોય છે, ત્યારે બેટરી બેકઅપ ઘટીને 6 કલાક થઈ જાય છે અને ચાર્જિંગ કેસ સાથે, કુલ 24 કલાકનો ઉપયોગ શક્ય છે.