Google Pixel 9 Pro ની ઓફર્સ અને કિંમત
Google Pixel 9 Pro નું 16GB રેમ 256GB સ્ટોરેજ વેરિઅન્ટની ઈ-કોમર્સની વેબસાઇટ Flipkart પર કિંમત 89,999 રૂપિયામાં છે, જે ગયા વર્ષે ઓગસ્ટમાં 1,09,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. બેંક ઓફર વિશે વાત કરીએ તો, HDFC બેંક ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર તમને 3,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી શકે છે, જે પછી કિંમત 86,999 રૂપિયા થશે. અને એક્સચેન્જ ઓફરમાં કિંમત 55,850 રૂપિયા સુધીનો ઘટાડો કરી શકાય છે. આ એક્સચેન્જ ઓફરનો મહત્તમ લાભ એક્સચેન્જમાં આપવામાં આવેલા ફોનની વર્તમાન સ્થિતિ અને મોડેલ પર આધારિત છે. આ ફોન લોન્ચ કિંમત કરતાં 23,000 રૂપિયા સસ્તો મળી રહે છે.
Google Pixel 9 Pro ના ફીચર્સ
Google Pixel 9 Pro માં 1280x2856 પિક્સલ્સનું રિઝોલ્યુશન, અને 120hz રિફ્રેશ રેટ સપોર્ટ સાથે 6.3ઇંચની Super Actua LTPO OLED ડિસ્પ્લે છે. આ ફોનમાં કોર્નિંગ ગોરિલા ગ્લાસ વિક્ટસ 2 પ્રોટેક્શન છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 14 પર કામ કરે છે. આ સ્માર્ટફોનમાં Tensor G4 ચિપસેટ છે. પાણીથી પ્રોટેક્શન માટે આ ફોનમાં IP68 રેટિંગ આપવામાં આવેલ છે.
Google Pixel 9 Pro માં કેમેરા સેટઅપ અને બેટરી
કેમેરા સેટઅપ માટે, Pixel 9 Pro માં 50mp નો ઓક્ટા PD વાઇડ કેમેરા, 48mp નો ક્વાડ PD અલ્ટ્રાવાઇડ કેમેરો અને 30x સુપર રિઝોલ્યુશન સાથે 48mp નો ક્વાડ PD ટેલિફોટો કેમેરાનો સમાવેશ થાય છે. સેલ્ફી અને વિડીયો કોલ માટે ઓટોફોકસ સાથે 42mp નો ડ્યુઅલ PD ફ્રન્ટ કેમેરો છે. આ ફોનમાં 4700mAh ની બેટરી છે, જે 45W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.