logo-img
Google Pixel Watch 4 To Be Launched Soon Watch With Smart Ai Features Like Google Gemini Know The Price

Google Pixel Watch 4 જલ્દીથી થશે લોન્ચ : AI ફીચર્સથી ભરપુર વોચ, જાણો કિંમત

Google Pixel Watch 4 જલ્દીથી થશે લોન્ચ
Published by: Offbeat Team
| Last Updated: Aug 21, 2025, 05:55 AM IST

Google ના Made by Google ઇવેન્ટમાં Google Pixel Watch 4 લોન્ચ કરી. આ ઘડિયાળ બે કદમાં રજૂ કરવામાં આવી. આમાં 40 થી વધુ કસરત મોડ્સ, પલ્સ લોસ ડિટેક્શન સહિત ઘણી આરોગ્ય સુવિધાઓ સામેલ છે. જાણો આ વોચની સંપૂર્ણ વિગતો.

Google Pixel Watch 4 ફીચર્સ

Google Pixel Watch 4 માં 41mm અને 45mm મોડલમાં Actua 360 ડિસ્પ્લે છે. 41mm વોચનું વજન 31 ગ્રામ અને 45mm મોડલની વોચનું વજન 36.7 ગ્રામ છે. ડિસ્પ્લે કસ્ટમ 3D કોર્નરિંગ ગોરિલા ગ્લાસ 5 આપવામાં આવેલ છે. તેમાં DCI-P3 રંગ સાથે 320 ppi AMOLED ATPO ડિસ્પ્લે છે. ડિસ્પ્લે ઓલવેઝ ઓન ડિસ્પ્લેને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી વિકલ્પોમાં બ્લૂટૂથ 6.0, Wi-Fi, AFC અને GPS સમાવેશ થાય છે.

Google Pixel Watch 4 બેટરી

Pixel Watch 4 માં 325mAh બેટરી છે જે ઓલવેઝ ઓન ડિસ્પ્લે સાથે 30 કલાક સુધી ચાલી શકે છે, જ્યારે બેટરી સેવર મોડમાં તે 48 કલાક સુધી ચાલી શકે છે. તે ક્વિક ચાર્જ ડોકને સપોર્ટ કરે છે, જે 45 મિનિટમાં 100 ટકા ચાર્જ કરી શકાય છે. 45mm મોડેલમાં 455mAh બેટરી છે જે ઓલવેઝ ઓન ડિસ્પ્લે સાથે 40 કલાક સુધી ચાલી શકે છે, જ્યારે બેટરી સેવર મોડમાં તે 72 કલાક સુધી ચાલી શકે છે. તે ક્વિક ચાર્જ ડોકને સપોર્ટ કરે છે, જે 60 મિનિટમાં 100 ટકા ચાર્જ કરી શકાય છે.

Google Pixel Watch 4 પ્રોસેસર

Pixel Watch 4 માં Qualcomm Snapdragon W Gen 2 પ્રોસેસર અને Cortex M55 પ્રોસેસર છે. આ ઘડિયાળ Wear OS 6.0 પર કામ કરે છે. તેમાં 32GB eMMC ફ્લેશ અને 2GB SDRAM છે. આ ઘડિયાળ 5ATM અને IP68 રેટિંગ આપવામાં આવેલ છે. તેમાં બિલ્ટ-ઇન માઇક્રોફોન અને બિલ્ટ-ઇન સ્પીકર છે. ઓક્સિજન સેચ્યુરેશન (SpO2) મોનિટરિંગ માટે કંપાસ, અલ્ટીમીટર, રેડ અને ઇન્ફ્રારેડ સેન્સર, ECG એપ સાથે સુસંગત બહુહેતુક ઇલેક્ટ્રિકલ સેન્સર, મલ્ટી-પાથ ઓપ્ટિકલ હાર્ટ રેટ સેન્સર, 3-એક્સિસ એક્સીલેરોમીટર, ગાયરોસ્કોપ, એમ્બિયન્ટ લાઇટ સેન્સર, બોડી રિસ્પોન્સ ટ્રેકિંગ માટે સ્કિન મેઝર (cEDA) ઇલેક્ટ્રિકલ સેન્સર, ફાર ફિલ્ડ સ્કિન ટેમ્પરેચર સેન્સર, બેરોમીટર અને મેગ્નેટોમીટર.

Google Pixel Watch 4 કિંમત

Google Pixel Watch 4 ના 41mm (Wi-Fi) વેરિઅન્ટની કિંમત 39,900 રૂપિયા છે. 45mm સાઇઝની કિંમત 43,900 રૂપિયા છે. Pixel Watch 4 નું LTE વેરિઅન્ટ યુએસ અને અન્ય બજારોમાં પણ આવે છે. 41mm વેરિઅન્ટની કિંમત $449 (આશરે રૂ. 39,000) અને 45mm વેરિઅન્ટની કિંમત $499 (આશરે રૂ. 43,400) છે. કંપનીના જણાવ્યા અનુસાર, 41mm વેરિઅન્ટ Iris, Lemongrass, Porcelain અને Obsidian કલર વિકલ્પોમાં ઉપલબ્ધ છે, જ્યારે 45mm વેરિઅન્ટ Moonstone, Porcelain અને Obsidian રંગોમાં આવી શકે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now