Google એ Made By Google 2025 ના ઈવેન્ટમાં Google એ Google Pixel 10 સીરિઝને રજૂ કરી છે. Google Pixel 10 Pro અને Google Pixel 10 Pro XL ની કિંમત, પ્રોસેસર ફીચર્સ વિશે વિગત વાર જાણો.
Google Pixel 10 Pro ડિસ્પ્લે
Google Pixel 10 Pro માં ડ્યુઅલ સિમ સપોર્ટ (ફિઝિકલ + eSIM) સાથે આવે છે. આ સ્માર્ટફોન Android 16 પર ચાલે છે અને સાત વર્ષ માટે OS અપગ્રેડ અને સિક્યોરિટી પેચ અપડેટ્સ મેળવવાનું પણ વચન આપવામાં આવ્યું છે. Pixel 10 Pro માં વેનીલા મોડલ જેવી જ 6.3ઇંચની Full HD+ (1280x2856 પિક્સલ્સ) ડિસ્પ્લે છે. આ સ્માર્ટફોનમાં LTPO પેનલ છે, જે 1-120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. તેમના આગળ અને પાછળના ભાગમાં Gorilla Glass Victus 2 પ્રોટેક્શન છે.
Google Pixel 10 Pro XL ડિસ્પ્લે
Google Pixel 10 Pro XL માં પણ ડ્યુઅલ સિમ સપોર્ટ (ફિઝિકલ + eSIM) સાથે આવે છે. આ સ્માર્ટફોન Android 16 પર ચાલે છે અને સાત વર્ષ માટે OS અપગ્રેડ અને સિક્યોરિટી પેચ અપડેટ્સ મેળવવાનું પણ વચન આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં 6.8-ઇંચની Full HD+(1280x2856 પિક્સલ્સ) ડિસ્પ્લે છે. બંને LTPO પેનલ છે, જે 1-120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. તેમના આગળ અને પાછળના ભાગમાં Gorilla Glass Victus 2 પ્રોટેક્શન છે.
Google Pixel 10 Pro અને Google Pixel 10 Pro XL ના કલર અને ઉપલબ્ધતા
આ બંને સ્માર્ટફોન Jade, Moonstone, Obsidian અને Porcelain રંગ ઓપ્શન્સમાં ઉપલબ્ધ થશે. આ બંને Pixel ફોન Flipkart પર વેચવામાં આવશે અને આજથી પ્રી-બુકિંગ શરૂ થઈ ગયું છે. આ મોડલોની ખરીદી પર, ગ્રાહકોને Google AI Pro નું મફત વાર્ષિક સબ્સ્ક્રિપ્શન મળશે. HDFC બેંક કાર્ડ દ્વારા Flipkart પર 10,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ અને 5,000 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ જેવા ફાયદા પણ આપવામાં આવી રહ્યા છે.
Google Pixel 10 Pro અને Pixel 10 Pro XL કેમેરા સેટઅપ અને બેટરી
Pixel 10 Pro માં અને Pixel 10 Pro XL બંનેમાં Tensor G5 પ્રોસેસર, 16GB સુધીની રેમ અને 1TB સુધી સ્ટોરેજ વિકલ્પો છે. બંને મોડલમાં 50MP મુખ્ય કેમેરો, 48MP ટેલિફોટો કેમેરો (5x ઝૂમ) અને 48MP અલ્ટ્રાવાઇડ લેન્સ છે, સેલ્ફી માટે 42MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. કનેક્ટિવિટી અને સુરક્ષા સુવિધાઓ બેઝ વેરિઅન્ટ જેવી જ છે. બેટરી વિશે વાત કરીએ તો, Pixel 10 Pro માં 4870mAh ની બેટરી છે અને Pixel 10 Pro XL માં 5200mAh ની બેટરી છે. Pro મોડલમાં 30W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ અને 15W Qi2 વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ છે, જ્યારે Pro XL માં 45W વાયર્ડ અને 25W Qi2.2 વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ છે.