logo-img
Google Pixel 10 Pro Fold Will Be Launched Today Which Smartphone Is The Best Among These Foldable Phones From Google And Samsung

Google Pixel 10 Pro Fold આજે થશે લોન્ચ : Google અને Samsung ના આ ફોલ્ડેબલ ફોનમાંથી કયો સ્માર્ટફોન શ્રેષ્ઠ?

Google Pixel 10 Pro Fold આજે થશે લોન્ચ
Published by: Offbeat Team
| Last Updated: Aug 20, 2025, 05:55 AM IST

ગૂગલ આજે મેડ બાય ગૂગલ ઇવેન્ટમાં ગ્લોબલ સ્તરે ગૂગલ પિક્સલ 10 સિરીઝ રજૂ કરશે. કંપની પિક્સલ 10 સિરીઝમાં એક ફોલ્ડેબલ સ્માર્ટફોન પિક્સલ 10 પ્રો ફોલ્ડ લાવી રહી છે, જેના સ્પેસિફિકેશન્સ પણ લોન્ચ પહેલા લીક થઈ ગયા છે. આ ફોનની કિંમત, ફંક્શન, ફીચર્સ અને સ્ટોરેજ વિકલ્પની માહિતી જાણો.

Google Pixel 10 Pro Fold કિંમત

ગૂગલ પિક્સલ 10 પ્રો ફોલ્ડના 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત $1799 (આશરે રૂ. 1,56,751), 512GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત $1919 (આશરે રૂ. 1,67,206) અને 1TB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત $2149 (આશરે રૂ. 1,87,329) છે. જે સેમસંગ ગેલેક્સી Z ફોલ્ડ 7 ના 12GB RAM / 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત રૂ. 1,74,999 છે. અને, 12GB RAM / 512GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત રૂ. 1,86,999 છે.

ગૂગલ પિક્સલ 10 પ્રો ફોલ્ડ કલર અને ip રેટિંગ (અપેક્ષિત)

ગૂગલ પિક્સલ 10 પ્રો ફોલ્ડ IP68 રેટિંગ મેળવનાર પહેલો ફોન હશે. જ્યારે ગેલેક્સી ઝેડ ફોલ્ડ 7 સ્માર્ટફોન પહેલાથી જ IP58 રેટિંગ આપવામાં આવેલ છે. રિપોર્ટમાં જણાવાયું છે કે આ ફોન Moonstone અને Jade જેવા બે રંગના વિકલ્પો હશે.

ડિસ્પ્લે

આ ફોલ્ડેબલ સ્માર્ટફોનમાં 6.4-ઇંચ OLED ડિસ્પ્લે હોઈ શકે છે. જેનું રિઝોલ્યુશન 1080x2364 પિક્સલ, 408ppi પિક્સલ ડેન્સિટી, 120Hz એડેપ્ટિવ સ્ક્રીન રિફ્રેશ રેટ, HDR સપોર્ટ હશે. તેમાં 8.0-ઇંચનો પ્રાઇમરી OLED ડિસ્પ્લે પણ હશે, જેનું રિઝોલ્યુશન 2076x2152 પિક્સલ, 373ppi પિક્સલ ડેન્સિટી, HDR સપોર્ટ અને 120Hz એડેપ્ટિવ રિફ્રેશ રેટ હશે. આ ફોન Google Tensor G5 પ્રોસેસર અને Tensor M2 સિક્યુરિટી ચિપ આપવામાં આવી શકે છે. જ્યારે Samsung Galaxy Z Fold 7 માં 8-ઇંચ QXGA+ ડાયનેમિક AMOLED 2X ઇન્ફિનિટી ફ્લેક્સ આંતરિક ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 1,856x2,160 પિક્સેલ્સ, 374ppi પિક્સલ ડેન્સિટી, 1Hz-120Hz રિફ્રેશ રેટ છે. તેમાં, 6.5-ઇંચ ફુલ HD+ ડાયનેમિક AMOLED 2X ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનું રિઝોલ્યુશન 1,080x2,520 પિક્સેલ્સ, 422ppi પિક્સલ ડેન્સિટી, અને 1Hz-120Hz રિફ્રેશ છે.

કેમેરા સેટઅપ

કેમેરાની વાત કરીએ તો, 10 પ્રો ફોલ્ડના રિયરમાં f/1.7 અપર્ચર સાથે 48mp નો મુખ્ય કેમેરો, 127-ડિગ્રી ફીલ્ડ ઓફ વ્યૂ (FoV) સાથે 10.5mp નો અલ્ટ્રા-વાઇડ-એંગલ કેમેરો અને 10x ઓપ્ટિકલ ઝૂમ સાથે 10.8mp નો ટેલિફોટો કેમેરો હશે. ફ્રન્ટમાં f/2.2 અપર્ચર સાથે 10mp નો કેમેરો મળી શકે છે. જ્યારે ગેલેક્સી Z ફોલ્ડ 7 ના રિયરમાં F1.7 અપર્ચર સાથે 200mp નો મુખ્ય કેમેરો, F2.2 અપર્ચર સાથે 12mp નો અલ્ટ્રા વાઇડ એંગલ કેમેરો અને F2.4 અપર્ચર સાથે 10mp નો 3x ટેલિફોટો કેમેરો છે. અને ફ્રન્ટમાં F2.2 અપર્ચર સાથે 10mp નો પહેલો સેલ્ફી કેમેરો અને F2.2 અપર્ચર સાથે 10mp નો બીજો સેલ્ફી કેમેરો મળે છે.

સ્ટોરેજ અને ચાર્જિંગ

ગૂગલ પિક્સલ 10 પ્રો ફોલ્ડમાં 16GB LPDDR5X રેમ મળી શકે છે, અને ઇનબિલ્ટ સ્ટોરેજમાં 256GB, 512GB અને 1TB UFS 4.0 વિકલ્પો હોઈ શકે છે. આ ફોન એન્ડ્રોઇડ 16 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. પિક્સલ 10 પ્રો ફોલ્ડમાં 30W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5015mAh બેટરી મળી શકે છે જે 15W સુધી Qi2 વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરશે. જ્યારે ગેલેક્સી Z ફોલ્ડ 7 માં 4400mAh બેટરી છે જે 25W ચાર્જિંગને સપોર્ટ કરે છે.

Disclamer

ઉપર આપેલી જાણકારી ફક્ત બંને મોબાઈલની ટેક્નિકલ બાબત આધારિત છે, જે જાણકારી સંપૂર્ણ સત્ય હોવાનો offbeat stories દાવો કરતો નથી. કોઈ પણ મોબાઈલ ખરીદતા પહેલા ટેક્નીકલ એક્ષપર્ટ અથવા જાત ચકાસણી કરવી.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now