Home Tech/Gadgets Redmi 15 5g Will Be Launched On This Date This Smartphone With 7000mah Battery Backup Is Priced At Just This Much

Redmi 15 5G આ તારીખે થશે લોન્ચ : 7000mAh ની બેટરી બેકઅપ ધરાવતો આ સ્માર્ટફોનની કિંમત માત્ર આટલી

Redmi 15 5G આ તારીખે થશે લોન્ચ
Published by: OBS Bureau
Last Updated: Aug 19, 2025, 01:16 PM IST

Redmi 15 5G ભારતમાં આ તારીખે લોન્ચ થશે. ફોનની સૌથી મોટી ખાસિયત તેની 7000mAh બેટરી છે. આ ઉપરાંત, તેમાં હાઇ-રિફ્રેશ રેટ સાથે ડિસ્પ્લે પેનલ છે, આ સ્માર્ટફોનના ફીચર્સ, કેમેરા સેટઅપ, બેટરી બેકઅપ, અને કિંમત વિશેની માહિતી જાણો.

ભારતમાં Redmi 15 5G ની કિંમત

Redmi 15 5G ભારતમાં બે વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવશે. તેમાં 6GB RAM + 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 14,999 રૂપિયા છે, જ્યારે 8GB RAM + 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 16,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવશે. આ ફોનમાં Midnight Black, Frosted White અને Sandy Purple કલર વિકલ્પોમાં ઉપલબ્ધ થશે. Redmi 15 5G 28 ઓગસ્ટથી Mi.com તેમજ અન્ય ઓનલાઈન અને ઓફલાઈન રિટેલર્સ દ્વારા ખરીદી શકશે.

Redmi 15 5G ફંક્શન

Redmi 15 5G માં 6.9-ઇંચની Full HD+ ડિસ્પ્લે છે જેમાં 144Hz રિફ્રેશ રેટ અને 288Hz ટચ સેમ્પલિંગ રેટને સપોર્ટ કરે છે. સ્ક્રીનમાં Wet Touch 2.0 ટેકનોલોજી છે, જે ભીની આંગળીઓથી પણ સરળ ટચ આપશે. ફોનમાં Snapdragon 6s Gen 3 ચિપસેટ છે.

સ્ટોરેજ સિસ્ટમ

આ સ્માર્ટફોનમાં LPDDR4X RAM અને UFS 2.2 સ્ટોરેજ પ્રકાર સાથે જોડાયેલ છે. Redmi 15 5GB Android 15 આધારિત HyperOS 2.0 પર ચાલે છે અને તેમાં Circle to Search, AI Eraser, AI Sky અને Dynamic Shots જેવા સ્માર્ટ AI ફીચર્સ મળે છે. કંપનીનો દાવો છે કે, ફોનમાં 2 વર્ષ માટે OS અપગ્રેડ અને 4 વર્ષ માટે સુરક્ષા પેચ અપડેટ્સ મળશે. Redmi 15 5G માં વર્ચ્યુઅલ RAM વધારવાનો વિકલ્પ છે, જે તેને 16GB RAM સુધી વાપરી શકાય છે અને તેમાં 2TB સુધીનો microSD કાર્ડ સપોર્ટ પણ સામેલ છે.

કેમેરા સેટઅપ, બેટારી બેકઅપ અને સુરક્ષા

રીઅર કેમેરા સેટઅપમાં f/1.75 એપરચર સાથે 50MP મુખ્ય કેમેરો છે. અન્ય સેન્સર વિશે માહિતી આપવામાં આવી નથી. ફ્રન્ટ પર 8MP સેલ્ફી કેમેરા છે. બેટરી તેની સૌથી મોટી ખાસિયત છે. ફોનમાં 7000mAh ની મોટી બેટરી છે, જે 33W ફાસ્ટ ચાર્જિંગ અને 18W રિવર્સ ચાર્જિંગને સપોર્ટ કરે છે. તેમાં Hi-Res Audio, Dolby Atmos અને IP64 રેટેડ બિલ્ડ જેવી સુવિધાઓ પણ છે. સુરક્ષા માટે, ફોનમાં સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર છે. તેમાં IR બ્લાસ્ટર સાથે તમામ બેઝિક સેન્સરનો સમાવેશ થાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now