Samsung Galaxy A27 5G : ટેકનોલોજી દુનિયાની જાણીતી મોટી કંપની સેમસંગ (Samsung) ટૂંક સમયમાં પોતાનો નવો અને પાવરફુલ સ્માર્ટફોન માર્કેટમાં ઉતારવાની તૈયારી કરી રહી છે. આ સ્માર્ટફોનનું નામ Samsung Galaxy A27 5G હોઈ શકે છે. આ એક મિડ-રેન્જ સ્માર્ટફોન હશે, જે ગયા વર્ષે લોન્ચ થયેલા Samsung Galaxy A26 5Gની જગ્યા લેશે. હાલમાં જ ઇન્ટરનેટ પર આ નવા ફોનના ફીચર્સ અને ડિઝાઇન લીક થઈ ગયા છે, જેનાથી તેના વિશે ઘણી મહત્વની વિગતો સામે આવી છે.
આકર્ષક ડિઝાઇન અને કલર ઓપ્શન્સ
લીક થયેલા મીડિયા રિપોર્ટ અનુસાર, આ સ્માર્ટફોનમાં સ્લિમ બેઝલ્સ (પાતળી બોર્ડર) સાથે ફ્લેટ સ્ક્રીન આપવામાં આવશે. ડિસ્પ્લે પર સેલ્ફી કેમેરા માટે એક હોલ-પંચ કટઆઉટ જોવા મળશે. ફોનની પાછળના ભાગમાં ઉપર ડાબી બાજુએ ઊભી લાઈનમાં ટ્રિપલ કેમેરા સેટઅપ ગોઠવવામાં આવ્યો છે, જે કેપ્સ્યુલ અથવા ગોળી જેવા મોડ્યુલમાં ફીટ કરેલો છે. તેની સાથે એક LED ફ્લેશ પણ છે. આ સ્માર્ટફોન ગ્રાહકોને Pink, navy blue and graphite જેવા ત્રણ સુંદર કલર ઓપ્શનમાં મળી શકે છે.
આ પણ ખાસ વાંચો : મુકેશ અંબાણીની ભારતીયોને મોટી ભેટ, Jio લાવી રહ્યું છે AI : ફોન પર વાત કરતાં-કરતાં જ બુક થઈ જશે કેબ અને ફૂડ!
પાવરફુલ પ્રોસેસર અને સોફ્ટવેર
Samsung Galaxy A27 5Gમાં દમદાર પરફોર્મન્સ માટે Snapdragon 6 Gen 3 પ્રોસેસર આપવામાં આવી શકે છે. સોફ્ટવેરની વાત કરીએ તો આ નવો ફોન લેટેસ્ટ Android 16 પર આધારિત One UI ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે, જે યુઝર્સને એકદમ નવો અને સ્મૂધ એક્સપિરિયન્સ આપશે.
આ પણ ખાસ વાંચો : 35,000ના બજેટમાં નવો સ્માર્ટફોન ખરીદવો છે? : આ ત્રણ ફોનની કિંમત અને ફીચર્સની સરખામણી; જાણો કયો છે તમારા માટે બેસ્ટ
શાનદાર ડિસ્પ્લે અને કેમેરા ફીચર્સ
સેમસંગના આ સ્માર્ટફોનમાં 6.7 ઇંચની મોટી AMOLED ડિસ્પ્લે મળવાની સંભાવના છે, જે વીડિયો જોવાનો અને ગેમિંગનો એક્સપિરિયન્સ શાનદાર બનાવશે. ફોટોગ્રાફી માટે તેના પાછળના ભાગમાં 50mpનો મુખ્ય કેમેરો, 5mpનો અલ્ટ્રા-વાઇડ કેમેરો અને 2mpનો મેક્રો કેમેરો હોઈ શકે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે આગળના ભાગમાં 13mpનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવી શકે છે.
આ પણ ખાસ વાંચો : Samsung અને Appleના પ્રીમિયમ ફોન પર બમ્પર ડિસ્કાઉન્ટ! : રૂ.38,000 સુધીની બચત કરવાની સુવર્ણ તક, જાણો ઓફર
દમદાર બેટરી અને ટેસ્ટિંગ
લાંબો સમય સુધી સાથ આપવા માટે આ ફોનમાં 5,000mAhની મોટી અને પાવરફુલ બેટરી આપવામાં આવશે. હાલમાં મોડલ નંબર SM-A276B સાથે સેમસંગનો એક ફોન જોવા મળ્યો છે, જેને Samsung Galaxy A27 5G માનવામાં આવે છે. આ ટેસ્ટિંગમાં ફોનને સિંગલ-કોર ટેસ્ટમાં 777 પોઈન્ટ અને મલ્ટી-કોર ટેસ્ટમાં 1,802 પોઈન્ટનો સ્કોર મળ્યો છે, જે તેનું સારું પરફોર્મન્સ બતાવે છે.
જૂના મોડલ સાથે સરખામણી
જો આપણે ગયા વર્ષે લોન્ચ થયેલા Samsung Galaxy A26 5Gની વાત કરીએ તો, તેમાં 6.7 ઇંચની FHD+ સુપર AMOLED ડિસ્પ્લે હતી, જેમાં 120Hz રિફ્રેશ રેટ અને કોર્નિંગ ગોરિલા ગ્લાસ વિક્ટસ પ્લસનું પ્રોટેક્શન હતું. તેમાં Exynos 1380 પ્રોસેસર અને Mali G68 MP5 GPU આપવામાં આવ્યું હતું, જે Android 15 પર ચાલતું હતું. જૂના ફોનમાં પણ 50mpનો મુખ્ય કેમેરો (OIS સપોર્ટ સાથે) અને 2mpનો મેક્રો કેમેરો હતો, પરંતુ તેમાં 8mpનો અલ્ટ્રા-વાઇડ કેમેરો હતો, જ્યારે નવા ફોનમાં આ કેમેરો 5mpનો હોઈ શકે છે.





