Samsung Galaxy S26 Ultra 5G : જો તમે એક પ્રીમિયમ અને પાવરફુલ સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે ખુશખબર છે. સેમસંગનો સૌથી પ્રખ્યાત અને ફ્લેગશિપ સ્માર્ટફોન Samsung Galaxy S26 Ultra 5G હવે ખૂબ જ સસ્તો થઈ ગયો છે. આ ફોન ખરીદવા પર ગ્રાહકોને ₹15,000 સુધીની મોટી બચત કરવાની શાનદાર તક મળી રહી છે. થોડા મહિના પહેલા જ લોન્ચ થયેલા આ સ્માર્ટફોનમાં 200mp નો કેમેરો, પાવરફુલ પ્રોસેસર અને પ્રાઇવસી ડિસ્પ્લે જેવા અદભુત ફીચર્સ આપવામાં આવ્યા છે. જાણો આ સ્માર્ટફોનની નવી કિંમત અને તેના પ્રીમિયમ ફીચર્સ વિશેની સંપૂર્ણ માહિતી.
નવી કિંમત અને ઓફર્સ
Samsung Galaxy S26 Ultraને ભારતમાં ₹1,39,999ની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ અત્યારે પ્રખ્યાત ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન ઇન્ડિયા પર આ ફોન ₹1,30,999માં લિસ્ટેડ છે, એટલે કે તેના પર ₹9,000નું ફ્લેટ ડિસ્કાઉન્ટ સીધું જ મળી રહ્યું છે. આ ઉપરાંત, જો તમે ખરીદી કરતી વખતે પસંદગીની બેંકના કાર્ડનો ઉપયોગ કરશો તો તમને ₹6,000નું ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ પણ મળશે. આમ, ફ્લેટ ડિસ્કાઉન્ટ અને બેંક ઓફર બંને મળીને ગ્રાહકો પૂરા ₹15,000ની બચત કરી શકે છે.
'હવે મંગળ પર માણસોનું શહેર વસાવવાનો સમય': ટ્રિલિયોનેર બન્યા પછી મસ્કે શેર કર્યું જીવનનું સૌથી મોટું સપનું, જાણીને તમે પણ ચોંકી જશો
અદભુત કેમેરા સેટઅપ
સેમસંગ ગેલેક્સી S26 અલ્ટ્રા તેની શ્રેષ્ઠ કેમેરા ક્વોલિટી માટે જાણીતો છે. આ ફોનની પાછળની તરફ 200mp નો મુખ્ય કેમેરો આપવામાં આવ્યો છે, જે ખૂબ જ શાનદાર ફોટા પાડે છે. આ સિવાય દૂરની વસ્તુઓનો સ્પષ્ટ ફોટો પાડવા માટે 50mp નો પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ, 10mp નો બીજો ટેલિફોટો લેન્સ અને પ્રોફેશનલ ફોટોગ્રાફી માટે 50mp નો અલ્ટ્રા-વાઇડ-એંગલ લેન્સ પણ સામેલ છે.
પ્રીમિયમ ડિસ્પ્લે અને મજબૂતી
આ સ્માર્ટફોનમાં 6.9-ઇંચની મોટી ડાયનેમિક LTPO AMOLED 2X ડિસ્પ્લે સ્ક્રીન આપવામાં આવી છે. આ ડિસ્પ્લેમાં વીડિયો જોવાનો અને ગેમિંગ કરવાનો એક્સપિરિયન્સ અદભુત રહે છે. સ્ક્રીનને સ્ક્રેચ અને આકસ્મિક રીતે પડવા સામે સુરક્ષિત રાખવા માટે કંપનીએ આમાં કોર્નિંગ ગોરિલા આર્મર 2 ગ્લાસનું મજબૂત પ્રોટેક્શન આપ્યું છે.
ઇન્ટરનેટ વગર પણ Canva પર બનાવી શકાશે નવી ડિઝાઇન!: જાણો આ નવા ફીચર વિશે
પાવરફૂલ પ્રોસેસર
પરફોર્મન્સની બાબતમાં આ ફોન ખૂબ જ આગળ છે. Samsung Galaxy S26 Ultraમાં ક્વોલકોમનું અત્યાર સુધીનું સૌથી પાવરફુલ 'Snapdragon 8 Elite Gen 5' (3nm) ચિપસેટ પ્રોસેસર વાપરવામાં આવ્યું છે. આ પ્રોસેસર હોવાને કારણે ફોન ક્યારેય હેંગ થતો નથી અને હેવી ગેમ્સ પણ ખૂબ જ સ્મૂધલી ચાલે છે.
દમદાર બેટરી અને ફાસ્ટ ચાર્જિંગ
દિવસભર ફોનનો ઉપયોગ કરવા માટે આમાં 5,000mAhની મોટી બેટરી આપવામાં આવી છે. આ બેટરીને ઝડપથી ચાર્જ કરવા માટે ફોન સાથે 60Wનું ફાસ્ટ ચાર્જર મળે છે. એટલું જ નહીં, આ ફોનમાં વાયરલેસ ચાર્જિંગ અને રિવર્સ વાયરલેસ ચાર્જિંગ (બીજા ફોનને ચાર્જ કરવાની સુવિધા) નો સપોર્ટ પણ મળે છે.





