ટેક જગત જેની આતુરતાથી રાહ જોઈ રહ્યું હતું તે ઘડી આવી ગઈ છે. સેમસંગ આજે સાન ફ્રાન્સિસ્કોમાં આયોજિત 'Galaxy Unpacked 2026' ઇવેન્ટમાં તેની સૌથી શક્તિશાળી સ્માર્ટફોન સિરીઝ Galaxy S26 લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ સિરીઝમાં S26 Ultra મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેશે, જે સીધી રીતે Apple ના આગામી iPhone ને ટક્કર આપશે. શાનદાર પ્રાઈવસી ડિસ્પ્લે અને સુપરફાસ્ટ ચાર્જિંગ જેવા ફીચર્સ આ ફોનને ખાસ બનાવે છે. સેમસંગ ગેલેક્સી અનપેક્ડ 2026 ઇવેન્ટ આજે ભારતીય સમય અનુસાર રાત્રે 11:30 કલાકે યોજાશે. આ ઇવેન્ટમાં Galaxy S26 Ultra ઉપરાંત Galaxy S26 અને S26 Plus પણ લોન્ચ કરવામાં આવશે. સાથે જ નવા ઈયરબડ્સ અને સ્માર્ટ વોચ પરથી પણ પડદો ઉંચકવામાં આવશે. જો તમે આ લોન્ચિંગ લાઈવ જોવા માંગતા હોવ તો સેમસંગની ઓફિશિયલ વેબસાઈટ અને યુટ્યુબ ચેનલ પર જોઈ શકશો.
ડિઝાઇનમાં મોટો ફેરફાર: વધુ આધુનિક લુક
લીક થયેલી વિગતો અનુસાર, Galaxy S26 Ultra ની ડિઝાઇનમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. તેમાં અગાઉના મોડલ કરતા ફ્લેટ ફ્રેમ અને વધુ આકર્ષક કેમેરા આઇલેન્ડ જોવા મળશે. ખાસ કરીને પેરિસ્કોપ ટેલિફોટો લેન્સનો આકાર હવે લંબચોરસને બદલે ગોળ કરવામાં આવ્યો છે. આ ફોન બ્લેક અને કોબાલ્ટ વાયોલેટ જેવા આકર્ષક રંગોમાં ઉપલબ્ધ થશે.
200MP કેમેરા: ફોટોગ્રાફીનો નવો અનુભવ
કેમેરા પ્રેમીઓ માટે આ ફોન વરદાન સાબિત થશે. તેમાં ક્વોડ-કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે:
મુખ્ય કેમેરા: 200MP (OIS સાથે)
ટેલિફોટો લેન્સ: 50MP અને 10MP
અલ્ટ્રા-વાઈડ: 50MP
સેલ્ફી કેમેરા: 12MP
પાવરફુલ ચિપસેટ અને પ્રદર્શન
S26 Ultra માં વિશ્વનું સૌથી પાવરફુલ Qualcomm Snapdragon 8 Elite Gen 5 પ્રોસેસર હશે. બેન્ચમાર્ક ટેસ્ટમાં આ ફોને 3.72 મિલિયન પોઈન્ટ્સ સાથે રેકોર્ડબ્રેક પ્રદર્શન કર્યું છે. આ ડિવાઈસ Android 16 પર આધારિત One UI 8.5 પર ચાલશે, જે તેને અત્યંત સ્મૂધ અને ફાસ્ટ બનાવે છે.
ડિસ્પ્લે અને સ્પેશિયલ ફીચર્સ
ડિસ્પ્લે: 6.9-ઇંચની QHD+ Dynamic AMOLED સ્ક્રીન, 120Hz રિફ્રેશ રેટ સાથે.
પ્રાઈવસી ફીચર: આ વખતે 'Privacy Display' આપવામાં આવ્યું છે, જેનાથી સાઇડમાંથી જોનાર વ્યક્તિને સ્ક્રીન બ્લેક દેખાશે.
બેટરી: 5000mAh ની બેટરી સાથે 60W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળશે, જે અગાઉના મોડલ કરતા વધુ ઝડપી છે.
ભારતમાં કિંમત અને પ્રી-બુકિંગ
ભારતમાં Galaxy S26 Ultra ના 12GB RAM અને 256GB સ્ટોરેજ ધરાવતા બેઝ મોડલની કિંમત અંદાજે ₹1,34,990 હોઈ શકે છે. લોન્ચિંગના થોડા સમય બાદ જ ભારતમાં પ્રી-બુકિંગ શરૂ કરી દેવામાં આવશે અને આગામી થોડા અઠવાડિયામાં તેની ડિલિવરી શરૂ થઈ જશે.




















