Grand Theft Auto 6 : શોર્ટ્સ અને રીલ્સના આ યુગમાં પણ જે ગેમની આખી દુનિયા ક્રેઝી ફેનની જેમ રાહ જોઈ રહી છે, તે છે Grand Theft Auto 6 (GTA 6). જ્યારે પણ Rockstar Games તેનો નવો પ્રોજેક્ટ લાવે છે, ત્યારે ગેમિંગ ઇન્ડસ્ટ્રીના તમામ રેકોર્ડ તૂટી જાય છે. પણ શું તમે જાણો છો કે આ વખતે Vice Cityની આ અદભૂત દુનિયાને બનાવવામાં સૌથી મોટો હાથ ભારતનો છે? હા, તમે બરાબર વાંચ્યું! GTA 6ના ગ્લોબલ ડેવલપમેન્ટમાં કોઈ એક દેશે સૌથી મોટો ફાળો આપ્યો હોય, તો તે આપણો ભારત દેશ છે. જાણો ભારતના આ અદ્રશ્ય સુપરહીરોઝ અને GTA 6ની રોમાંચક સફર વિશે.
ઇતિહાસનો સૌથી મોટો પ્રોજેક્ટ
GTA 6એ માત્ર એક ગેમ નથી, પણ ડિજિટલ આર્ટનો એક અદભૂત નમૂનો છે. અંદાજે $3.5 બિલિયન (અંદાજે ₹29,000 કરોડથી વધુ) ના વિશાળ બજેટ સાથે બની રહેલી આ ગેમમાં નેક્સ્ટ-લેવલ ગ્રાફિક્સ, અદભૂત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને અત્યાર સુધીનો સૌથી જીવંત ઓપન-વર્લ્ડ મેપ જોવા મળશે. આ ગેમને સુંદર અને રિયલ બનાવવા માટે આખી દુનિયામાંથી લગભગ 5,929 ડેવલપર્સ દિવસ-રાત કામ કરી રહ્યા છે.
આ પણ ખાસ વાંચો : Nothingએ બદલ્યો એક અક્ષર... અને માર્કેટમાં શરૂ થઈ નવી ચર્ચાઓ : 'a' પછી હવે લાવશે રહસ્યમય 'b' સિરીઝ, જાણો આ નવી સિરીઝ વિશે
ભારતીય ડેવલપર્સ અસલી બાહુબલી
જ્યારે રોકસ્ટાર ગેમ્સના સ્ટુડિયોની વાત આવે, ત્યારે લોકોના મગજમાં અમેરિકા કે સ્કોટલેન્ડનું નામ પહેલા આવે છે. પરંતુ સત્તાવાર આંકડા મુજબ, GTA 6ના ડેવલપમેન્ટમાં સૌથી મોટો હિસ્સો ભારતનો છે! આ પ્રોજેક્ટમાં કામ કરી રહેલા કુલ 5,929 લોકોમાંથી 1,615 ગેમ ડેવલપર્સ એકલા ભારતના છે. Bengaluruમાં આવેલો Rockstar India સ્ટુડિયો અત્યારે રોકસ્ટારનો સૌથી પાવરફુલ ગઢ બની ગયો છે. અમેરિકા (1,441) અને સ્કોટલેન્ડ (1,398) જેવા દેશોને પાછળ છોડીને ભારતીય ટીમે ગેમિંગ વર્લ્ડમાં પોતાનો ડંકો વગાડ્યો છે.
આપણી ટીમે કરેલી અદ્ભુત કમાલ
ભારતીય ડેવલપર્સ માત્ર કોડિંગ નથી કરી રહ્યા, પરંતુ ગેમના સૌથી મહત્વના ભાગોને ડિઝાઇન કરી રહ્યા છે. ગેમના ટ્રેલરમાં આપણે જે અદભૂત Vice Beach, પાણીના મોજાં અને ત્યાં ફરતા લોકોની ભીડ જોઈ છે, તેને રિયાલિસ્ટિક બનાવવાનું કામ બેંગલુરુની ટીમે કર્યું છે. રસ્તા પર ઉડતી ધૂળ, ઝાડના પાંદડાઓની મુવમેન્ટ અને બિલ્ડિંગ્સની ડિઝાઇનિંગમાં ભારતીય આર્ટિસ્ટોએ જીવ રેડ્યો છે. રોકસ્ટારની એડવાન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ભારતીય પ્રોગ્રામર્સે ગેમના વિઝ્યુઅલ્સને ફિલ્મ જેવા બનાવ્યા છે.
આ પણ ખાસ વાંચો : લોન્ચ પહેલા જ Galaxy A27 5Gના ફીચર્સ આવ્યા સામે : નવી ડિઝાઇન, Snapdragon પ્રોસેસર અને Android 16 સાથે આવશે નવો સ્માર્ટફોન
મુખ્ય પાત્રો લુસિયા અને જેસન
GTA 6ની વાર્તા બે મુખ્ય પાત્રોની આસપાસ ફરે છે, જેમના નામ લુસિયા (Lucia) અને જેસન (Jason) છે. GTA સિરીઝના ઇતિહાસમાં પહેલીવાર કોઈ મહિલા પાત્ર એટલે કે લુસિયા મુખ્ય લીડ રોલમાં જોવા મળશે. લુસિયા અને જેસનની જોડી આધુનિક યુગના 'બોની એન્ડ ક્લાઈડ' જેવી ગુનેગાર જોડી છે. ગેમમાં બંને વચ્ચેનો તાલમેલ, રોમાન્સ અને ક્રાઈમ પાર્ટનરશીપ વાઇસ સિટીના વાતાવરણને વધુ રોમાંચક બનાવશે. આ પાત્રોના એનિમેશન અને હાવભાવને સચોટ બનાવવામાં પણ ભારતીય ટીમનો મોટો હાથ છે.
રોકસ્ટાર ઇન્ડિયાનો ભવ્ય ઇતિહાસ
રોકસ્ટાર ઇન્ડિયા સ્ટુડિયોનો ઇતિહાસ ખૂબ જ ગર્વથી ભરેલો છે. આ પહેલા પણ ભારતીય ટીમે 'Red Dead Redemption 2' અને 'GTA 5' જેવી સુપરહિટ ગેમ્સના ડેવલપમેન્ટમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભૂતકાળમાં ભારતીય IT સેક્ટર માત્ર સપોર્ટ અને મેઇન્ટેનન્સના કામ માટે જાણીતું હતું, પરંતુ આ સ્ટુડિયોની સફળતાએ સાબિત કરી દીધું છે કે, ભારતના યુવાનો હવે દુનિયાની સૌથી મોટી ક્રાફ્ટિંગ અને ક્રિએટિવ ઇન્ડસ્ટ્રીનું નેતૃત્વ કરી શકે છે.
આ પણ ખાસ વાંચો : મુકેશ અંબાણીની ભારતીયોને મોટી ભેટ, Jio લાવી રહ્યું છે AI : ફોન પર વાત કરતાં-કરતાં જ બુક થઈ જશે કેબ અને ફૂડ!


GTA 6 ગેમ રોકસ્ટારના પોતાના ખાસ એન્જિન 'RAGE' (Rockstar Advanced Game Engine) ના લેટેસ્ટ વર્ઝન પર બની રહી છે. આ ટેક્નોલોજીના કારણે ગેમમાં રીઅલ-ટાઇમ લાઈટનિંગ, અદ્ભુત ફિઝિક્સ અને વાસ્તવિક હવામાન જોવા મળશે. લાંબી રાહ જોયા બાદ, આ ગેમની ઓફિશિયલ રીલીઝ ડેટ November 19, 2026 નક્કી કરવામાં આવી છે. શરૂઆતમાં આ ગેમ PlayStation 5 અને Xbox Series X/S કન્સોલ પર એકસાથે રીલીઝ થશે. રોકસ્ટાર ગેમ્સના જૂના લોન્ચ પેટર્ન મુજબ PC વર્ઝન વિશે હજુ સુધી કોઈ વિગતવાર માહિતી આપવામાં આવી નથી, પરંતુ તે કન્સોલ રીલીઝ પછી લોન્ચ થાય તેવી પૂરેપૂરી અપેક્ષા છે.
જ્યારથી GTA 6નું પહેલું ટ્રેલર આવ્યું છે, ત્યારથી પ્રીબૂકિંગને લઈને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા છે. આ ગેમ માટે ઓફિશિયલ પ્રી-ઓર્ડર્સ June 25, 2026થી ડિજિટલ સ્ટોર્સ અને પસંદગીના ફિઝિકલ રીટેલર્સ પર શરૂ થઈ રહ્યા છે. રોકસ્ટાર ગેમ્સે તેમની વેબસાઇટ પર નવું કવર આર્ટવર્ક અને અપડેટેડ વાઇસ સિટીનું સેટિંગ બતાવવા માટે ઓફિશિયલી એક ખાસ સમર પ્રમોશનલ કેમ્પેઈન પણ શરૂ કરી દીધું છે. ફેન્સ આ ગેમ ખરીદવા માટે એટલા આતુર છે કે પ્રીબૂકિંગ વિન્ડો ખુલતાની સાથે જ તમામ રેકોર્ડ તૂટી જવાની સંભાવના છે. ગેમિંગ એક્સપર્ટ્સનું માનવું છે કે, રીલીઝના પહેલા જ દિવસે આ ગેમ અબજો ડોલરની કમાણી કરી લેશે.
જ્યારે આગામી સમયમાં કરોડો લોકો પોતાના કન્સોલ કે PC પર 


