GTA 6 : દુનિયાભરના ગેમર્સ જેની વર્ષોથી રાહ જોઈ રહ્યા છે તે Grand Theft Auto VI (GTA 6) હવે વાસ્તવિકતા બનવા જઈ રહી છે. રોકસ્ટાર ગેમ્સે કન્સોલ પ્લેયર્સ માટે તો ખુશખબરી આપી જ દીધી છે, પણ હવે PC ગેમર્સ માટે પણ રોમાંચક વિગતો સામે આવી રહી છે. જો બધું જ પ્લાન મુજબ ચાલશે, તો આ ગેમ ગેમિંગના તમામ રેકોર્ડ તોડી નાખશે.
લોન્ચિંગ વિગતો : ક્યારે આવશે તમારા હાથમાં?
GTA 6 સૌ પ્રથમ 19 નવેમ્બર, 2026 ના રોજ PlayStation 5 અને Xbox Series X/S જેવા લેટેસ્ટ કન્સોલ પર રિલીઝ થશે. સામાન્ય રીતે રોકસ્ટાર તેમની ગેમ્સ PC પર થોડી મોડી લાવે છે. રિપોર્ટ્સ મુજબ, ભારતીય અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં GTA 6 નું PC વર્ઝન 15 ડિસેમ્બર થી 25 ડિસેમ્બર, 2027 ની વચ્ચે લોન્ચ થઈ શકે છે.
કિંમતનો અંદાજ : ખિસ્સા પર કેટલી પડશે અસર?
ભારતમાં આ ગેમની કિંમત તેના અગાઉના વર્ઝન કરતા થોડી વધારે હોઈ શકે છે. રિપોર્ટ્સ મુજબ કિંમતો કંઈક આ રીતે હોઈ શકે છે:
સ્ટાન્ડર્ડ એડિશન : ₹5,999
ડિલક્સ એડિશન : ₹6,999
કલેક્ટર એડિશન : તેની કિંમત ઘણી વધારે રહેવાની શક્યતા છે, જે હાર્ડકોર ફેન્સ માટે સ્પેશિયલ ફીચર્સ સાથે આવશે.
PC રિક્વાયરમેન્ટ્સ: શું તમારું કમ્પ્યુટર તૈયાર છે?
આ ગેમના ગ્રાફિક્સ અત્યંત હાઇ-લેવલના હોવાથી, તમારે પાવરફુલ PC ની જરૂર પડશે. નીચે મુજબની સિસ્ટમ આવશ્યકતાઓ હોઈ શકે છે:
1. ન્યૂનતમ (Minimum) જરૂરિયાત:
OS : Windows 10/11 (64-bit)
પ્રોસેસર : Intel i7-8700K અથવા Ryzen 7 3700X
ગ્રાફિક્સ : GTX 1080 Ti અથવા RX 5700 XT
RAM : 8GB
સ્ટોરેજ : 150GB (SSD અનિવાર્ય જેવી જ ગણવી)
2. ભલામણ કરેલ (Recommended) જરૂરિયાત:
પ્રોસેસર : Intel i9-10900K અથવા Ryzen 9 5900X
ગ્રાફિક્સ : RTX 3080 અથવા RX 6800 XT
RAM : 16GB (શ્રેષ્ઠ અનુભવ માટે 32GB)
સ્ટોરેજ : 150–200 GB SSD
એક નવા યુગની શરૂઆત
GTA 6 માત્ર એક ગેમ નથી, પણ એક અનુભવ હશે. જો તમે PC ગેમર છો, તો અત્યારથી જ તમારી સિસ્ટમને અપગ્રેડ કરવાનું વિચારી લેજો, કારણ કે વાઈસ સિટીની ગલીઓ ફરી એકવાર નવા અંદાજમાં તમારી રાહ જોઈ રહી છે!



















