Home Tech/Gadgets Big Update On Gta 6 Price Know How Much You Will Have To Pay For The Standard Edition

ગેમ લવર્સ માટે મોટી ખબર! GTA 6 ની કિંમત પર મોટું અપડેટ! : સ્ટાન્ડર્ડ એડિશન માટે કેટલી રકમ ચૂકવવી પડી શકે? જાણો સંપૂર્ણ ડિટેલ્સ

ગેમ લવર્સ માટે મોટી ખબર! GTA 6 ની કિંમત પર મોટું અપડેટ!
Published by: OBS Bureau
Last Updated: Jan 28, 2026, 11:17 AM IST

GTA 6 : GTA 6, જેને Grand Theft Auto 6 તરીકે પણ ઓળખવામાં આવે છે, તે 2026 ની સૌથી ચર્ચિત ગેમ બનવાની અપેક્ષા છે. બે ટ્રેલર રિલીઝ થતાંની સાથે જ, ગેમની કિંમત, ફીચર્સ અને રિલીઝ તારીખ અંગે લીક્સ અને અફવાઓ સામે આવવા લાગી. હવે, GTA 6 ની સંભવિત કિંમત ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે, કારણ કે લાંબા સમયથી એવું માનવામાં આવે છે કે, તેની કિંમત ઘણી ઊંચી હોઈ શકે છે.

શું GTA 6 ખરેખર $100 ની કિંમતે આવશે?

હાલ સુધી, એવી અટકળો ચાલી રહી હતી કે, GTA 6 નું સ્ટાન્ડર્ડ એડિશન લગભગ $100 ની કિંમતે લોન્ચ થઈ શકે છે. જોકે, એક બજાર એનાલિસ્ટ આ દાવાઓને ફગાવી દીધા છે, અને કહ્યું છે કે, Rockstar Games અચાનક આટલી ઊંચી કિંમત વસૂલશે નહીં. આનાથી એવા ગેમર્સને રાહત મળી છે જેઓ ઊંચી કિંમત અંગે ચિંતિત હતા.

GTA 6 ની ગ્લોબલ માર્કેટમાં કિંમત કેટલી હશે?

રિપોર્ટ્સ અનુસાર, GTA 6 ની કિંમત $70 ની આસપાસ હોઈ શકે છે. ઘણા રિપોર્ટ્સ એવું પણ સૂચવે છે કે, સ્ટાન્ડર્ડ એડિશનની કિંમત US સહિત અન્ય મુખ્ય માર્કેટમાં $79.99 સુધી હોઈ શકે છે. જ્યારે ભારતમાં આ ગેમની અંદાજિત કિંમત ₹7,199 ની આસપાસ હશે.

રિલીઝ તારીખ અને પ્રી-ઓર્ડર અંગે શું અપડેટ્સ છે?

હાલમાં, GTA 6 ની લોન્ચ તારીખ 19 નવેમ્બર, 2026 જણાવવામાં આવી રહી છે. એવી પણ ચર્ચા છે કે, ગેમનું ત્રીજું ટ્રેલર મે 2026 ની આસપાસ રિલીઝ થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે, રોકસ્ટાર તે જ સમયે પ્રી-ઓર્ડર અંગેની સંપૂર્ણ માહિતી પણ શેર કરી શકે છે, જેનાથી ફેન્સની રાહ થોડી વધુ રોમાંચક બનશે.

GTA 6 માં શું ખાસ છે?

GTA 6 ફરી એકવાર ખેલાડીઓને Vice City ની રંગીન છતાં ખતરનાક દુનિયામાં લઈ જશે. આ વખતે, વાર્તા 2 નવા કેરેક્ટર, Jason અને Lucia ની આસપાસ હશે, જેઓ ક્રાઇમની દુનિયામાં પોતાનું નામ બનાવવાનો પ્રયાસ કરે છે. આ ગેમમાં લવ મીટર, એડવાન્સ્ડ વેપન સ્વિચિંગ, કેરેક્ટર સ્વિચ સિસ્ટમ અને ઇન-ગેમ સોશિયલ મીડિયા જેવા નવા મિકેનિક્સ હશે. Raul Batista, Boobie Ike અને Cal Hampton જેવા સપોર્ટિંગ કેરેક્ટર પણ સ્ટોરીમાં ઉમેરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now