Nothing : લંડનની લોકપ્રિય ટેક બ્રાન્ડ Nothing ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં હંમેશા તેના અનોખા ટ્રાન્સપરન્ટ ડિઝાઇન અને શાનદાર ફીચર્સ માટે જાણીતી છે. કંપનીએ તાજેતરમાં જ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર એક નવું ટીઝર રિલીઝ કરીને ભારતીય યુઝર્સ અને ટેક પ્રેમીઓ વચ્ચે ભારે સસ્પેન્સ ઊભું કરી દીધું છે. કંપની ખૂબ જ ટૂંક સમયમાં ભારતમાં પહેલીવાર પોતાની એક તદ્દન નવી (b) સિરીઝનું ડિવાઇસ લોન્ચ કરવાની સત્તાવાર તૈયારી કરી રહી છે. જોકે કંપનીએ હજુ સુધી આ ડિવાઇસના ચોક્કસ ફીચર્સ કે કિંમત વિશે કોઈ ખુલાસો કર્યો નથી, પરંતુ આ ટીઝર આવતાની સાથે જ માર્કેટમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે. અત્યાર સુધી કંપની તેના બજેટ ફ્રેન્ડલી મોડલ્સ માટે (a) ઉપનામનો ઉપયોગ કરતી હતી, પરંતુ હવે કંપની પોતાની બ્રાન્ડિંગમાં મોટો ફેરફાર કરવા જઈ રહી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
નવી b સિરીઝ શું છે?
Nothing બ્રાન્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા લેટેસ્ટ ટીઝરમાં એક ખૂબ જ રસપ્રદ હિંટ આપવામાં આવી છે, જેમાં જૂનું (a) મોનિકર ધીમે-ધીમે (b) મોનિકરમાં બદલાતું બતાવવામાં આવ્યું છે. આ ટીઝર પરથી ટેક નિષ્ણાતો એવો અંદાજ લગાવી રહ્યા છે કે કંપની પોતાની હાલની કોઈ પ્રખ્યાત સિરીઝના પ્રોડક્ટને નવા અપગ્રેડ સાથે રજૂ કરી શકે છે. સામાન્ય રીતે જોવા જઈએ તો Nothing ની (a) સિરીઝ મુખ્ય નંબર સિરીઝના સ્માર્ટફોન્સ કરતા ઘણી સસ્તી અને એફોર્ડેબલ હોય છે. તેથી પૂરેપૂરી સંભાવના છે કે આ નવી (b) સિરીઝ પણ ભારતીય ગ્રાહકો માટે બજેટ-ફ્રેન્ડલી રેન્જમાં પ્રીમિયમ ફીચર્સ ધરાવતો એક શાનદાર વિકલ્પ સાબિત થશે. ઉલ્લેખનીય છે કે કંપનીએ હાલમાં જ માર્કેટમાં Nothing Phone 4a અને Nothing Phone 4a Pro લોન્ચ કર્યા છે, જે સ્માર્ટફોન યુઝર્સને ખૂબ જ પસંદ આવ્યા છે.
આ પણ ખાસ વાંચો : લોન્ચ પહેલા જ Galaxy A27 5Gના ફીચર્સ આવ્યા સામે : નવી ડિઝાઇન, Snapdragon પ્રોસેસર અને Android 16 સાથે આવશે નવો સ્માર્ટફોન
CMF બ્રાન્ડમાં મોટો ફેરફાર
આ નવા સ્માર્ટફોનના લોન્ચિંગ સમાચારોની વચ્ચે ટેક માર્કેટમાંથી Nothingની સબ-બ્રાન્ડ CMFને લઈને પણ એક બહુ મોટું આશ્ચર્યજનક અપડેટ સામે આવી રહ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, CMF બ્રાન્ડે પોતાના તમામ અપકમિંગ હેન્ડસેટ પ્રોજેક્ટ્સ હવે તેની પેરન્ટ કંપની Nothingને સત્તાવાર રીતે ટ્રાન્સફર કરી દીધા છે. આ એક પ્રકારનો મોટો બિઝનેસ અને સ્ટ્રેટેજિક ફેરફાર માનવામાં આવી રહ્યો છે, જેના કારણે બંને બ્રાન્ડ્સના પ્રોડક્ટ લોન્ચિંગ પ્લાનમાં મોટા ફેરફાર થશે. આ આંતરિક ફેરફારોના કારણે હવે એવી પ્રબળ સંભાવના સેવાઈ રહી છે કે CMF બ્રાન્ડ આ વર્ષે ભારતીય માર્કેટમાં પોતાનો કોઈ નવો સ્માર્ટફોન લોન્ચ નહીં કરે અને બધી નવી પ્રોડક્ટ્સ સીધી પેરન્ટ બ્રાન્ડ હેઠળ જ આવશે.
આ પણ ખાસ વાંચો : મુકેશ અંબાણીની ભારતીયોને મોટી ભેટ, Jio લાવી રહ્યું છે AI : ફોન પર વાત કરતાં-કરતાં જ બુક થઈ જશે કેબ અને ફૂડ!
CMF Phone 2 Proના લોન્ચિંગમાં વિલંબ
સોશિયલ મીડિયા પર કરવામાં આવેલા દાવો મુજબ, હેન્ડસેટ પ્રોજેક્ટ્સ પેરન્ટ કંપનીને સોંપવાના કારણે આગામી સમયમાં લોન્ચ થનારા મોસ્ટ અવેટેડ સ્માર્ટફોન CMF Phone 2 Proના લોન્ચિંગમાં મોટો વિલંબ થઈ શકે છે. અગાઉ એવા અહેવાલો હતા કે આ ફોન ટૂંક સમયમાં બજારમાં આવશે, પરંતુ હવે ગ્રાહકોએ તેની લાંબી રાહ જોવી પડશે. સબ-બ્રાન્ડ CMFના બદલે હવે પેરન્ટ બ્રાન્ડ Nothing પોતે જ ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં મોખરે આવીને કામ કરી રહી છે અને પોતાની નવી સિરીઝ હેઠળ ધમાકેદાર સ્માર્ટફોન લોન્ચ કરવા પર પૂરેપૂરું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ નવી પ્રોડક્ટ કઈ કેટેગરીની હશે અને તેમાં કયા શાનદાર સ્પેસિફિકેશન્સ મળશે, તેની સત્તાવાર જાહેરાત કંપની આગામી થોડા અઠવાડિયામાં કરી શકે છે.





