Latest Smartphone : ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં હાલમાં ₹50,000 ના બજેટ સેગમેન્ટમાં ભારે કોમ્પિટિશન જોવા મળી રહી છે. હાલમાં Vivo એ પોતાનો Vivo V70 લોન્ચ કર્યો છે, જે OnePlus 15R અને Nothing Phone 3 ને કોમ્પિટિશન આપી રહ્યો છે. જો તમે પણ નવો ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો અને આ ત્રણેય ફોન વચ્ચે મૂંઝવણમાં છો, તો આ લેખ તમારા માટે જ છે. જાણો આ ત્રણેયના ફીચર્સની સંપૂર્ણ માહિતી.
કિંમત અને વેરિઅન્ટ
સૌપ્રથમ બજેટની વાત કરીએ તો, Vivo V70 ના 8GB/256GB વેરિઅન્ટની કિંમત ₹45,999 અને 12GB/256GB ની કિંમત ₹49,999 છે. તેની સામે OnePlus 15R નું 12GB/256GB મોડલ ₹47,999 માં મળે છે. જ્યારે Nothing Phone 3 ના 12GB/256GB વેરિઅન્ટની કિંમત ₹49,999 રાખવામાં આવી છે. કિંમતની દ્રષ્ટિએ ત્રણેય ફોન લગભગ સમાન રેન્જમાં આવે છે.
ડિસ્પ્લે અને ક્વોલિટી
ડિસ્પ્લેની બાબતમાં OnePlus 15R બાજી મારી જાય છે, જેમાં 6.83-ઇંચની AMOLED ડિસ્પ્લે અને 165Hz રિફ્રેશ રેટ મળે છે. Vivo V70 માં 6.59-ઇંચની ડિસ્પ્લે છે જેની ખાસિયત તેની 5000 nits ની જબરદસ્ત બ્રાઇટનેસ છે. જ્યારે Nothing Phone 3 માં 6.67-ઇંચની AMOLED પેનલ 120Hz એડેપ્ટિવ રિફ્રેશ રેટ સાથે આપવામાં આવી છે.
પ્રોસેસર અને પરફોર્મન્સ (Processor & Performance)
જો તમને ગેમિંગ અને હેવી ટાસ્ક ગમે છે, તો OnePlus 15R માં લેટેસ્ટ 'Qualcomm Snapdragon 8 Gen 5' પ્રોસેસર છે, જે સૌથી પાવરફૂલ છે. Nothing Phone 3 માં 'Snapdragon 8S Gen 4' અને Vivo V70 માં 'Snapdragon 7 Gen 4' પ્રોસેસર આપવામાં આવ્યું છે. પરફોર્મન્સના મામલે OnePlus અહીં આગળ દેખાય છે.
સોફ્ટવેર અને અપડેટ્સ
Vivo V70 અને OnePlus 15R બંને લેટેસ્ટ એન્ડ્રોઇડ 16 પર બેસ્ડ છે, જે યુઝર્સને નવો એક્સપિરિયન્સ આપશે. જ્યારે Nothing Phone 3 એન્ડ્રોઇડ 15 પર ચાલે છે. જોકે, Nothing OS તેની ક્લીન ડિઝાઇન અને યુનિક લુક માટે જાણીતો છે.
બેટરી અને ચાર્જિંગ
બેટરીના મામલે OnePlus 15R આગળ છે, જેમાં 7,400mAh ની વિશાળ બેટરી છે. Vivo V70 પણ 6,500mAh ની મોટી બેટરી અને 90W ના ફાસ્ટ ચાર્જિંગ સાથે પાછળ નથી. Nothing Phone 3 માં 5,500mAh ની બેટરી અને 65W ચાર્જિંગ સપોર્ટ મળે છે, જે અન્ય બેની સરખામણીએ થોડી ઓછી કહી શકાય.
કેમેરા સેટઅપ
ફોટોગ્રાફીના શોખીનો માટે Vivo અને Nothing સારા ઓપ્શન છે. Vivo V70 માં 50mp નો ટેલિફોટો કેમેરો છે. Nothing Phone 3 માં પાછળના ભાગે ત્રણેય કેમેરા 50mp ના છે અને સેલ્ફી કેમેરો પણ 50mp નો છે. OnePlus 15R માં 50mp + 8mp નો ડ્યુઅલ કેમેરા સેટઅપ અને 32mp નો સેલ્ફી કેમેરો મળે છે.
ક્યો સ્માર્ટફોન ખરીદવો?
જો તમારી પ્રાથમિકતા ગેમિંગ અને મોટી બેટરી છે, તો OnePlus 15R શ્રેષ્ઠ છે. જો તમને શ્રેષ્ઠ કેમેરા અને બ્રાઈટ ડિસ્પ્લે જોઈએ છે, તો Vivo V70 તરફ જઈ શકાય. અને જો તમને યુનિક ડિઝાઇન અને ફીચર્સ ગમે છે, તો Nothing Phone 3 એક શાનદાર પસંદગી બની શકે છે.




















