GTA 6 Launch : દુનિયાભરના ગેમર્સ જેની વર્ષોથી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તે ગેમ એટલે GTA 6 (Grand Theft Auto VI). રોકસ્ટાર ગેમ્સની આ અત્યંત લોકપ્રિય સિરીઝ ફરી એકવાર નવા અંદાજમાં ધૂમ મચાવવા તૈયાર છે. અનેક રિપોર્ટ્સ અને વિલંબ પછી, હવે આ ગેમની રિલીઝ ડેટ અને અન્ય વિગતો સામે આવી છે, જેને ગેમિંગ જગતમાં ઉત્તેજના વધારી દીધી છે.
રિલીઝની તારીખ
GTA 6 ની ઓફિશિયલ રિલીઝ તારીખ હવે નક્કી થઈ ગઈ છે. અગાઉ આ ગેમ 2025 માં લોન્ચ થવાની હતી, પરંતુ કેટલાક કારણોસર તેમાં વિલંબ થયો હતો. લેટેસ્ટ માહિતી મુજબ, GTA 6 હવે 19 નવેમ્બર, 2026, ગુરુવાર ના રોજ ગ્લોબલી લોન્ચ કરવામાં આવશે. લાંબી રાહ જોયા પછી ગેમર્સ માટે આ સૌથી મોટા સમાચાર છે.
ભારતમાં અપેક્ષિત કિંમત
GTA 6 ને અત્યાર સુધીની સૌથી મોંઘી ગેમ માનવામાં આવે છે. તેના નિર્માણનો ખર્ચ બુર્જ ખલીફાના નિર્માણ ખર્ચ કરતાં પણ વધુ હોવાનું કહેવાય છે.
સ્ટાન્ડર્ડ એડિશન : $80 થી $100 (અંદાજે 6,500 થી 8,500 રૂપિયા).
ભારતમાં કિંમત : ભારતીય બજારમાં આ ગેમની શરૂઆતી કિંમત 6,000 રૂપિયા કે તેથી વધુ હોઈ શકે છે.
પ્રીમિયમ એડિશન : બોનસ ફીચર્સ અને એક્સ્ટ્રા સ્કિન સાથેના પ્રીમિયમ એડિશનની કિંમત 7,000 રૂપિયા થી પણ વધી શકે છે.
સપોર્ટેડ કન્સોલ અને PC લોન્ચ (Supported Platforms)
શરૂઆતમાં આ ગેમ માત્ર લેટેસ્ટ જનરેશનના કન્સોલ પર જ ઉપલબ્ધ થશે:
PlayStation 5 (PS5)
Xbox Series X|S
નોંધ : પ્લેસ્ટેશન 4 (PS4) અને Xbox One જેવા જૂના કન્સોલ પર આ ગેમ સપોર્ટ નહીં કરે. રહી વાત PC યુઝર્સની, તો કંપનીએ હજુ સુધી PC લોન્ચ વિશે કોઈ સ્પષ્ટતા કરી નથી, પરંતુ નિષ્ણાતો માને છે કે, થોડા સમય પછી PC માટે પણ તેને રિલીઝ કરવામાં આવશે.
ગેમપ્લે અને નવા પાત્રો (Exciting Gameplay & Characters)
આ વખતે GTA 6 ની વાર્તા 'Leonida' નામના કાલ્પનિક રાજ્યમાં સેટ કરવામાં આવી છે, જે વાસ્તવિક મિયામી અને સાઉથ ફ્લોરિડાથી બેસ્ડ છે. આ ગેમમાં આપણે આઇકોનિક 'Vice City' ના નવા અને વિશાળ રૂપને જોઈ શકીશું. ગેમમાં મુખ્ય બે કેરેક્ટર હશે જેમને તમે કંટ્રોલ કરી શકશો:
લુસિયા (Lucia Caminos)
જેસન (Jason Duval)
આ બંને પાત્રોની આસપાસ ગેમની આખી સ્ટોરીલાઇન હશે, જે ટ્રેલરમાં પણ જોવા મળી છે.




















