logo-img
Made By Google Introduces Google Pixel 10 Series Phones In 2025

Made by Google 2025 માં Google Pixel 10 સીરિઝના ફોન રજૂ કર્યા : નવી ડિઝાઇન, જબરદસ્ત ફીચર્સ જાણો કિંમત

Made by Google 2025 માં Google Pixel 10 સીરિઝના ફોન રજૂ કર્યા
Published by: Offbeat Team
| Last Updated: Aug 21, 2025, 10:33 AM IST

Google એ ભારતમાં તેની નવી Pixel 10 સિરીઝ રજૂ કરી છે, જેમાં Pixel 10 Pro અને Pixel 10 Pro XL સાથે બેઝ Pixel 10 નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કંપનીએ તેના Made by Google 2025 ઇવેન્ટમાં Pixel 10 Pro Fold અને નવા TWS ઇયરબડ્સ અને સ્માર્ટવોચ પણ રજૂ કરી છે.

ભારતમાં Pixel 10 સિરીઝની કિંમત, ઉપલબ્ધતા

કિંમત વિશે વાત કરીએ તો, ભારતમાં Google Pixel 10 ની શરૂઆતની કિંમત 79,999 રૂપિયા રાખવામાં આવી છે, જે ફક્ત 256GB સ્ટોરેજ વેરિઅન્ટમાં Indigo, Frost, Lemongrass અને Obsidian રંગોમાં ઉપલબ્ધ થશે. Google Pixel 10 Pro અને Pixel 10 Pro XL ની શરૂઆતની કિંમત અનુક્રમે 1,09,999 રૂપિયા અને 1,24,999 રૂપિયા રાખવામાં આવી છે. બંને ફોન Jade, Moonstone, Obsidian અને Porcelain રંગ ઓપ્શન્સમાં ઉપલબ્ધ થશે. બધા નવા Pixel ફોન Flipkart પર વેચવામાં આવશે અને આજથી પ્રી-બુકિંગ શરૂ થઈ ગયું છે. ત્રણેય મોડલમાંથી કોઈપણની ખરીદી પર, ગ્રાહકોને Google AI Pro નું મફત વાર્ષિક સબ્સ્ક્રિપ્શન મળશે. HDFC બેંક કાર્ડ દ્વારા Flipkart પર 10,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ અને 5,000 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ જેવા ફાયદા પણ આપવામાં આવી રહ્યા છે.

Pixel 10 ફીચર્સ

બેઝ મોડલ Pixel 10 ડ્યુઅલ સિમ સપોર્ટ (ફિઝિકલ+eSIM) સાથે આવે છે. આ ફોન Android 16 પર ચાલે છે, જે AI સુવિધાઓની સાથે આવે છે. કંપનીએ કીધું છે કે, સ્માર્ટફોનને સાત વર્ષ માટે OS અપગ્રેડ અને સિક્યોરિટી પેચ અપડેટ્સ પણ મળી રહશે. Pixel 10 માં 6.3 ઇંચની Full HD+ (1080x2424 પિક્સલ) ડિસ્પ્લે છે, જે 60-120Hz રિફ્રેશ રેટ સપોર્ટ કરે છે અને તે Gorilla Glass Victus 2 પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. ફોનમાં 12GB સુધીની રેમ અને 256GB સુધી સ્ટોરેજ સાથે Tensor G5 ચિપસેટ છે. આ વખતે Google Gemini અને નવી Material You Expressive Design System પણ આપવામાં આવી છે.

Google Pixel 10 કેમેરા સેટઅપ અને બેટરી

Google Pixel 10 ના કેમેરા સેટઅપમાં 50MP મુખ્ય કેમેરો, 10MP ટેલિફોટો કેમેરો (5x ઝૂમ) અને 13MP અલ્ટ્રાવાઇડ લેન્સનો પણ સમાવેશ થાય છે. ફ્રન્ટમાં 10.5MP સેલ્ફી કેમેરો છે. કેમેરાને વધુ સારો કરવા માટે Camera Coach અને અન્ય AI-backed ઇમેજ ટૂલ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. Pixel 10 માં 4970mAh બેટરી છે, જે 30W ફાસ્ટ ચાર્જિંગ અને 15W Qi2 વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ડિવાઇસ Pixel Snap એસેસરીઝ સાથે પણ છે. થર્મલ મેનેજમેન્ટ માટે તેમાં વેપર કૂલિંગ ચેમ્બર ઉમેરવામાં આવ્યો છે અને સુરક્ષા માટે ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર હાજર છે.

Pixel 10 Pro, Pixel 10 Pro XL ફંકશન

બેઝ મોડલની જેમ, Pixel 10 Pro અને Pixel 10 Pro XL પણ ડ્યુઅલ સિમ સપોર્ટ (ફિઝિકલ + eSIM) સાથે આવે છે. બંને Android 16 પર ચાલે છે અને સાત વર્ષ માટે OS અપગ્રેડ અને સિક્યોરિટી પેચ અપડેટ્સ મેળવવાનું પણ વચન આપવામાં આવ્યું છે. Pixel 10 Pro માં વેનીલા મોડલ જેવું જ 6.3ઇંચની Full HD+ (1280x2856 પિક્સલ્સ) ડિસ્પ્લે છે, જ્યારે Pixel 10 Pro XL માં 6.8-ઇંચની Full HD+(1280x2856 પિક્સલ્સ) ડિસ્પ્લે છે. બંને LTPO પેનલ છે, જે 1-120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. તેમના આગળ અને પાછળ બંનેમાં Gorilla Glass Victus 2 પ્રોટેક્શન છે.

Pixel 10 Pro, Pixel 10 Pro XL કેમેરા સેટઅપ અને બેટરી

Pro અને Pro XL બંનેમાં Tensor G5 પ્રોસેસર, 16GB સુધીની રેમ અને 1TB સુધી સ્ટોરેજ વિકલ્પો છે. બંને મોડલમાં 50MP મુખ્ય કેમેરો, 48MP ટેલિફોટો કેમેરો (5x ઝૂમ) અને 48MP અલ્ટ્રાવાઇડ લેન્સ છે, સેલ્ફી માટે 42MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. કનેક્ટિવિટી અને સુરક્ષા સુવિધાઓ બેઝ વેરિઅન્ટ જેવી જ છે. બેટરી વિશે વાત કરીએ તો, Pixel 10 Pro માં 4870mAh ની બેટરી છે અને Pixel 10 Pro XL માં 5200mAh ની બેટરી છે. Pro મોડલમાં 30W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ અને 15W Qi2 વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ છે, જ્યારે Pro XL માં 45W વાયર્ડ અને 25W Qi2.2 વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now