Google એ Made By Google 2025 ના ઈવેન્ટમાં Google એ Google Pixel 10 સીરિઝને રજૂ કરી છે. Google Pixel 10 ની કિંમત, પ્રોસેસર ફીચર્સ વિશે વિગત વાર જાણો.
Google Pixel 10 ની કિંમત, ઉપલબ્ધતા
કિંમત વિશે વાત કરીએ તો, ભારતમાં Google Pixel 10 ની શરૂઆતની કિંમત 79,999 રૂપિયા રાખવામાં આવી છે, જે ફક્ત 256GB સ્ટોરેજ વેરિઅન્ટમાં Indigo, Frost, Lemongrass અને Obsidian રંગોમાં ઉપલબ્ધ થશે. આ નવો Pixel ફોન Flipkart પર વેચવામાં આવશે અને આજથી પ્રી-બુકિંગ શરૂ થઈ ગયું છે. આ મોડલની ખરીદી પર, ગ્રાહકોને Google AI Pro નું મફત વાર્ષિક સબ્સ્ક્રિપ્શન મળશે. HDFC બેંક કાર્ડ દ્વારા Flipkart પર 10,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ અને 5,000 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ જેવા ફાયદા પણ આપવામાં આવી રહ્યા છે.
Pixel 10 ફીચર્સ
બેઝ મોડલ Pixel 10 ડ્યુઅલ સિમ સપોર્ટ (ફિઝિકલ+eSIM) સાથે આવે છે. આ ફોન Android 16 પર ચાલે છે, જે AI સુવિધાઓની સાથે આવે છે. કંપનીએ કીધું છે કે, સ્માર્ટફોનને સાત વર્ષ માટે OS અપગ્રેડ અને સિક્યોરિટી પેચ અપડેટ્સ પણ મળી રહશે. Pixel 10 માં 6.3 ઇંચની Full HD+ (1080x2424 પિક્સલ) ડિસ્પ્લે છે, જે 60-120Hz રિફ્રેશ રેટ સપોર્ટ કરે છે અને તે Gorilla Glass Victus 2 પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. ફોનમાં 12GB સુધીની રેમ અને 256GB સુધી સ્ટોરેજ સાથે Tensor G5 ચિપસેટ છે. આ વખતે Google Gemini અને નવી Material You Expressive Design System પણ આપવામાં આવી છે.