Home International Online Gaming Ban In India Govt To Restrict Betting Apps Stricter Rules Soon

ઓનલાઈન જુગારની ગેમ્સ પર લાગશે પ્રતિબંધ? : સંસદમાં રજૂ કરાશે બિલ

ઓનલાઈન જુગારની ગેમ્સ પર લાગશે પ્રતિબંધ?
Published by: OBS Bureau
Last Updated: Aug 19, 2025, 05:38 PM IST

ઓનલાઈન ગેમિંગને કારણે વધતી દુર્ઘટનાઓ, આત્મહત્યાઓ અને દેવાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર હવે કડક પગલાં લેવા જઈ રહી છે. સરકારે એવા તમામ ઓનલાઈન ગેમ્સ પર પ્રતિબંધ મૂકી દેવાનો નિર્ણય કર્યો છે, જેમાં સટ્ટો કે જુગાર સામેલ છે.

લોકસભામાં રજૂ થશે ઓનલાઈન ગેમિંગ બિલ

  • ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે તૈયાર કરેલું ઓનલાઈન ગેમિંગ બિલ બુધવારે લોકસભામાં રજૂ થઈ શકે છે.

  • કેબિનેટ કમિટીએ મંગળવારે આ બિલને મંજૂરી આપી.

  • બિલ મુજબ, ઓનલાઈન સટ્ટો/જુગાર ગુનો ગણાશે, જેના માટે 7 વર્ષની જેલ અને 10 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે.

ફક્ત મફત ગેમ્સને છૂટછાટ

  • ફક્ત તે ગેમિંગ એપ્સ ચાલુ રહી શકશે, જેમાં કોઈ ફી કે પૈસાનો વ્યવહાર નહીં હોય.

  • છેલ્લા ચારથી પાંચ વર્ષમાં સરકારે 1400થી વધુ ગેમિંગ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ કાયદાની અછતને કારણે કડક કાર્યવાહી શક્ય બની નહોતી.

    બિલ મુજબ, કોઈપણ બેંક અથવા પેમેન્ટ ગેટવેને ઓનલાઈન ગેમિંગ સાથે જોડાયેલ વ્યવહારો કરવાની મંજૂરી નહીં મળે. ક્રિકેટ ટીમો બનાવતી અને પૈસા લગાવીને રમાતી એપ્સ પર પણ પ્રતિબંધ લાગી શકે છે.

સેલિબ્રિટીઓને પણ દંડની જોગવાઈ

  • ક્રિકેટ સ્ટાર્સ અને સેલિબ્રિટીઓ હાલમાં આવી એપ્સનું પ્રચાર કરે છે.

  • નવા કાયદા મુજબ, આવી ગેમિંગ એપ્સનું પ્રચાર કરનારા પર પણ દંડ લાદવામાં આવશે.

ભારતમાં મોટા બિઝનેસ અસ થશે

  • હાલમાં ભારતનો ઓનલાઈન ગેમિંગ બિઝનેસ $3.8 બિલિયનનો છે.

  • જેમાંથી $3 બિલિયનનો વ્યવસાય પૈસા આધારિત ગેમ્સ પર આધારિત છે.

  • નવા કાયદા બાદ આ ક્ષેત્રને મોટો ઝટકો લાગી શકે છે.

GST પણ વધી શકે છે

  • વર્ષ 2023માં સરકારએ ઓનલાઈન ગેમિંગ પર 28% GST લાગુ કર્યો હતો.

  • હવે સૂત્રોના જણાવ્યા મુજબ, નવા સંસ્કરણમાં તેને 40% સુધી વધારવાની ચર્ચા ચાલી રહી છે.

વિદેશી એપ્સ સૌથી મોટો ખતરો
ગેમિંગ ક્ષેત્રના નિષ્ણાતોના જણાવ્યા મુજબ, સ્થાનિક એપ્સ પર પ્રતિબંધ મૂકવો જરૂરી છે, પરંતુ વિદેશી ગેમિંગ એપ્સ પર કાર્યવાહી કરવી વધુ અગત્યની છે. કારણ કે આવી એપ્સ સરકારને કોઈ ટેક્સ ચૂકવતી નથી અને ભારતીયોના કરોડો રૂપિયા સીધા વિદેશ જાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now