logo-img
Sarkari Yojana Government Scheme Swachh Bharat Mission Gramin Yojana

Swachh Bharat Mission Gramin Yojana : સરકાર સ્વચ્છતાને લઈને આપી રહી છે મોટી સહાય, જાણો સમગ્ર માહિતી

Swachh Bharat Mission Gramin Yojana
Published by: Offbeat Team
| Last Updated: Sep 11, 2025, 10:19 AM IST

દેશમાં વર્તમાન સમયમાં ઘણી બધી સરકારી યોજનાઓ ચાલી રહી છે જેનો મોટા પ્રમાણમાં લોકો લાભ લઈ રહ્યા છે. ઘણી બધી યોજનાઓ છે જેમાં સીધી આર્થિક મદદ આપવામાં આવે છે, જ્યારે ઘણી યોજનાઓ હેઠળ સબસિડી આપવાની જોગવાઈ છે. જ્યારે, ઘણી બધી યોજનાઓ છે જેના દ્વારા અન્ય પ્રકારની મદદ પણ આપવામાં આવે છે. આવી જ એક યોજના છે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યાોજના. આ યોજના હેઠળ પાત્ર લોકોને શૌચાલય બનાવવા માટે સરકાર તરફથી સહાય મળે છે. તો ચાલો આના વિશે જાણીએ...

લાભ કોને મળે?

  • વ્યક્તિગત શૌચાલય માટે બીપીએલ લાભાર્થી

  • વ્યક્તિગત શૌચાલય માટે એપીએલ લાભાર્થી માં પાંચ કેટેગરીના લોકોને:

  1. એસ.સી./એસ.ટી

  2. નાના સીમંત ખેડૂત

  3. જમીન વિહોણા ખેતમજૂર

  4. શારીરિક વિકલાંગ

  5. કુટુંબ મહિલા વડા

  • વ્યક્તિગત શૌચાલય માટે એપીએલ (જનરલ) લાભાર્થી

  • સામુહિક શૌચાલય જમીનની સગવડતા ન ધરાવતા શૌચાલય વિહોણાની સંયુક્ત ભાગીદારી ધરાવતા કુટુંબોને.

  • ઘન કચરાના નિકાલ માટે સાધનો પુરા પાડવા તથા ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા ન ધરાવતા ગામો માટે લોકભાગીદારીથી કામો કરવામાં આવે છે.

કેટલો લાભ મળે?

  • વ્યક્તિગત શૌચાલય માટે બીપીએલ તથા એપીએલ (પાંચ કેટેગરી) 12,000 રૂપિયાની સહાય, તેમજ એપીએલ (જનરલ) ને 8000 રૂપિયાની સહાય મળે છે.

  • સામુહિક શૌચાલય માટે કુલ 2,00,000 (લોકફાળો 20,000 રૂપિયા તથા યોજનાકીય 1,80,000 રૂપિયા સહાય).

  • ધન કચરા નિકાલ માટે સાધનો પુરા પાડવા તથા ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા ન ધરાવતા ગામો માટે

  1. 150 કુટુંબ સુધી 7 લાખ

  2. 300 કુટુંબ સુધી 12 લાખ

  3. 500 કુટુંબ સુધી 15 લાખ

  4. 500 થી વધુ કુટુંબ 20 લાખ

જરૂરી પુરાવાઓ

  • આધારકાર્ડ/ ચૂંટણીકાર્ડ/ વાહન લાયસન્સ/ પાનકાર્ડ/ મનરેગા જોબ કાર્ડ/ રેશનકાર્ડ / બીપીએલ કાર્ડ (કોઈપણ એક)

  • ઘરવેરાની રસીદ

  • બેંક પાસબુકની નકલ

  • શૌચાલયનો ચાલુ તથા પૂર્ણ કામનો લાભાર્થી સાથેનો ફોટો.

લાભ ક્યાંથી મળે?

  • તલાટી-કમ મંત્રી, ક્લસ્ટર કો-ઓર્ડીનેટર, બ્લોક કો-ઓર્ડીનેટર, સિવિલ એન્જીનીયર તથા નિર્મળ દૂત ધ્વારા અરજી ફોર્મ ભરી ગ્રામ પંચાયત ધ્વારા તાલુકા કક્ષાએ અરજી પહોચાડવી.

  • તાલુકા પંચાયત કચેરી, સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના શાખા.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now