ચીનના તિયાનજિનમાં યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાંથી સોમવારે પરત ફરતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ અને પૂરને કારણે ઉભી થયેલી પરિસ્થિતિ પર ચર્ચા થઈ હતી. વડાપ્રધાને પંજાબ સરકારને શક્ય તમામ મદદ અને સમર્થન આપવાનો વિશ્વાસ આપ્યો હતો.
મુખ્યમંત્રી ભગવંત માનએ રવિવારે વડાપ્રધાનને પત્ર લખી રાજ્યમાં પૂરથી સર્જાયેલા સંકટને ધ્યાનમાં રાખીને કેન્દ્ર તરફથી 60,000 કરોડ રૂપિયાના બાકી ભંડોળ તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી હતી. સાથે જ તેમણે રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળ (SDRF)માં સુધારો કરીને અસરગ્રસ્ત ખેડૂતોને પ્રતિ એકર ઓછામાં ઓછા 50,000 રૂપિયાનું વળતર આપવા માટે અપીલ કરી હતી.