યુનિફાઇડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન (UDISE+) દ્વારા જાહેર કરાયેલા શૈક્ષણિક વર્ષ 2024-25ના તાજા આંકડા અનુસાર દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં સ્કૂલોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. 2021માં જ્યાં 15,09,136 સ્કૂલો હતી, તે હવે ઘટીને 14,71,473 રહી ગઈ છે. એટલે કે કુલ 37,663 સ્કૂલો બંધ થઈ છે, જેમાંથી 23,000થી વધુ સરકારી અને સરકારી સહાયપ્રાપ્ત સ્કૂલોનો સમાવેશ થાય છે.
સરકારી સ્કૂલો બંધ – ખાનગી સ્કૂલોનો ઉછાળો
માત્ર 2024-25માં જ 5,303 સરકારી તથા સહાયપ્રાપ્ત સ્કૂલો બંધ થઈ ગઈ છે. ગુજરાતમાં છેલ્લા આઠ વર્ષમાં 525 સરકારી સ્કૂલો બંધ થઈ ચૂકી છે, જ્યારે 5912 વધુ સ્કૂલ બંધ કરવાની તૈયારીમાં સરકાર છે. બીજી બાજુ ખાનગી શિક્ષણ ક્ષેત્રમાં તેજી જોવા મળી રહી છે. આ વર્ષે 8,475 નવી પ્રાઈવેટ સ્કૂલો શરૂ થઈ છે, જે ગયા વર્ષે 7,678 હતી. હવે દેશમાં કુલ 3.39 લાખ પ્રાઈવેટ સ્કૂલો થઈ ગઈ છે.
સૌથી વધુ ઘટાડો ક્યાં?
બિહાર : 1,800 સ્કૂલો બંધ
હિમાચલ પ્રદેશ : 492 સ્કૂલો બંધ
કર્ણાટક : 462 સ્કૂલો બંધ
અરુણાચલ પ્રદેશ : 289 સ્કૂલો બંધ
મહારાષ્ટ્ર : 273 સ્કૂલો બંધ
પ્રાઈવેટ સ્કૂલોમાં સૌથી આગળ રાજ્ય
ઉત્તર પ્રદેશ : 7,873 નવી સ્કૂલો
બિહાર : 2,107 નવી સ્કૂલો
આસામ : 755 નવી સ્કૂલો
વિદ્યાર્થીઓની નોંધણીમાં ઘટાડો
કુલ વિદ્યાર્થીઓની નોંધણી સતત ત્રીજા વર્ષે ઘટી છે.
2022-23 : 25.18 કરોડ
2023-24 : 24.80 કરોડ
2024-25 : 24.69 કરોડ
સરકારી સ્કૂલોમાં નોંધણી 13.62 કરોડથી ઘટીને 12.16 કરોડ રહી છે, જ્યારે પ્રાઈવેટ સ્કૂલોમાં 8.42 કરોડથી વધીને 9.59 કરોડ થઈ છે.
સુવિધાઓનો અભાવ
દેશની અનેક સ્કૂલોમાં આજે પણ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ નથી.
1.54 લાખ સ્કૂલોમાં પુસ્તકાલય નથી
14,432 સ્કૂલોમાં પીવાનું પાણી નથી
25,884 સ્કૂલોમાં વીજળી નથી
2.48 લાખ સ્કૂલોમાં રમતનું મેદાન નથી
સકારાત્મક પાસું
ડ્રોપઆઉટ દર ઘટ્યો : પ્રાથમિક (2.3%), મધ્યમ (3.5%), માધ્યમિક (8.2%)
શિક્ષકોની સંખ્યા વધી : 2023-24માં 98.07 લાખથી વધીને 2024-25માં 1.01 કરોડ
વિદ્યાર્થી-શિક્ષક ગુણોત્તર સુધર્યો : પ્રાથમિકમાં 10, મધ્યમમાં 17, માધ્યમિકમાં સ્થિર 21
👉 UDISE+ના આંકડા દર્શાવે છે કે એક તરફ દેશમાં ખાનગી શિક્ષણનો પ્રભાવ વધી રહ્યો છે, તો બીજી તરફ સરકારી સ્કૂલો બંધ થવાને કારણે ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ સુધી પહોંચ મુશ્કેલ બની રહી છે.