logo-img
Gst Free Medicine Finance Minister Niramala Sitharaman

GST Free Medicine : જાણો કઈ-કઈ દવાઓ પર નહીં લાગે GST ટેક્સ, કેન્દ્ર સરકારે આપી મોટી રાહત

GST Free Medicine
Published by: Offbeat Team
| Last Updated: Sep 04, 2025, 08:30 AM IST

Finance Minister Niramala Sitharaman: સામાન્ય જનતા માટે રાહતના સમાચાર છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે મોટી જાહેરાત કરતા જણાવ્યું કે કેન્દ્ર સરકારે કેન્સર સહિતની 33 જીવનરક્ષક દવાઓ પર લાગતો Goods and Services Tax (GST) સંપૂર્ણપણે હટાવી દીધો છે. હવે આ દવાઓ પર કોઈપણ પ્રકારનો ટેક્સ લાગશે નહીં, જ્યારે અગાઉ 12% GST વસૂલવામાં આવતો હતો. આ નિર્ણય 22 સપ્ટેમ્બર 2025થી અમલમાં આવશે.

કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીના દર ઘટાડીને દેશવાસીઓને પીએમ મોદીએ દિવાળી ભેટ આપી છે. જે દવાઓના દરમાં પણ મોટી રાહત આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે કેન્સર સહિત 33 દવાઓને GST મુક્ત કરી છે. હવે આ દવાઓ પર કોઈ ટેક્સ રહેશે નહીં. આ ઉપરાંત થર્મોમીટર, મેડિકલ ઓક્સિજન, ડાયગ્નોસ્ટિક કીટ, ગ્લુકોમીટર, ટેસ્ટ સ્ટ્રીપ્સ અને ચશ્મા પરનો GST દર ઘટાડીને 5% કરવામાં આવ્યો છે.

આ દવાઓ પર નહીં લાગે GST:

જીવનરક્ષક દવાઓમાં ઓનાસેમ્નોજીન એબેપાર્વોવેક, એસિમિનિબ, મેપોલીઝુમાબ, પેજીલેટેડ લિપોસોમલ ઇરિનોટેકન, ડારાટુમુમાબ, ડારાટુમુમાબ સબક્યુટેનીયસ, ટેક્લિસ્ટામાબ, એમીવન્ટામાબ, એલેક્ટીનિબ, રિસ્ડિપ્લામ, ઓબિનુટુઝુમાબ, પોલાટુઝુમાબ વેડોટિન, એન્ટ્રાક્ટીનિબ, એટેઝોલિઝુમાબ, સ્પેકોલિમાબનો સમાવેશ થાય છે. વેલાગ્લુસેરેઝ આલ્ફા, એગાલ્સિડેઝ આલ્ફા, રુરીઓક્ટોકોગ આલ્ફાપેગોલ, ઇડુરસલ્ફાટેઝ, અલ્ગ્લુકોસિડેઝ આલ્ફા, લેરોનિડેઝ, ઓલિપુડેઝ આલ્ફા, ટેપોટીનિબ, એવેલ્યુમેબ, એમિકિઝુમેબ, બેલુમોસુડિલ, મિગ્લુસ્ટેટ, વેલ્મેનેસ આલ્ફા, એલિરોક્યુમેબ, ઇવોલોક્યુમેબ, સિસ્ટેમાઇન બિટાર્ટ્રેટ, સીઆઈ-ઇન્હિબિટર ઇન્જેક્શન અને ઇન્ક્લિસિરન. હવે આ દવાઓ પર કોઈ GST રહેશે નહીં.

વીમા પોલિસી પર નહીં લાગે ટેક્સઃ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે ફેમિલી ફ્લોટર પોલિસી અને વરિષ્ઠ નાગરિકો માટેની પોલિસી અને તેમના પુનર્વીમા સહિતની તમામ વ્યક્તિગત આરોગ્ય વીમા પોલિસીઓ પણ GST ને આધીન રહેશે નહીં. આનાથી સામાન્ય માણસ માટે વીમો સસ્તો થશે અને દેશમાં વીમા કવરેજ વધશે. સરકારના આ પગલાથી એવા લોકોને મોટી રાહત મળી છે જેમને અગાઉ વીમા પોલિસી પર 18% GST ટેક્સ ચૂકવવો પડતો હતો.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now